તારા મનની વાત.....
અદિતી અને અર્જીત ની હાલત દિવસે દિવસે બગડતી જતી હતી. સોસાયટીમાં ખુલ્લે આમ લોકો ટીકા કરતા અને લોકોની નિંદાની અસર બન્ને પર થતી. મળવાનું ઓછું થતું પણ પ્રેમ નઈ બન્ને એટલા જ મક્કમ અને અડગ હતા. ઘણી વાર આત્મહત્યા કરવાનું બન્ને વિચારતા પણ હિંમત કરવી જ હોય તો મરવા માટે શું કામ સાથે જીવવા માટે કેમ નઈ..... અંતે બન્ને એ ભાગીને લગ્ન કર્યા .લોકોને મોકો પણ આપ્યો વાતો કરવા લોકોએ કાંઈ બાકી ન રાખ્યું કંઈ પણ કહેવામાં ...... ધીમે ધીમે પરિવારે બન્ને ને અપનાવી લીધા એની સાથે જે લોકો નિંદા કરતા તેઓ હવે વખાણ કરતા થયા .સમય સૌનો બદલાય છે. આ બન્ને નો પણ બદલાયો....... બીજી બાજુ મોહિની અને વાલ્મિકના ધૂમધામથી લગ્ન લેવાયા ...... બધા પોતાના માળા સાચવી કિલ્લોલ કરતા થયા .
(દુનિયા હંમેશા વાતો જ કરશે પણ ખોટી ઈજ્જત અને દેખાડાને લીધે કોઈ હંસલાની જોડ ના ટૂટે અને કોઈ માળો ના વિખરાય ... બસ આટલું થાય તોય ઈ ભક્તિ જ છે,વ્હાલા....)