Gujarati Quote in Shayri by HINA DASA

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ ને ફરી આદમ ને ઇવ બની જઈએ,
જંગલીયત સારી હશે માનવીયત કરતા,
ચાલ ને ફરી જંગલી બની જઈએ.

સુઘડ ઘરેડ આ સહેવાતી નથી,
કરચલીઓ માં જીવી લઈએ,
ચાલ ને ફરી જંગલી બની જઈએ.

લિપિઓ બધી આ નથી પૂરતી દર્દ કહેવા માટે,
ફરી ઈશારાઓ મા સરી જઈએ,
ચાલ ને ફરી જંગલી બની જઈએ.

સંબંધોના તાણા વાણા ગૂંચવાઈ ગયા છે બહુ,
મુક્તિ નો આનન્દ માણી લઈએ,
ચાલ ને ફરી જંગલી બની જઈએ.

બટકણી ડાળ જેવી છે આ દુનિયાદારી,
શબ્દો ને નેવે મૂકી દઈએ,
ચાલ ને ફરી જંગલી બની જઈએ .

અર્થો અનેક કરાય છે અહીં એક જ શબ્દોના,
નિઃશબ્દ બની જઈએ,
ચાલ ને ફરી જંગલી બની જઈએ.

કાચી રહી ગઈ ગણતરીઓ બધી,
'સ્વ' ની બાદબાકી કરી લઈએ,
ચાલ ને ફરી જંગલી બની જઈએ.

Gujarati Shayri by HINA DASA : 111020249
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now