નીચા ઢાળ્યા છે નયન,
હસવાના અણસાર વર્તાય છે,
શરમથી મ્હો છે લાલચોળ,
પણ દિલમાં પ્રીત પરખાય છે.
અમે એવુ ખુબ અનુભવ્યુ,
જેવુ આજ તમને કળાય છે,
આ પ્રેમ વળગાળ જ એવો છે,
કે નથી હસવૂ છતા હસાય છે,
આવો દિલના દરવાજા છે ખુલ્લા,
નથી ફસાવુ છતા ફસાય છે,
સફળ થાય પ્રેમ તો સારુ છે,
નહિ તો સહુ પસ્તાય છે.