મેં કમેંટ માં મિત્રો ને એક સહજ પ્રશ્ન પૂછી લીધો 'દેશ હિત' વિશે તમારા શું વિચારો છે???
અમી એ થોડા વિચારો મુક્યા કશિશે એમાં થોડા સુર પુરાવ્યા મને ગમ્યું કે આવી સામાજિક બાબતો પર પણ તમે વિચારો છો...
એક વાત હતી શિક્ષણ ની....
મારું સ્પષ્ટ માનવું છે કે શિક્ષણના વ્યાપારી કરણે શિક્ષણ નું અધઃપતન કર્યું છે...
મારા મતે એ શિક્ષણ માફિયાઓ છે.
શિક્ષણ અને સંસ્કારો ની વાત ઓછી અને એન કેન પ્રકારે પૈસા લૂંટવાનું સાધન બન્યું છે...
શિક્ષણ એ સમાજ નિર્માણ થકી દેશ નિર્માણ કરવા નું પ્રાથમિક પગથિયું છે...
શિક્ષણ ની યોગ્ય દિશા માટે શું કરવું???
૧) શિક્ષણ બધાને પોસાય એવું અને સારી કક્ષાનું આખા દેશમાં એક સમાન શિક્ષણ વ્યવસ્થાનું નિર્માણ કરવું જોઈએ.
૨) શિક્ષણમાં ટેક્નિકલ, ટેક્નોલોજી અને જરૂર મુજબનું શિક્ષણ સમય ની જરૂરિયાત મુજબ આપવું જોઈએ.
૩) શિક્ષકોની જવાબદારી નક્કી કરવી જોઈએ અને જો શિક્ષકો કાચા પડતાં હોય તો એમને પણ શિક્ષિત કરવા જોઈએ.
૪) જેમ સમયાંતરે નવી ટેક્નોલોજી આવે એમ શિક્ષણમાં એનો પાયાથી સમાવેશ કરી સતત પરિવર્તન થકી ટેક્નોલોજી નો સમાવેશ કરવો જોઈએ.
૫) આ બધામાં થતો ખર્ચ સરકારે શિક્ષણ ઉપકરથી વસુલવો જોઈએ જેથી સર્વેને સમાન શિક્ષણ અધિકાર આપી શકાય.
તમારાં કોઈ વિચારો હોય તો મિત્રો જણાવી શકો છો...
ખુબ સરસ અમી અને કશિશ કે જેમણે મને પ્રોત્સાહિત કર્યો કે આ મંચ ઉપર આ વાત પણ થઈ શકે.