'માધવ સંગ પૂર્વી'
'પૂર્વી' થી છે દિલની આશ,
કારણ 'પૂર્વી' માં છે માધવનો સહવાસ,
નહીં સમજાય તમને આ 'પૂર્વી' નો ક્યાસ,
કારણ 'પૂર્વી' જ છે સંસારનો ઉજાશ,
પૂર્વ દિશાથી ઊઘે સુરજ એ જ તો છે 'પૂર્વી' નો ક્યાસ,
કાગળ અને કલમના આલિંગનમાં 'પૂર્વી' નો વાસ,
'પૂર્વી' સ્વ છે કે સ્વ ના સંમોહનમાં એ ક્યારેય ના કાઢી શકાય ક્યાસ,
એ ક્યારેય ના વિચારે ના કરે કોઈનું ખોટું કારણ એ 'પૂર્વી' છે,
ત્યાગ, સંયમ ને માને એ ઘરેણું કારણ એ પૂર્વી છે,
માધવની એ સખી છે, કે છે પ્રિયતમા ના સમજાય એને કારણ એ 'પૂર્વી' છે,
સંવેદનના નો સાગર એ, એ પ્રેમ ની મૂરત એ જ તો છે 'પૂર્વી' ની ચાહત,
લાગણીની ઘેલી એ, પ્રેમ ની પૂજારી એ એટલેજ માધવ ઘેલી 'પૂર્વી' એ,
માધવને પણ આવવું જ રહ્યું 'પૂર્વી' માધવના પ્રીતની સહભાગી રે,
માધવ કેરી વાંસળી 'પૂર્વી' ના પ્રેમ ની એ ખાસ અદ્ભુત અનુભૂતિ છે,
માધવ ની એ દાસી રે એ જ તો 'પૂર્વી' નો ક્યાસ છે,
એ અપાર છે, અનંત છે, એટલેજ એ 'પૂર્વી' છે,
બસ એટલેજ તો કહું છું કે 'માધવ સંગ પૂર્વી'.......
'પૂર્વી' વિશે લખતા શબ્દો પણ ઓછા પડે કારણ એ અનંત છે અને મારો અંત તો નક્કી જ છે...
'પૂર્વી' ને હું સમજ્યો એની આ કણ માત્ર છે કારણ દરિયાને જોઈ શકાય પણ એને આલિંગનમાં લઈ ના શકાય...
જય શ્રી કૃષ્ણ...