Gujarati Quote in Story by Ami

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા મનની વાત ..ભાગ -7 
 
                  મોહિની એક અસાયમેન્ટ પુરૂ કર્યુ અને ઘરે જવાની તૈયારી કરવા લાગી. તું અત્યારે ઘરે જઈશ ? વાલ્મિકે સહજ રીતે પૂછ્યું . હા , તારા જેમ નવરી તો છુ નહીં ! મોહીનીએ અણગમા થી જવાબ આપ્યો .ઓ...કે.....  તો હું મૂકી જઉ તને ચાલ . ઓ.... હેલ્લો.... તારો પગ જો પછી આવજે મુકવા  એન્ડ હું એકલી જઈ શકું છું ઘરે સૉ... તારે તકલીફ લેવાની જરૂર નથી. મને ખબર છે. તું એકલી જઈ શકે છે. તારી ફ્રેન્ડ પણ આજે નથી રીક્ષા વાળાની હડતાલ  છે. અને 1થી 2 ના બપોરનાં સમયે તું જયાં રહે છે. ત્યાં કોઈ ચકલું પણ ફરકતું નથી. અને હું એટલું ચાલી શકીશ તને વાધો નાં હોય તો . તને મારા વિષે આટલી બધી ખબર કેવી રીતે પડી ? મોહિની એ થોડા ગુસ્સાથી ક્હયું .' હું તારા જ ક્લાસમાં છું ભલે ક્લાસમાં  વધારે દેખાવ નહીં પણ  એટલી તો ખબર હોય છે. અને એક વાર મેં બપોરે તને કૉલૅજ થી તારા ઘરના રસ્તા પર ખુબ જ ફાસ્ટ ચાલતાં જોઈ હતી . તું ડર થી ફાસ્ટ જતી હતી મને ખબર છે.'  વાલ્મિકે હસતાં હસતાં કહ્યું .  હા, એ  રોડ પર છુટા બંગલા આવેલા છે, અને બપોરે  ખાસ કોઈની અવર જવર હોતી નથી બસ એટલે ! ઓ..કે... ચાલ મૂકી જાઉ અને હું ત્યાંથી બસ ડેપોમાં જતો રઈશ. સૉ... ફ્રેન્ડસ્.... મોહિની તરફ હાથ લંબાવતા કહ્યું. મોહિની એ પણ હાથ મિલાવી દોસ્તી સ્વીકારી લીધી. 


Gujarati Story by Ami : 110165152
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now