ચોપડી ના પન્ના ને ફેરવી ને જોવ છું
આમ બદલી જાય જિંદગી તો કેટલું સારું
ઈચ્છા ઓ જ પૂરી થાય સપના માં તે
હકીકત થાય જાય તો કેટલું સારું
ઘણા લોકો મતલબ માટે શોધે છે
બે મતલબ કોઈ આવે તો કેટલું સારું
ઘાયલ કરી ને તો સૌ લઇ જાય દિલ મારું
વાતો કરી ને કોઈ લઇ જાય તો કેટલું સારું
જ શરીફો ની શરાફત માં ના હોય વાત
કોઈ મને "હિતેશ" કહી જાય તો કેટલું સારું
જીવતા રહેશું ત્યાં સુધી તો ખુશી આપીશું બધાને
પણ કોઈ ને અમારી મોત પર ખુશી મળી જાય તો કેટલું સારું