The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બધાની વાતને છોડી સ્વયંની વાતને સાંભળ, સુખોની એષણા છોડી સ્વયંની જાતને સાંભળ. અમીરીને ગરીબી ખ્યાલ છે ખોટા, જમાનાનાં, વિચારોથી થવું ધનવાન , તું એ ભાતને સાંભળ. તમારો સૂર્ય તપતો હો પ્રખર તેજે અને જોરે, એ વખતે મન સહજ રાખી બધી જ લાતને સાંભળ. ✍️ સરગમ - Priyanka Chauhan
કોઈ કહો ને, આ જંગલ હું કેમ કરી કાપું?! એક કાપું ને ફૂટે અનેક ફણગા યાદોનાં..... - Priyanka Chauhan
સાચવીને ચાલતાં શીખ્યો નથી, એમના સમજો દગો વાગ્યો નથી. આશ છે કુદરત ફરી ઇન્સાફ કરશે, જોઈ લો મેં આયનો ઢાંક્યો નથી. છે બધે વાહવાહી દંભની, એટલે હું શબ્દ પણ બોલ્યો નથી. જૂઠનો અજવાસ ગમ્યો જ્યારથી, સત્યનો સૂરજ અહીં ઊગ્યો નથી. આંસુ, પીડા ,સર્વ સ્વીકાર મને, તુજ પરેનો વિશ્વાસ મેં ત્યાગ્યો નથી. - Priyanka Chauhan
શ્વાસ પરથી પણ ઊઠી ગયો છે વિશ્વાસ હવે, તમે મને માનતાઓની દોરમાં ન બાંધશો હવે... ખોટાનું ખોટાપણું સાચું સાબિત થઈ ગયું હવે, તમે મને સમજદારીનાં કફન ન ઓઢાવશો હવે... નફરત એ હદે મળી કે એનાથી જ પ્રેમ થયો હવે, સંબંધ કાજ મંગળસૂત્ર કે સિંદૂરને ન રંજાડશો હવે.. છીછરા સંવાદોનાં ઊંડા ઘા રૂઝાતા નથી હવે, મનનાં મેલનો મીઠો મલમ લગાડી ન ખોતરશો હવે.. પશુતા પર માત્ર પ્રાણીઓનો જ ઇજારો ક્યાં છે હવે, માણસોની ભાગીદારીને આધુનિકતા કહી ન વખાણશો હવે .. --- સરગમ - Priyanka Chauhan
વરસાવે છે, વરસાવે છે,વાદળો વ્હાલ તણો વરસાદ, તરસાવે છે, તરસાવે છે, સાજણ તારી યાદ... ભીંજાયા ઓલા ઝાડ, પાન ને પંખી રૂપાળા, તું જ કહે, હું કેમ કરી રહી જાઉં એમાં બાદ... વરસાવે છે, વરસાવે છે, વાદળો વ્હાલ તણો વરસાદ, હરખાએ છે, હરખાએ છે હૈયું, સાંભળી તારો સાદ... બૂંદ બનીને સ્પર્શે અંબર અવનીને એમ, જેમ મને બાહોમાં ભરી ચૂમે તું પ્રગાઢ... વરસાવે છે, વરસાવે છે, વાદળો વ્હાલ તણો વરસાદ, બહેકાવે છે, બહેકાવે છે,મેઘલી મીઠી રાત... ✍️ સરગમ -Priyanka Chauhan
પ્રવાસ કરવો છે એમણે સંગાથે અનંતનો, મિલન હો ક્ષિતિજ જેવું, કેમ કરી જોડાવું? પ્રણયનાં વચનો તો આપે છે વજ્ર સમાન, છુપી એમાં દયાની ભીખ,કેમ કરી નિભાવું? ઝરમર ,હેલી ને ગમતો મને તો ધોધમાર, તું મૃગજળ વરસાવે,કેમ કરી ભીંજાવું? જતાવવા મૂલ્ય, સત્યનું ઓઢી આવરણ, આવે જો અસત્ય, એને કેમ કરી વધાવું? મૃત્યુ સમ વફાદાર હો તો સ્વીકારી લઉં, જીવતેજીવત કફન જાતને,કંઈ રીતે ઓઢાવું? ✍️ સરગમ -Priyanka Chauhan
સંજોગે ને વિયોગે બહુ તપ્યા જુદાઈનાં તાપણે, ઉરના ઉકળાટે, વહી લાગણીઓ બૂંદ બની, એને જ તો વરસાદ કહીએ છીએ આપણે..... ભાર અસહ્ય થયો જ્યારે અંબરની પાંપણે, આંસુ ખર્યા, વહી લાગણીઓ બૂંદ બની, એને જ તો વરસાદ કહીએ છીએ આપણે ... મિલનને કાજ મન ચડે વિચારોમાં રમણે, આકાંક્ષાઓ વધે,વહે લાગણીઓ બૂંદ બની, એને જ તો વરસાદ કહીએ છીએ આપણે.... નિશદિન એ આવી ને સજાવે એને શમણે, વાદળ કાજળઘેરું, વહે લાગણીઓ બૂંદ બની, એને જ તો વરસાદ કહીએ છીએ આપણે.... પહેરી પ્રીતની હરિયાળી ચૂંદડી ઘેલા કરે કામણે, હરખાતી ધરા,અંબરને સ્પર્શી બૂંદોને બહાને, એને જ તો વરસાદ કહીએ છીએ આપણે.... ✍️સરગમ ** -Priyanka Chauhan
એકલતાનાં ઘૂંટડા ગળી , મીરાં થઈ ગઈ હું, માધવ થઈ ક્યારે સમાવીશ ? કહી દે તું! -Priyanka Chauhan
કોરીધાકોર મુજ આંખો ને ભીનું છે હ્રદય, ક્યાં સુધી રાહ જોવડાવીશ? કહી દે તું ! મચી છે અહીં તો હોડ, શ્વાસો ને સમયની, પરિણામ પહેલા આવીશ ને? કહી દે તું ! આંખોનો ઉંબરો ઓળંગી,નજર દોડે રોજ, કદીક મને તો સાદ દઈશ કે ? કહી દે ને તું! એકલતાનાં ઘૂંટડા ગળી , મીરાં થઈ ગઈ હું, માધવ થઈ ક્યારે સમાવીશ ? કહી દે તું! આશાનો સૂરજ ઊગે ને અસ્તાચળે ડૂબે આશા, પૂર્ણિમાનો ચંદ્ર થઈ ક્યારે ચમકીશ? કહી દે તું! ✍️ સરગમ -Priyanka Chauhan
કરી કતલ સંવેદનાઓનું , એ એમ ચૂપચાપ બેઠા છે, જાણે આંગળીએ વધેલા નખને , કરી કાપકૂપ બેઠા છે. ભીતરે સળગે છે અજંપાની હોળી ને તડપી રહ્યું છે મન, રસ્તે મળ્યા તોય અજાણ્યા હો,એમ સૂમસામ બેઠા છે. આંગળી આપીશ તો પકડશે પ્હોચું' એવું લાગે છે એમને, તેથી જ સ્નેહ ને સંવાદથી થઈ પરે, એ ગુમનામ બેઠા છે. ભૂલી ગયા એ સઘળી કસમો, વચનો ,વાયદા ને વાતો, ઉજવવી હો દિવાળી એમ, દિલને કરી સાફસૂફ બેઠા છે. ખળભળાટ કરી રહ્યો છે શૂન્યવકાશ,બની મૌન મિલનમાં, ને હું વાંચી ન શકું નયન એના,કરી ખોટી ધામધૂમ બેઠા છે. ✍️ સરગમ -Priyanka Chauhan
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser