શ્વાસ પરથી પણ ઊઠી ગયો છે વિશ્વાસ હવે,
તમે મને માનતાઓની દોરમાં ન બાંધશો હવે...
ખોટાનું ખોટાપણું સાચું સાબિત થઈ ગયું હવે,
તમે મને સમજદારીનાં કફન ન ઓઢાવશો હવે...
નફરત એ હદે મળી કે એનાથી જ પ્રેમ થયો હવે,
સંબંધ કાજ મંગળસૂત્ર કે સિંદૂરને ન રંજાડશો હવે..
છીછરા સંવાદોનાં ઊંડા ઘા રૂઝાતા નથી હવે,
મનનાં મેલનો મીઠો મલમ લગાડી ન ખોતરશો હવે..
પશુતા પર માત્ર પ્રાણીઓનો જ ઇજારો ક્યાં છે હવે,
માણસોની ભાગીદારીને આધુનિકતા કહી ન વખાણશો હવે ..
--- સરગમ
- Priyanka Chauhan