સાચવીને ચાલતાં શીખ્યો નથી,
એમના સમજો દગો વાગ્યો નથી.
આશ છે કુદરત ફરી ઇન્સાફ કરશે,
જોઈ લો મેં આયનો ઢાંક્યો નથી.
છે બધે વાહવાહી દંભની,
એટલે હું શબ્દ પણ બોલ્યો નથી.
જૂઠનો અજવાસ ગમ્યો જ્યારથી,
સત્યનો સૂરજ અહીં ઊગ્યો નથી.
આંસુ, પીડા ,સર્વ સ્વીકાર મને,
તુજ પરેનો વિશ્વાસ મેં ત્યાગ્યો નથી.
- Priyanka Chauhan