સંજોગે ને વિયોગે બહુ તપ્યા જુદાઈનાં તાપણે,
ઉરના ઉકળાટે, વહી લાગણીઓ બૂંદ બની,
એને જ તો વરસાદ કહીએ છીએ આપણે.....
ભાર અસહ્ય થયો જ્યારે અંબરની પાંપણે,
આંસુ ખર્યા, વહી લાગણીઓ બૂંદ બની,
એને જ તો વરસાદ કહીએ છીએ આપણે ...
મિલનને કાજ મન ચડે વિચારોમાં રમણે,
આકાંક્ષાઓ વધે,વહે લાગણીઓ બૂંદ બની,
એને જ તો વરસાદ કહીએ છીએ આપણે....
નિશદિન એ આવી ને સજાવે એને શમણે,
વાદળ કાજળઘેરું, વહે લાગણીઓ બૂંદ બની,
એને જ તો વરસાદ કહીએ છીએ આપણે....
પહેરી પ્રીતની હરિયાળી ચૂંદડી ઘેલા કરે કામણે,
હરખાતી ધરા,અંબરને સ્પર્શી બૂંદોને બહાને,
એને જ તો વરસાદ કહીએ છીએ આપણે....
✍️સરગમ **
-Priyanka Chauhan