કરી કતલ સંવેદનાઓનું , એ એમ ચૂપચાપ બેઠા છે,
જાણે આંગળીએ વધેલા નખને , કરી કાપકૂપ બેઠા છે.
ભીતરે સળગે છે અજંપાની હોળી ને તડપી રહ્યું છે મન,
રસ્તે મળ્યા તોય અજાણ્યા હો,એમ સૂમસામ બેઠા છે.
આંગળી આપીશ તો પકડશે પ્હોચું' એવું લાગે છે એમને,
તેથી જ સ્નેહ ને સંવાદથી થઈ પરે, એ ગુમનામ બેઠા છે.
ભૂલી ગયા એ સઘળી કસમો, વચનો ,વાયદા ને વાતો,
ઉજવવી હો દિવાળી એમ, દિલને કરી સાફસૂફ બેઠા છે.
ખળભળાટ કરી રહ્યો છે શૂન્યવકાશ,બની મૌન મિલનમાં,
ને હું વાંચી ન શકું નયન એના,કરી ખોટી ધામધૂમ બેઠા છે.
✍️ સરગમ
-Priyanka Chauhan