પ્રવાસ કરવો છે એમણે સંગાથે અનંતનો,
મિલન હો ક્ષિતિજ જેવું, કેમ કરી જોડાવું?
પ્રણયનાં વચનો તો આપે છે વજ્ર સમાન,
છુપી એમાં દયાની ભીખ,કેમ કરી નિભાવું?
ઝરમર ,હેલી ને ગમતો મને તો ધોધમાર,
તું મૃગજળ વરસાવે,કેમ કરી ભીંજાવું?
જતાવવા મૂલ્ય, સત્યનું ઓઢી આવરણ,
આવે જો અસત્ય, એને કેમ કરી વધાવું?
મૃત્યુ સમ વફાદાર હો તો સ્વીકારી લઉં,
જીવતેજીવત કફન જાતને,કંઈ રીતે ઓઢાવું?
✍️ સરગમ
-Priyanka Chauhan