The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રાર્થના......🙏 "હે ઈશ્વર....., સાવ આવું તે કંઈ કરાય? તારા ભરોસે જે જીવન ચાલે, એને અટકાવાય? માંડ ઉંચે ચઢેલા પતંગની, આમ દોર કપાય? મહેનતથી બનાવેલ માળો, આમ પીંખી નંખાય? કેટલાયની આશ હતો એ, સૌને રઝળાવાય? આંખો માં આંજેલા સપના, આમ ભૂંસી નંખાય? હે પ્રભુ....., બસ એટલું કર કે બધાને લાંબુ જીવાડ અધવચ્ચે પાછા બોલાવી, અધમૂઆને ના માર જીવ અભાગીયો ના રહે, એક જીંદગી પૂરી જીવાડ સપના સૌના પૂરાં કરી, સુખનો સ્પર્શ કરાવ કારણકે..... ૬૦ ની ઉંમર સુધી તો, અહીં બધા બસ દોડે છે રેટરેસ માં ટકી રહેવામાં, જીવન ક્યાં જીવે છે? અણસમજ ને અભાવોમાં, સુખદુઃખ વચ્ચે ઝૂલે છે જીવી લઈશું ૬૦ પછી, એ જ આશ માં ઝૂરે છે ઘોડીયામાંથી ઘૂંટણીયે આવ્યા, ત્યારથી રોજ શીખવાનું છે ફરજીયાત છે બધું જ શીખવું, સ્પર્ધામાં ટકવાનું છે રીતભાત ને સારી મેનર્સ, એટીકેટ્સ શીખવી પડશે ભણીગણીને સારા માર્કસથી કારકિર્દી ઘડવી પડશે રમતગમત કે કલા, કારીગરીમાં બી નિપુણ બનવું પડશે ભણતર ની સાથે સાથે, ટેલેન્ટ પણ હાંસલ કરવું પડશે ખાલી ઈન્ટેલિજન્ટ નહીં, સ્માર્ટ બી બનવું પડશે પદ, પ્રતિષ્ઠા, પૈસા સાથે, નામ મોટું કરવું પડશે ઈચ્છાઓ અને અપેક્ષાઓની, લાંબીલચ વણઝાર છે આગળ લટકતા ગાજર પાછળ, આંધળી ભાગંભાગ છે માંડ ભણવાનું પતશે ત્યાંતો, પગ પર ઉભા થવાનું છે નોકરી ધંધે જોતરાઈને, કમાતા પણ થવાનું છે ત્યાં ટક્યા તો તરત આગળ, ઘરસંસારની શરૂઆત થશે માંડ સ્વતંત્ર થયાં ત્યાં તો, જવાબદારીનો ભાર હશે બેમાંથી ત્રણ-ચાર થવાથી, અપેક્ષાઓ વધતી રહેશે માબાપની આકાંક્ષાઓ ને મોઘવારી ડસતી રહેશે પરિવાર ને સાસરીપક્ષ, વળી મીત્રો પણ વધતાં જાશે ઘર, સમાજ ને વ્યવસાય, એમ ત્રિભેટે અથડાવાશે ખુદનાં ઘરના સપના સાથે, સંતાનોને ભણાવવાના ગુજરાનની સાથેસાથે, મોજશોખ પણ પાલવાના ખુદ ને ખાતર નહીં, હવે બસ ઘર માટે જીવાય છે શોખ ક્યાંથી પોતીકા, બસ છોકરાઓના પોષાય છે વધતી ઉંમર સાથે હવે, સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું ખાવા પર રીસ્ટ્રીક્શન સાથે, દુઃખ ને દર્દ વધી રહ્યું ધોળા વાળની સાથે હવે, બેતાલાની ભેટ મળશે બી.પી., સુગર, કોલેસ્ટ્રોલ સાથે દાંતની ટ્રીટમેન્ટ વધશે છોકરાઓને સેટલ કરીને, આપણે લીલાલહેર હશે ત્યાં સુધી બસ દોડી લઈએ, પછીથી સુખચેન હશે ૬૦ એ રીટાયર્ડ થઈને, આપણે બસ નિરાંત હશે એ પછી ક્યાં નથી જીવાતું? પૈસાની પણ હાંશ હશે સુખને કાલ પર ઠેલી, દિવાસ્વપ્ન માં રાચે છે ભૂત-ભવિષ્યમાં જીવી, વર્તમાનથી ભાગે છે." ---મોક્ષેશ શાહ...
પ્રસ્તુત છે મારી પ્રથમ ગુજરાતી માઇક્રોફિક્શન / લઘુકથા: "પિતા - પહેલો પુરુષ એકવચન" હું અને બબીતા. ઘરે પતિ-પત્ની અને એક જ સ્કૂલમાં સહશિક્ષક. બંને જગ્યાએ હું ગણિત શિખવાડું અને તે ભાષા. અમારા મધુર સંબંધોમાં, ભાષા એ ગણિત પર ભારે પડે અને કદાચ એટલેજ, તે અતૂટ વિશ્ર્વાસ પર ટકેલા. અમારી સ્કૂલમાં એક નિયમ. મોબાઈલ ક્લાસમાં લઈ ના જવાય, તેથી બધા શિક્ષકોના મોબાઈલ પ્રિન્સિપાલની ઓફિસમાં રહે. અને તે દિવસે, પિરિયડ પૂરો કરી, અમે બંને જેવા સ્ટાફ રૂમમાં પ્રવેશ્યાં, પટાવાળાએ દોડતા આવી કહ્યું: "તમને બંનેને પ્રિન્સિપાલ જલ્દીથી બોલાવે છે." અચરજ સાથે અમે બંને જેવા પ્રિન્સિપાલની ઓફિસમાં પહોંચ્યા, કે તરતજ તેમણે જણાવ્યું કે: "તમારા દિકરાનો હમણાં જ ફોન હતો. તમારી દિકરી ઘરના દાદર પરથી પડી ગઈ છે અને તેને ખૂબ લોહી નીકળે છે, તો તાત્કાલિક દવાખાને લઈ જવી પડશે. તો તમારા માં થી કોઈ પણ એક જણ ઘરે જઈ શકે છે." આ સાંભળીને અમારા બંનેના મોઢા પર ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ. હું કંઈ બોલું તે પહેલા તો બબીતાએ કહી દીધું કે: "હું જ ઘરે પહોંચું છું. આમપણ તમારે હવે ફ્રી પિરિયડ છે, તો તમે મારો પિરિયડ પ્રોક્સીમાં લઈ લેજો. મારું મન અહીં નહીં લાગે." અને મારા પ્રત્યુત્તરની રાહ જોયા વિના જ તે તો ઘરે જવા નીકળી ગઈ. દિકરી માટેની ચિંતા અને લાગણી મને પણ એટલાંજ, પણ હું ના જઈ શક્યો. મેં મનને મનાવી લીધું કે: "હશે! તે 'માં' છે ને. તેને વધુ લાગણી હોય." મને વિચારોમાં ડૂબેલો જોઈ, પ્રિન્સિપાલે ઘરે દિકરા સાથે વાત કરી લેવાની સલાહ આપી. મેં ફોન જોડ્યો અને હું કશું પૂછું તે પહેલા તો દિકરાએ પૂછી લીધું: "પપ્પા, મમ્મી નીકળી ગઈ ને? બહેન ક્યારની મમ્મી, મમ્મી બબડ્યા કરે છે." અને હું તેને 'હા' સિવાય બીજું કંઈ જ કહી ના શક્યો. આંખો સુધી આવેલા આંસુ, પાંપણોમાં જ સમાવીને હું બબીતા નો પ્રોક્સી પિરિયડ લેવા તરફ વળ્યો. -મોક્ષેશ શાહ.
વન પ્રવેશ એટલે શું? વન એટલે વન-રાજી એટલેકે હરિયાળી, અને હરીયાળું એટલે શુભ. (કદાચ તેથી જ શુભ પ્રસંગોએ ૫૧ રૂ.નો ચાંલ્લો કરવાનો રિવાજ હશે.) વાનપ્રસ્થાશ્રમ એટલે...... - પo વર્ષોની ભેગી થયેલી શુષ્કતાને ત્યજી, હૈયાના હરીયાળા પ્રદેશમાં વિહરવાનો શુભ સમય. - બીજાઓને ખુશ રાખવાના અને પરિવાર માટે જીવવાના બોજને હળવો કરી, મન - રાજી રહે તેવી નિજાનંદની પ્રવૃત્તિઓ તરફ વળવાનું શુભ ચોઘડિયું. - ઇચ્છાઓ અને અપેક્ષાઓ / આકાંક્ષાઓની સૂકી ડાળખીઓની હોળી કરી, તેનાં દિવ્યપ્રકાશથી આત્માને ઉજાળવાનું શુભ નક્ષત્ર. - જવાબદારીઓની જાળમાંથી ધીરે ધીરે છૂટતાં જઈ, પોતાની સાચી આઝાદીનાં સ્વ આકાશમાં મુક્તપંખીની જેમ ઉડાન ભરવાની શુભ તીથી. - ભૌતિક અને સાંસારિક સુખના આભાસી રણમાંથી બહાર આવી, શાશ્ર્વત સુખના લીલાછમ વૃંદાવનમાં મંગલ પ્રવેશની શુભ ઘડી. - કૃત્રિમતા થી કુદરતી અને બાહ્ય થી અંદરની તરફની યાત્રા પ્રયાણનો અનેરો અવસર. - શારીરીક સૌંદર્યને બદલે આંતરિક સૌંદર્યને પોંખવાની અલૌકિક પળ. ધર કે સંસારને છોડવાનું નથી પરંતુ, સ્નેહભરી લીલી લાગણીઓથી ધરને જ નંદનવનની જેમ મહેકાવવાનું છે. અડધી સદીની જીવન યાત્રા તો પૂર્ણ થઈ, હવે 'સ્વ' ની ઓળખ કરતાં કરતાં, પરમને પામવા માટે ના પથ તરફ ડાયવર્ઝન લેવાનું છે. ઈચ્છાઓને કે મનને મારવાનું નથી, પણ ઉંમરના પડાવને અનુરૂપ, મનગમતી પ્રવૃત્તિઓ દ્વારા જીવનને હર્યુભર્યુ બનાવવાનું છે, મનને પ્રફુલ્લિત રાખવાનું છે. આશા છે કે તમે વાનપ્રસ્થાશ્રમની એક એક ક્ષણ ને ખીલવી, તમારા જીવનને બાગ-બાગ કરી શકશો... - મોક્ષેશ શાહ.
#Kavyotsav -2 એક હાસ્ય રચના..... અણગમતા નિર્ણયો લઈને, ફીડબેક પૂછે બોસ, હસતા મોઢે, યસ સર કહેવું, અઘરું છે ભાઈ હોં... ચોંટડુક ને કસમયના, મહેમાન ઘરે જો આવે, ખુલ્લા દિલથી આવકારવા, અઘરું છે ભાઈ હોં... વાતોડીયા ને પંચાતિયા, કોઈ મળી જાય રસ્તામાં, સામેથી એમને બોલાવવા, અઘરું છે ભાઈ હોં... મેકઅપ ના ઠઠેડા કરી, રીવ્યુ માંગે ગર્લફ્રેન્ડ, રાજીખુશીથી, કોમ્પલીમેન્ટ કરવું, અઘરું છે ભાઈ હોં... નીતનવા કપડાં પહેરીને, પૂછે આપણને પત્ની, ખુશ થઈને, ખૂબ વખાણવું, અઘરું છે ભાઈ હોં... આડીઅવળી વાનગી શીખી, પ્રયોગ કરે જો પત્ની, મીઠ્ઠા મોઢે, ટેસ્ટી કહેવું, અઘરું છે ભાઈ હોં... ક્રોધિત થઈને, ઉંચા અવાજે, ઝઘડે જયારે પત્ની, શાંત મિજાજે, સોરી કહેવું, અઘરું છે ભાઈ હોં... ખોટી વાતે, જીદે ચઢીને, રીસાય જ્યારે પત્ની, મન મારીને, એને મનાવવી, અઘરું છે ભાઈ હોં... --- મોક્ષેશ શાહ. ???
#KAVYOTSAV -2 આંદામાન ના શાંત, કુદરતી વાતાવરણ માં સહજ રચાયેલી પ્રેરક રચના: મારા પરિવારના અમે સભ્યો ચાર, ફરી આવ્યા આંદામાન-નિકોબાર હું, પત્ની, દીકરી અને દીકરો, ખૂબ મઝા કરી, છોડી સૌ ફિકરો એક દિ ત્યાંના રમણીય ટાપુ વચાળ, દીકરી ના મનમાં એક ઉદભવ્યો વિચાર કહે મને પપ્પા, આપો એક ઉત્તર, આ ટાપુ છે જેમાં, એ કયો સમુદ્ર? દિકરો છે તેઝ, કહે બંગાળ ની ખાડી, પણ દિકરી ની વાતે, મનમાં ઉત્પાત્ત મચાવી ભૂગોળ ની દ્રષ્ટિએ દિકરો હતો સાચો, પણ પાણી આ ક્યાંનું એ કેવી રીતે માપો? ગડમથલ માં હું પહોંચ્યો દરિયા કિનારે, મનની અશાંતિ, દિલમાં તરંગો જગાવે જોઈ મારા હાલ, સૌ માછલી થઈ ભેગી, આવી મારી પાસે, મને સાચી વાત કહેતી હિંદ મહાસાગર કે બંગાળ ની ખાડી, શું ફરક પડશે, સૌના ખારા છે પાણી જળ એજ જીવન, ને સંતોષ નું સુખ, રહીએ અહીં કે ત્યાં, ના અમને કોઈ દુઃખ ના કોઇ પાસપોર્ટ, ના જોઈએ વીઝા, જળચર ના જીવ, ના પૈસા ના ખીસ્સા ના કોઈ ઈચ્છા, નથી કોઈ ટેન્શન, જલસા ની જીંદગી, નથી ડિપ્રેશન વાત એમની સાંભળી, ના રહ્યા કોઈ સવાલ વ્યાપી નીરવ શાંતિ કેમકે જડી ગ્યો જવાબ અદ્દભુત આ કુદરત, ને અમૂલ્ય છે ધરતી, બાદબાકી ને ભાગાકાર માં ના વેડફાય આ સૃષ્ટિ. પૃથ્વી છે ગોળ, ના એને કોઈ ખૂણા, પરમ નિરાકારની દ્રષ્ટિમાં ના ઉતરીએ ઊણા. -----મોક્ષેશ શાહ ??
આજે રેડીયો પર માટી, રેતી અને ધૂળ વચ્ચેના તફાવત વિશે પ્રશ્ર્ન પૂછાયો, અને શરૂ થઈ આ વિચારો ની હારમાળા...... માટી એટલે ચીકણી.... તે પોતે તો ચોંટી જ જાય, તેની સાથે જે ભળે તેને પણ ચોંટાડી દે. મારે મન માટી એટલે સ્ત્રીતત્વ. તમે સીધું જ માટી નું ઘર બનાવી શકો કે પછી ઘર બનાવવા જરૂરી ઈંટો પણ તો તેમાં થી જ બને. માટી માં થી માટલું, કોડીયું, વિવિધ પ્રકારના વાસણો, એમ ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય. આમ માટીનું તો કામ જ બાંધી રાખવાનું અને તેને ઘડનાર ની મરજી મુજબ, કંઈક બની જવાનું. માટી એટલે ફળદ્રુપતા. ઉપજાઉ. તેમાં પડેલા એક બીજ ને ઉગાડી જાણે. અને માટીની સુગંધ.... આહા.... કેટલી આહ્લાદક....તમારા મનને મોહી ના લે તો જ નવાઈ... જ્યારે રેતી એટલે સમય ની જેમ સરકી જવું..... ટેકનિકલી, રેતી એટલે પથ્થર નું સૌથી નાનું સ્વરૂપ. નદી અને સમુદ્ર ના પાણી ની પછડાટ ખાઈ-ખાઈને, અડગ, સખત એવા પથ્થર, ભાંગી જઈને તેનું જે છેલ્લું સ્વરૂપ બને તે રેતી. મારા માટે રેતી એટલે પુરુષતત્વ. એકદમ રેતાળ. ના પાણીમાં ભળે કે ન તો તે ઓગળી શકે... હા, ઘર બનાવવા માટે જરૂરી, પરંતુ સીમેન્ટ વગર કોઈ કામની નહીં. ચોંટાડી રાખે તેવી કોઈક વસ્તુ તેમાં મેળવવી જ પડે. પણ એકવાર ભળી ગયા પછી, તેના જેટલી મજબૂતાઈ બીજું કશું જ ના આપી શકે. તે પોતે ના બંધાય કે ના એક જગ્યાએ સ્થીર રહી શકે...ના તો ઉપજાઉ કે ન તેની કોઈ સુગંધ, તો પણ તેના વગર મજબૂત બાંધકામ અધૂરું જ ગણાય... અને ધૂળ એટલે ઉડવું... તે માટીની હોય કે રેતી ની પણ હોઈ શકે. ધૂળ એટલે માટી અને રેતી નું બાળસ્વરૂપ. ચારે તરફ ઉડી ને આસપાસ ની બધી જ વસ્તુ ને પોતાનામય બનાવી દે તે ધૂળ... આંખ માં જાય તો ખૂંચે અને સ્વચ્છતા ના આગ્રહી લોકો માટે સૌથી મોટી દુશ્મન.... બોલો, તમને શું લાગે છે? ???
નિવ્રુત્તી એટલે, જીવન નિરવાહ ખાતર થઈ, પૈસા કમાવા માટે, પરાણે કરવી પડતી નોકરી છોડી, પૈસા માટે નહીં પણ મનને ગમે એવા કામમાં પ્રવૃત્ત થવું તે. બીઝી રહેવા ના નામે પૈસા પાછળ દોટ મુકતા લોકો પોતાની જાતને જ છેતરતા હોય છે... વાનપ્રસ્થાશ્રમ એટલે વનમાં જતાં રહેવાનું એવું નહીં પણ પોતાની જાત સાથે વધુ સમય ફાળવી, અંદર ની તરફ પ્રયાણ કરવું તે.
# પ્રશ્ર્ન-વિચાર: ઘરકામ અને રસોઈકામમાં પોતાની દીકરી ને મદદ કરે, તેવી જમાઈ પાસેથી અપેક્ષા રાખનાર માં, તેના દીકરા ને ભવિષ્યમાં આવી જવાબદારી નીભાવવા, તૈયાર કરતી હશે ખરી??? --- મોક્ષેશ શાહ
If we use 2-wheeler instead of 4-wheeler vehicles, for our daily commutation in the cities, then: 1. Traffic density of road decreases, 2. Fuel consumption decreases and thereby pollution decreases and burden on pocket decreases, 3. Time to reach destination decreases, 4. Parking issues/problem decreases. All these leads to improve comfort level of citizens and helps to make better society. It also helps to improve economic condition of the nation by way of reduced import of crude. All the learned citizens of our country, already knows this. However, it is the high time to take it seriously and implement it immediately. Note: If we use bicycle or walk instead of 2-wheelers, all the above advantages get multiplied by 2 to 3 times. We have to do it by ourselves. Let's make life better.
ઈશ્વરે ફક્ત સ્ત્રીઓને માતા બનવાનું સુખ પ્રદાન કર્યું અને એના ભાગરુપે ફક્ત સ્ત્રીઓ માટે જ, માસિક ધર્મ ની રચના પણ કરી, તો શું ઈશ્વર 'રેસિસ્ટ' / ભેદભાવ કર્તા ના ગણાય? આપ શું કહેશો???
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser