The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
નથી આપી કોઈને લાગણી, છતાં ફસાયો છું, હૈયે બેહદ દર્દ છે, તો પણ આજ રોકાયો છું. ત્યાં થોડી માટીને આમ-તેમ કરીને જોઈ લેજો, આપના ઘરની બહાર કબર બની દફનાયો છું. જોયા સૌએ પોતાના નફા, લીધું સૌએ વ્યાજ, 'દુશ્મન' હું થયો તારોને તારાથી જ હણાયો છું. વાત મારી સાંભળીને સો ઠેકાણે મહેફિલ જામી, એ મહેફિલે મારા વિરોધીઓમાં હું સવાયો છું. નથી વિશ્વાસ મને બેદર્દ પ્રેમ શબ્દ ઉપર નક્કી, દુનિયાએ સો સારા કામ કરતાંય હું વગોવાયો છું. © મયુર રાઠોડ 'દુશ્મન' -mayur rathod
માનવજાતને 'હું' કરતા દૂર કાઢી શકું તોય ઘણું છે, માનવ મનનો અહંકાર 'હું' તોડી શકું તોય ઘણું છે. હો બદલતી દુનિયા સમક્ષ તું એમ ના બદલા તો, સમાજ સાથ રહી સમાજને પામી શકું તોય ઘણું છે. માનવતાને જીવાડવા કર તું ધર્મ-અધર્મના કામો, ભૂલ થતા દુનિયા 'હું' સમક્ષ નમી શકું તોય ઘણું છે. વેર, વ્યાજ,ઈર્ષા કે નિંદાની ખોટી વાવણી ના કર તું, અતિતને પામવા અતિતે ભાગી શકું તોય ઘણું છે. જીવી રહ્યા છે, સૌ એકબીજાને પછાડવા કેમ? જરૂર જણાતા 'હું' કોઈને મળી શકું તોય ઘણું છે. થયા છે ક્રૂર, કપટીને કામવાસના ના સૌ ભોગીઓ, આજ 'દુશ્મન' બની કોઈને ઉગારી શકું તોય ઘણું છે. © મયુર રાઠોડ 'દુશ્મન'
ભૂલ કરું તો મને ખિજાતી મારી બેના, રિસાવ દુનિયાથી તો મનાવતી મારી બેના. મારા ક્વચિત મનના સો ઠેકાણા શોધે એ, પોતે રડી મને કાયમ હસાવતી મારી બેના. કષ્ટદાયી જીવનના હરેક કસ્ટ હણનારી, વિઘ્ન સમયે આવીને બચાવનારી મારી બેના. ક્યારેક તો મારી ભૂલને લીધે એ માર વેઠે, પક્ષ મારો ખેંચી સૌને બેસાડતી મારી બેના. આવતાં-જતાં અંગુલી મારી ગ્રહીને ધપતી, નિર્દયી ગુસ્સોએ એકજ સહેતી મારી બેના. જાય શ્વસુરગૃહે કાયમ મને વળગીને રહે, સર્વસ્વ હારીને મને જીતાડનારી મારી બેના. © મયુર રાઠોડ 'દુશ્મન' -mayur rathod
મારો પડછાયો મને મળી ગયો, રહ્યો હું ઉભો તો એ કળી ગયો. આશા કેમ મારી નઠારી નીવડી? તારી ખોજમાં ભીતર ભળી ગયો. સાંભળ, ના આપ ખોટા દિલાસા, આવે દુઃખ તુજને હું ગળી ગયો. આપવા મને માત કેમ મથ્યા કરે? છે વિશ્વાસ કે હું તારો બની ગયો. હો ઇચ્છાઓ કેટકેટલી ઘૂઘવાશે? મળે જો વચ માર્ગે, હું ફળી ગયો. એકાંતે રહેવાની ટેવ છે કાયમની, આવે મુજ ઘરે, હૈયે પ્રવેશી ગયો. જીવી રહ્યો છું જીવંતે, રસહીન! 'દુશ્મન' પોતે પ્રગટી બળી ગયો. © મયુર રાઠોડ 'દુશ્મન' -mayur rathod
થાય મૃત્યુ જો અકાળે, એક ચિત્ત થઇ નિખરજે મને, અકબંધ હશે પ્રણયની વાતો નેહ, શાંતિથી પરખજે મને. સૂતો 'દુશ્મન' અનંત ઊંઘે કાયમનો ઉભો ન થવાનો હો, કરીશ પ્રતિક્ષા હું ક્ષિતિજે નિઃસંદેહ, આવી પામજે મને. જરૂર છે આ અવસરની, કોઈ સાથ વગરનો સાથી મળે! કર્યો નથી કોઈ સંગાથ વિશ્વાસઘાત, માણી સમજજે મને. અંત કર્યો જિંદગીનો તારા નયનની સામે હંમેશનો હો, બળી રાખ થયો દેહ! તારી ચાહના રાખી, વિસરજે મને. પાપી-નિર્દયી દુનિયા શું 'દુશ્મન' ને યાદ કરીકરી હણશે? પામી મને પ્રેમ ફતેહ કરે, હર ક્ષણ આવે એવી વરજે મને. © મયુર રાઠોડ 'દુશ્મન' -mayur rathod
અનરાધાર હેલી પછીનો આજ ઉઘાડ છે, આતો તો નિર્દોષ હાસ્યની મીઠી વાડ છે. વિચારો, વાતોને વાણા આમ વીતી જશે, સામે દેખાવ તમે વહે આસુંડાની ધાર છે. હસવું કઈ રીતે? મને નથી આવડતું! શીખવ, વાતવાતમાં તું હસાવે, મારી દુઃખતી નાડ છે. 'દુશ્મન' જીવન જીવાડશે તને તારા ભરોસે, પોતે રડીને બીજાને હસાવે તું એજ પાડ છે. તારી જિંદગીમાં કેટલા આવ્યા? કેટલા ગયા? રોકાયા એમને સાચવી રાખએ તારી રાડ છે. © મયુર રાઠોડ 'દુશ્મન' -mayur rathod
છે જોકર પછી ભલેને દુનિયા સમક્ષ હસતો હોય, ક્યારેક એ પણ ભીતર એકલો-એકલો રડતો હોય. સમજી એની મજબૂરી આજ સુધી, કોઈએ બોલો? એકલ જાત સાથે એ એકલો લડતોને મરતો હોય. શું છે એની વેદના? શું છે એની વ્યથા કોઈએ સમજી! હૈયે દરરોજ દાજતો, મુખડેએ કાયમ હસતો હોય. છુપાવા લાગ્યો એ, એનું દર્દ એમ કેમ છુપાવે બોલો? ધીમેધીમે લાગે છે એવું કે જગથી દૂર એ ખસતો હોય. માર ખાઈને, પીડા વેઠીને, વિચારો મારીને, ક્યાં જાય! લાગે એવું એ રોજ થોડીથોડી લાગણી હણતો હોય. © મયુર રાઠોડ 'દુશ્મન' -mayur rathod
થાય તુજ વિવાહ, ને વનવાસ થાય મારી ભીતર, નેહ તું દૂર થાય મારાથી શ્વાસ ખૂટે મારી ભીતર. વાતોને વિચારો, સાંજ પડતા આવે મારી ભીતર, અર્થનો અનર્થ થાય, ઘાવ પીડાય મારી ભીતર. આનંદ, ખુશી, વ્યથા છેવટે તો દિ' રળિયામણો, કેટલું વર્ણન તમારું? મન ભાવ હણાય મારી ભીતર. સખી તમે ખાસ હો કે ના હો, આવો દરરોજ સમણે, તમારી યાદોની વાતો ધામ બની પૂજાય મારી ભીતર, આજ સુધીનો અનેરો અનહદ ઇતિહાસ દેખાય બોલો! ઓછું બોલું, વધુ લખું, તખલ્લુસ નામ તમે મારી ભીતર. લોક ઉપયોગી બને કવિતા-ગઝલો કરો પ્રાર્થના કરો, યાદ રહેશો તમે જિંદગીભર, તમે રામ બની મારી ભીતર. રામ તમારા, દાદા અમારા, ગામ તમારું, તમે અમારા, ભરાય છે છલકાતો જાય છે જામ આજ મારી ભીતર. © મયુર રાઠોડ 'દુશ્મન' -mayur rathod
હું કરું છું પ્રેમ, સૌનો એ વ્હેમ છે, કોઈને પૂછો, 'દુશ્મન' આજ કેમ છે?, મલકાય ભલે આભે ચડેલ ચાંદલિયો, માણી જોવો આજ શશીનો તેજ નેમ છે, જીવ્યા કરું છું કાયમ તારી યાચનને આધારે, જિંદગી આ હવે થોડીધણી વધી હેમખેમ છે, સમણે આવી તમે કાયમ વસી જાવ છો, દૂર-દૂરથી તમને માણુંએ મારો પ્રેમ છે, જિંદગીમાં આવે કેટકેટલા મુકામ ખબર? હો મળી જે જિંદગીએ બાકી તો એમ છે, પ્રણય થઈ ગયો આજ કાયમનો આબાદ, સાચે જ 'દુશ્મન' તારે તો દાદાની મેર છે. © મયુર રાઠોડ 'દુશ્મન' -mayur rathod
ગમે તે કરી રસ્તો મારો કરી દે, સબંધ તારો મારા સાથ જોડી દે, મસ્ત મગન થઈ જીવીશું જિંદગી, મનમાં રહેલો તારો ભ્રમ છોડી દે, ભલે આવે તડકા-છાંયા વિપત્તિના, મુજ અંધકારમાં પ્રકાશ ફેલાવી દે, માગવું હોય એ તું જરૂર માંગી લે, આવી મારા બાગના ફૂલ મહેકાવી દે, જરૂર થશે મિલન આપણું 'દુશ્મન', હોય જો હૈયે કઈ વાત તો બોલી દે. © મયુર રાઠોડ 'દુશ્મન' -mayur rathod
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser