ગમે તે કરી રસ્તો મારો કરી દે,
સબંધ તારો મારા સાથ જોડી દે,
મસ્ત મગન થઈ જીવીશું જિંદગી,
મનમાં રહેલો તારો ભ્રમ છોડી દે,
ભલે આવે તડકા-છાંયા વિપત્તિના,
મુજ અંધકારમાં પ્રકાશ ફેલાવી દે,
માગવું હોય એ તું જરૂર માંગી લે,
આવી મારા બાગના ફૂલ મહેકાવી દે,
જરૂર થશે મિલન આપણું 'દુશ્મન',
હોય જો હૈયે કઈ વાત તો બોલી દે.
© મયુર રાઠોડ 'દુશ્મન'
-mayur rathod