The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
🙏જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. "ઝરણું જેટલુ ચોખ્ખું, પાણી તેટલુ સારુ.. વ્યહવાર જેટલો ચોખ્ખો, જીવન સરળ અને વધારે સારુ.. " જીવન સરળ અને સફળ બનાવા માટે તંદુરસ્તી, કાર્યક્ષમતા, રમુજી વૃત્તિ, બળવાન ચારિત્ર્ય, સાહસિકતા અને વિશેષ કામ કરવા ની વૃત્તિ ની જરૂર પડે છે. આપણા જીવન માં પ્રતિ દિન ગુણો નો વધુ ને વધુ વિકાસ કરીશુ, નાના નાના પરિવર્તન દ્વારા ઉત્સાહ વધારીશું અને નાના નાના લક્ષ્યાંકો સિદ્ધ કરી વિજય હાંસલ કરતા જઈશું,તો ચોક્કસ સફળતા હાંસલ કરી શકીશું. જેણે પુરુષાર્થ દ્વારા સફળતા હાંસલ કરી છે. તેઓ ની બીજા થી વિશેષ વિચારવા ની રીત, અલગ રીતે કામ કરવા ની આવડત અને નાની નાની વસ્તુ માં ધ્યાન અને પરફેક્શન હોય છે. કલ્પેશ ત્રિવેદી ના 🙏🌹
🙏જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. જયારે જયારે કુદરતી આપતિ ઉભી થઈ છે ત્યારે સેવાકીય વ્યક્તિઓ, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ સેવા નો ભેખ ધારણ કરી સેવા કરવા માટે નીકળી પડે છે. સારા ખોટા સમય માં એક બીજા પ્રત્યે સદભાવના રાખવી તે આપણી માનવ સંસ્કૃતિ છે. તેમાં માણસાઈ ના દિવા પ્રજવલીત થઈ પ્રકાશ પાથરતા જોઈ શકાય છે. માત્ર આપત્તિકાળ નહી પરંતુ નિત્ય ક્રમ માં પણ પરોપકાર ના નાના મોટા કામ કરી, જાણીતી કે અજાણી વ્યક્તિ ના ચહેરા ઉપર સ્મિત લાવી, તેમના ચહેરા માં આશા અને ઉમંગ ની ચમક આપી, અજાણ્યા વ્યક્તિ જોડે પ્રેમ ભર્યા બે શબ્દો બોલી માણસાઈ ની જ્યોત દરરોજ પ્રજવલીત રાખી શકાય છે. કલ્પેશ ત્રિવેદી ના 🙏🌹
🙏જય ગુરુદેવ.જય શ્રી કૃષ્ણ સમય ની રફ્તાર માં ચાલતા માનવી ની આજ દેખાય છે. સફળતા પામેલ વ્યક્તિ ની ગઈકાલ જોઈ સકાતી નથી એટલે તેની કેવી સરસ ટીકા કરી શકાય છે. સફળતા પ્રાપ્ત કર્યા પછી આપણા જોડે થી દરેક વ્યક્તિ ની અપેક્ષા વધી જાય છે. પૈસા, પાવર, પ્રતિષ્ઠા બધુ હોવા છતાં સમય બળવાન હોય છે. પ્રયત્ન કરવા છતા સફળ થયેલ વ્યક્તિ બીજા ની અપેક્ષા સંતોષી શકતો નથી માટે તેના માથે નિષ્ફળતા નું, નકામો છે, બોગસીયો છે તેવુ બિરુદ આપવા માં આવે છે. લોકો માં જે ખરાબ છે તે શોધવા ની જગ્યા એ તેનામાં ઉત્તમ અને શ્રેષ્ઠ શું છે તે શોધો. યાદ રાખો અવિવેકી,અપ્રમાણિક, ભ્રસ્ટાચારી, લુચ્ચા કરતા સારા માણસો ની સંખ્યા વધારે છે. માટે માણસ બનવા પોતાની અંદર રહેલા સારા તત્વ ને શોધો અને સફળતા પ્રાપ્ત કરો. કલ્પેશ ત્રિવેદી ના 🙏🌹
"શું હું માણસ બની શકુ" દેવ હોય કે દાનવ બધા ને બનવુ હોય માનવ. માનવ જન્મ લેવો સહેલો છે. માનવ બન્યા પછી પરીક્ષા છે માણસ બનવા ની. પોતાના અંગત સ્વાર્થ માટે સ્વાર્થી બની શકુ, લુચ્ચાઈ કરી બીજા ને છેતરી શકુ, રૂપિયા ની માયા માં કાળાબાઝાર, ડુપ્લીકેટ દવાઓ વિગેરે દ્વારા માનવ ને તન.. મન.. ધન થી મારી શકુ, ભ્રસ્ટાચારી બની દેશ ના અર્થ તંત્ર ને ખોખલુ કરી શકુ... હું માનવ બની ને કેટલા બધા ખેલ કરી શકુ! ત્યારે પ્રશ્ન થાય કે "માનવ બની ને શું હું માણસ બની શકુ " હા ખરેખર ધારુ તો માણસ બની ફારશ કરવા ની જગ્યા એ ફાનસ રૂપી પ્રકાશ આપી પથદર્શક બની શકુ. :કાલ થી એક નવા ટોપિક સાથે મળીશું : જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. શુભ રાત્રી. 🙏🌹 કલ્પેશ ત્રિવેદી ના પ્રણામ.
🙏🌹
Dt.27.8.20. ગુરુવાર. ***આજ નો મંત્ર*** :::V:વિશ્વાસ ::: આજે આજ ના મંત્ર ને અહીં અલ્પવિરામ આપુ છુ.થોડીક રજુવાત પણ છે. મેં મારા ત્રણ ગુરુ બનાવ્યા છે. પૂ. રામશર્મા આચાર્યજી. પૂ સાંઈબાબા.પૂ. હનુમાનજી દાદા.મારા જીવન ના માર્ગદર્શક છે. મને આ લેખન કરવા પ્રેરણા આપી નિમિત્ત બનાવ્યો છે તેવા ગુરુજન અને માતા પિતા ના ચરણો માં વંદન સાથે અર્પણ કરુ છુ. પૂજ્ય ગુરુજી, પાંડુરંગ આઠવલેજી, જીતેન્દ્ર અઢિયા નુ 'પ્રેરણા નું ઝરણું', રોબિન શર્મા નું 'તમારા મૃત્યુ પર કોણ આંસુ સારશે?' વિગેરે પુસ્તકો નું વાંચન અને પૂ. જ્ઞાન વત્સલ સ્વામી ના પ્રવચન અને જયભાઈ વસાવડા ના મોટિવેશન ના પ્રવચન નું શ્રવણ કંઈક લખવા ની પ્રેરણા જાગૃત કરી ગઈ. આ લખાણ માં આપ સૌ એ સહકાર આપ્યો આપ સૌનો આભાર. આ સમગ્ર લખાણ ના અંતે અંગ્રેજી માં ટુંકાણ માં પુરી રજુવાત કરનાર મારા ભાઈ ભાવિન નો ખુબ ખુબ આભાર. મને પ્રોત્સાહિત કરનાર મુક્તજીવન વિધાલય ના Ex. પ્રિન્સિપાલ લતાભાભી અને મારી ભત્રીજી દિશા જેનો ભાષા નો મહાવરો છે તેનો ખુબ આભાર. *આજ નો મંત્ર *લખી મારે કોઈને સલાહ આપવી તે ઉદેશ્ય નથી. મારા જીવન માં ધ્યાન અને વાંચન દ્વારા જે ભાથુ હાંસલ થયું છે તે આપ સૌ માં ટુંકા લખાણ માં વહેંચવા નો પ્રયાસ કર્યો છે. *આજ નો મંત્ર * V: વિશ્વાસ માતા - પિતા - ગુરુ માં સંપૂર્ણ મુકો. સમાજ નો સળગતો પ્રશ્ન છે વિશ્વાસ કોણા માં મુકવો? વ્યક્તિ જેવી પાત્રતા વિકસિત કરે છે તેવુ તેનુ વર્તુળ બને છે. સર્વે કરશો તો સમાજ માં 80% વિશ્વાસ મુકી શકાય તેવા વ્યક્તિ છે. 10%સમય અને સંજોગો ને આધીન વિશ્વાસઘાત કરે છે. 10% ગઠિયા લોકો વિશ્વાસઘાત કરવામાં અને ઠગ વિદ્યા માં પ્રવીણ છે. તેમના કારણે 80% ને સહન કરવુ પડે છે. માતા - પિતા - ગુરુ . આ ત્રણ પાત્ર એવા છે, જેમનો પ્રેમ નિશ્વાર્થ છે. જો કોઈ વ્યક્તિ માં વિશ્વાસ ના હોય તો આ ત્રણ માં ચોક્કસ મુકજો તે કોઈનું ખોટુ કરતા નથી, થવા દેતા નથી. *GOD has a reason for allowing the things to happen. We may never understand his Wisdom, But we simply have to TRUST his will* *Keep Trusting GOD. He is always in control even when your circumstances may seem out of control* જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. શુભ પ્રભાત. 🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏
Dt. 26.8.20. બુધવાર. ** આજ નો મંત્ર** V: વિકાસ કરતા રહો. હિન્દુ સંસ્કૃતિ માં શ્રી 1! લખી વર્ષ ની શરૂવાત કરવા માં આવે છે. આનો અર્થ હે ભગવાન આજ થી શરૂ થતા વર્ષ માં મને આગળ ના વર્ષ કરતા સવાયુ પ્રાપ્ત થાય. ડબલ કે તબલ કેમ નહી? ચોક્કસ નસીબ યારી આપતી હોય તો ક્યારેક થઈ શકે. આપણા જીવન ની યાત્રા માં જો સવાયા થી વિકાસ થતો રહે તો તે સુચી શ્રીમંતાઈ પ્રાપ્ત કરાવે છે. વ્યક્તિ માં આડી લાઈન, દેખાડા, અહંકાર, લોભ, સ્વાર્થ વૃત્તિ વિગેરે ઓછા આવે છે. જીવન માં પ્રગતિ - સફળતા - વિકાસ પ્રાપ્ત કરવા માટે જુદુ વિચારો - ઉંચુ વિચારો. કુદરતે માત્ર મનુષ્ય નેજ વિચાર શક્તિ આપેલી છે. જ્યાં સુધી આપણું અસ્તિત્વ છે ત્યાં સુધી વિચારી શકીયે છીએ. પૃથ્વી ઉપર ની સુખ સગવડો થી શરૂ થઈ ચન્દ્ર અને મંગળ સુધી ની સફર માનવ જીવન ના વિકાસ ની ઉપલબ્ધી છે. આજે પોતાના નજીવા નાણાંકીય સ્વાર્થ માટે અમુક વ્યક્તિ માનવજીવન ની પ્રાપ્ત થતી પ્રાથમિક જરૂરિયાત માં ભ્રષ્ટાચાર નો ભોરિંગ નાખી ક્ષણિક સુખ હાંસલ કરી શકે છે. પરંતુ તે સમયે તેને વિચાર નથી આવતો કુદરત તેની અને તેના વારસદારો પાસે થી વસુલ કરશે. જયારે જીવન માં કુદરતે આપણું જે કાર્ય કરવા માટે નિર્માણ કર્યુ છે તેમાં આપણી ક્ષમતા નો નીતિમતા અને પ્રામાણિકતા સાથે શ્રેષ્ઠ કાર્ય કરી સમાજજીવન ના વિકાસ માં પોતાનો ફાળો આપવો જોઈએ. આપણે ઉંચા પર્વતો ઉપર વિજય મેળવ્યો હવે પોતાના ઉપર વિજય મેળવવા નો છે, ઉંચી ઈમારતો બનાવી શક્યા છે હવે પોતાના ક્રોધ ઉપર કાબુ મેળવવા નો છે, ભૌતિક સુખ સાહ્યબી ખુબ પ્રાપ્ત કરી રહ્યા છીએ પણ અંતર નું સુખ ઓછુ પ્રાપ્ત કરી રહ્યા છીએ, જ્ઞાન અને બુદ્ધિ નો ખુબ વિકાસ થઈ રહ્યો છે પરંતુ જીવન માં ખાલીપો લાગે છે. આપણે દૂર ની યાત્રા કરી શકીયે છીએ પરંતુ પાડોસી ને નથી મળી શકતા. શા માટે? આનો ઉત્તર શોધવા ની જરૂર છે. સાચો ઉત્તર મળી જશે તો જીવન વિકાસ માં, આધ્યાત્મિક વિકાસ માં ખુબ આગળ વધી શકીશુ. આપણું જીવન એ એક નાનકડી મીણબત્તી નથી. પરંતુ તે ભવ્ય મશાલ છે. સચ્ચાઈ, ઈમાનદારી, પ્રમાણિકતા, નીતિમતા, પરિશ્રમ, પુરુષાર્થ અને આપણા માં રહેલી શ્રેષ્ઠ ક્ષમતા દ્વારા આ મશાલ નો પ્રકાશ આપણી ભાવી પેઢી ને સોંપવા નો છે અને વિકાસ ની ગતિ ને તેજ અને શ્રેષ્ઠ બનાવા ની છે. *Life is Growth. If we stop growing, technically and spiritually, we are as good as dead* Refer to Reliance industries Punch line-slogan, *Reliance Industries... Where Growth is tradition* જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. શુભ પ્રભાત. 🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏
Dt. 25.8.20. મંગળવાર. *આજ નો મંત્ર * V:વાસ્તવિકતા નો વર્તમાન માં સ્વીકાર. મિત્રો હું અને તમે આજે જે સમય પસાર કરી રહ્યા છે. જે વિશ્વ ની કોઈપણ વ્યક્તિ ને પસંદ નથી. છતા આવેલી આ આફત ને સ્વીકારી વાસ્તવિકતા સાથે જીવન જીવવા નું મન મનાવી લીધુ છે. આજ જીવન ની કરૂણતા અને વાસ્તવિકતા છે. અત્યારે TV યુગ અને પિક્ચરો માં જે પડદા ઉપર જાહોજલાલી જોવા મળે છે. તે આભાસી દુનિયા ને જોઈ લોકો સ્વપ્ન ની દુનિયા માં જીવવા લાગે છે. તેમાં કલાકારો ને મળતી સફળતા જ દેખાય છે. આપણ ને હંમેશા સફળતા પામેલી વ્યક્તિ ની આજ દેખાય છે. પરંતુ તે લેવલે પહોંચવા તેણે પોતાના પરિવાર સાથે, પોતાના જીવન સાથે કરેલુ કોમ્પ્રોમાઇઝ તેણે કરેલો પરિશ્રમ - પુરુષાર્થ દેખાતો નથી. જીવન માં સફળ થવા મહેનત કરો. સફળતા પ્રાપ્ત કરવા કામ કરતા પહેલા, કામ કરતા કરતા, કામ પુરુ કર્યા બાદ શુ પરિણામ આવી શકે તે વિચારો, અને તેના માટે પોતાની આવડત અને બુદ્ધિ નો પુરે પુરો ઉપયોગ કરી સખત પરિશ્રમ કરો. આખરી પરિણામ નો નિર્ણય ભગવાન ઉપર વિશ્વાસ મુકી તેમને સોંપી દો. કુદરતે દરેક વ્યક્તિ ને આત્મસૂઝ અને વિચાર શક્તિ આપેલી છે. ઘણી વખત સમય ને આધીન તેમાં અમુક મર્યાદા હોય છે. છતા તેના સપના ઉંચા હોય છે. ચોક્કસ આગળ વધવા સપના ઉંચા રાખવા જોઈ એ. તે માટે મહેનત અને બુદ્ધિ લગાવી જોઈ એ. પરંતુ તેના માટે વર્તમાન માં મળતો આનંદ અને સંતોષ ગુમાવો ના જોઈ એ. દુઃખી ના થવુ જોઈએ. પોતાની શારીરિક, આર્થિક, માનસિક મર્યાદા ને ધ્યાન માં રાખી વર્તમાન માં જીવવુ જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ નો અભિગમ હતો, "બીજા ના સુખ માં આપણું સુખ, અન્ય ની પ્રગતિ માં આપણી પ્રગતિ, અન્ય ના ઉત્કર્ષ માં આપણો ઉત્કર્ષ "આ અભિગમ નો વાસ્તવિક જીવન માં સ્વીકાર કરવા માં આવે તો સંતોષ થી સુખી જીવન જીવી શકાય છે. *The future may be scary but you can’t just run back to the past because it’s familiar. Yes it’s tempting but it will be a mistake. Better think positive and go ahead with trust in GOD* જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. શુભ પ્રભાત. 🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏
Dt. 24.8.20. સોમવાર. *આજ નો મંત્ર * V: વર્તમાન માં જીવો. નિત્ય પ્રભાત નો સૂર્યોદય એક નવો દિવસ લઈ ને આવે છે. રાત પુરી થતા તે ગઈકાલ બની જાય છે અને આજ નો દિવસ આવતી કાલ માટે ના વિચાર આપતો જાય છે. આમ દિવસો, અઠવાડિયા, મહિના અને વર્ષો વીતી જાય છે. વર્તમાન, ભૂતકાળ બની ભવિષ્ય ની ચિંતા કરાવતો જાય છે. માટેજ ભૂતકાળ ના મળેલા બોધપાઠ નો સદઉપયોગ કરી જીવન માં આવતી નિરાશાઓ ને તિલાંજલિ આપી વર્તમાન માં જીવી લો. સમય અમૂલ્ય છે. કુદરતે આપણ ને આપેલી મોટી જણસ છે. કુદરતે દરેક વ્યક્તિ ને દિવસ ના 24 કલાક આપ્યા છે. તેને વેડફવા ની જગ્યા એ ભૂતકાળ ના અનુભવ ના આધારે વર્તમાન માં જીવી ભવિષ્ય નું આયોજન કરતો રહે છે. તે સફળતા ના શિખરો હાંસલ કરે છે. જો આપણે આપણું અંગત, વ્યવસાયિક કે આધ્યાત્મિક જીવન નું નિર્માણ કરવા માંગતા હોઈ એ તો વર્તમાન માં મળતી નવી નવી તકો ઝડપી લેવી જોઈ એ અને વર્તમાન માં પ્રવૃત રહી જીવન ને ઉદેશ્ય પૂર્ણ, આનંદિત, ઉર્જાવાન અને ઉમંગ વાળુ બનાવુ જોઈએ. ડેવિડ ઓવિલગી એ કહ્યું છે. "જીવન ની બાજી માં દડા ને અડધો ના ફંગોળો, મેદાન ની બહાર જાય તે રીતે દડા ને ફટકારો " *Do not dwell in the past, do not dream of the future...concentrate the mind in the present moment* - *Buddha* જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. શુભ પ્રભાત. 🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser