The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આગ્રહ, પૂર્વગ્રહ ************* મારી ઈચ્છા પ્રમાણે જ થાય, એવો ના રાખવો આગ્રહ, સમય પ્રમાણે હીત, સૌનું જળવાય એવો હોય આગ્રહ. "બીલાડી ઉતરી આડે" જ્યાં કરવા જતા'તા સારું કામ, ના થાય કશું, ડરશો ના, મનમાંથી કાઢી નાખો પૂર્વગ્રહ. નકામો કચરો ના ભરશો, સમય શક્તિ ને રૂપિયા વેડફાસે, આવે જે કામ, ને બગડે ના જે, એવી વસ્તુનો કરો સંગ્રહ. પ્રતીતિ એવી ના કરાવશો, આ શક્ય મારા થકી જ થયું, અથડાશે એકબીજાના અહમ, ને ખોટો સર્જાશે વિગ્રહ. સર્વશ્રેષ્ઠ થાય કામ, જો મળે મોટા ને અનુભવીનો સાથ, છોડી દેવું તારું મારું, ને જીવનમાં રહેવું સદાય અનુગ્રહ. પ્રેમ?જય લીમ્બચીયા પોર, વડોદરા ૧૬.૧૧.૧૯
પહેલાંની સ્ત્રીઓ સાજ શણગાર કરતી, અખંડ સૌભાગ્યવતીનો અર્થ પૂર્ણ કરતી. હાથમાં એના બંગડીઓ ખન ખન ખનકતી, પગમાં પહેરતી ઝાંઝરી છમ છમ છમકતી. બંગડીને પાયલનો રવ પીયુને એ સંભળાતો, હરખાતું હૈયું, ને ઉન્માદ મનમાં જગાડતી. પડતો જો બાને કાન, લાગે વહુ કરતી કામ, સસરા ખોખારો ખાય, ને મર્યાદા જાળવતી. આખો દિવસ ઘરના સૌ પુરા કરતી એ કામ, સેવા મોટાની કરતી, ને નાનાનું ધ્યાન રાખતી. સેંથામાં સિંદૂર પુરે, ને કપાળમાં લાલ ચાંલ્લો, હળીમળીને રહેતી, ને માન સન્માન જાળવતી. પ્રેમ?જય લીમ્બચીયા પોર, વડોદરા ૧૬.૧૧.૧૯
સમય એ ખૂબ સુંદર મજાનો હતો ગળાડૂબ પ્રેમમાં તારા પાગલ હતો પ્રથમ જોઈ આંગણે મારા તને ને ફૂટ્યાં અંકુર પ્રેમ નાં મનમાં મારા જાદુ શું કર્યો મન પર મારા તમે ભૂલી સૌ ભાન બસ તૂજમા ખોવાયો ના રહી શક્યો, મૂક્યો પ્રસ્તાવ પ્રેમનો કરી સ્વિકાર પ્રેમનો કર્યો ઉપકાર ઘણો રોજ જોવા તને ઉભો રહું આંગણે મારા ને તું હોય તારા શાળાના પાછલાં દ્વારે લત અજબની લાગી હતી, સંકટો હતા ભલે પણ સાથ તારો પામી જીંદગી સવારી હતી. જય✍
?પપ્પા તમારી યાદ? પપ્પા આવે છે ખૂબ યાદ તમારી અમને ભણાયા પેટે પાટા બાંધી ખર્ચ ને પોહચી વળવા કર્યું કામ ઘણું રાત સુધી સાયકલ ખેંચી ખેંચી બચત કરી કુટુંબ કાજ પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી તમારા ગુસ્સામાં સમાયેલો પ્રેમ તમે પુરી કરેલી અમારી દરેક ઈચ્છાઓ કદી નથી કર્યા પૂરા પોતાના શોખ પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી સ્વજનોને પગભર કરવા હેતું સાથે રાખ્યા મોટા હોવાથી તમે જવાબદારી ખૂબ નિભાવી કદી એહસાસ નથી કરાવ્યો સ્વજન ને સાથે રાખ્યાનો છતાં કહીં સંભળાવે એતો ફરજ હતી તમારી પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી બાળક તમારૂ બિમાર આવી ઘરે કરે આરામ સંબંધ લોહીનો છતાં બેસે ખાવા મીષ્ઠાન નથી સમજ એટલી પણ પૂછાય બાળકને કણ ખાવા છતાં લાગણી ખૂબ ઉભરાતી લોહીનાં સંબંધ પ્રત્યે પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી પળે પળ તમારી ખોટ વર્તાય છે જવાબદારી ના બોજ થી ભરેલી હતી તમારી જિંદગી પોતાની જાત માટે કદી જીવ્યા નહી પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી કર્યું ઘણું કુટુંબ કાજ, સ્વજનો કાજ, છતાં સ્વજનો કેહતા શું કર્યું આટલા વર્ષો માં કદી કોઇ પાસે નથી માગ્યું શું એ પર્યાપ્ત નથી? પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી ખૂબ ઇમાનદારી થી નિભાવી જવાબદારી તમારી જેમના માટે કરી ભાગદોડ સ્વજનો માટે એ આજે બન્યાં છે સ્વાર્થી તમારી ગેરહાજરીમાં પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી લાગે છે માણસ ને નથી વ્હાલો માણસ વ્હાલું લાગે તો ફક્ત કામ માણસનું કિંમત નથી કોઇ એના નામની મરણ પછી જ્યાં સુધી છે જીવ ત્યાં સુધી છે કિંમત માણસની પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી આખી જિંદગી ખર્ચી નાખી સ્વજનો કાજ છતાં પોતાના નામે કરી ના શક્યા એક ઝોંપડી રહ્યા અંધ વિશ્વાસ માં સ્વજનો ના ભરોસે પણ સ્વજનો ના મન વાંચી ના શક્યા જીવતા જીવ પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી લોહીનાં સંબંધો પર કરતા ગયા પુરો વિશ્વાસ વિશ્વાસ નો થયો વિશ્વાસઘાત ગેરહાજરીમાં તમારી સ્વજનોએ સ્વાર્થ ને કર્યો આગળ ભુલી ગયા તમ ઉપકાર બસ દેખાય એકજ સ્વાર્થ..... પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી પપ્પા ....આવે છે ખૂબ યાદ તમારી?
એક વાર મારા ફોઇની સસરી માથી મહેમાન અમારા ગામડે આવ્યા હતા ત્યારે હુ ૨-૩ માં ભણતો હોઇશ... ઘરે મહેમાન આવે એટલે ભોજન માં નવીન વાનગીઓ બને અને મેહમાન આવે એટલે ઘર હર્યુ ભર્યું લાગે... અને આપણા સમાજ ના પાછા વ્યવહાર હોય... એટલે આપણે નાના એટલે બૌ કય ખબર ના પડે રૂપિયા આપે એટલે લઈ લેવાના... વડીલો પાછા કહે પણ ખરા ના લેવાય... પાછા આપી દો...અને આપડે પાછા કહ્યાગરા એટલે પાછા આપી પણ દઇએ... કેમ કે ખબરજ હોય કે પાછા આપશે જ... આમ આપવા લેવાના વ્યવહારો બન્ને બાજુ એથી થાય... મને ફોઇના સસરા એ ₹ ૫ આપ્યા હતા... મહેમાને વિદાય લીધી...અમારા બે ઘર .. એક ગામના પાદરે (નવીનગરી માં)પપ્પા ના કાકા નુ ઘર અને ગામની અંદર અમારુ ઘર.... હુ નવી નગરી માથી નીકળ્યો ખીસુ થોડું ભારે લાગતું હતુ.. એટલે રસ્તા મા આવતા દાજીના ગલ્લે થી નાની ખાટી-મીઠી ગોળીઓ ખરીદી (આશરે ૨૫ પૈસાની ૮)... આથેલા બોર (આશરે ૨૫ ની ૧ થેલી),ટેસ્ટી... ભુંગળા... ઇનામો... ગળ્યા પેડા... ચણીબોર... જેવું અનેક ખરીદી ભાઇબંધો સાથે મજા કરતા એક ભાઇબંધ ની મમ્મી જોઇ ગયા... આથી એ ગયા સીધા મારા ઘરે અને મારા દાદા ને કીધું... 'ડાહ્યાકાકા તમારો ભૂરીયો તો બૌ પૈસા વાપરે છે... બધી વિગતવાર વાત કરી' એતો નીકળી ગયા પછી હું ખીસ્સુ ખાલી કર્યા પછી ઘરે પહોચ્યો એટલે દાદાએ મને બોલાવ્યો તને ફોઇના સસરા ₹ ૫ આપ્યા હતા એ ક્યાં ગયા? હું ગુચવાયો એટલે ગભરાઈ ને ખોટું કીધું કે બો (પપ્પા ના કાકી) ને આપ્યા છે... દાદા હતા શીક્ષક.... દાદા ગયા નવી નગરી માં... બો ને પૂછ્યું 'આનંદી ભૂરીયો તને ₹ ૫ આપી ગયો છે' એટલે બો એ ના કહ્યું... પછી દાદા એ બધી વાત કરી ઘરે આવ્યા.... હું ઘરમાં હતો નહિ... રમવા ગયો હતો....મને બોલાવ્યો ... બહાર ફળીયા માં બધાની દેખતા ઓટલે અંગૂઠા પકડાવ્યા... અને એમના ભારે હાથે બૈડા ઉપર ખૂબ ફટકાર્યો.... તું જુઠું કેમ બોલ્યો... સાચું કેહવુ જોઈએ ને... બૈડા ઉપર સોડ પડી ગયા હતા ... હું તો રડતો રહ્યો પણ કોઇ ની પણ હીમ્મત ના ચાલે કે વચ્ચે પડી મને બચાવે.... પછી તો શાળા માથી છુટી ને સીધ્ધા નવીનગરી માં જતો અને બો મને માલિશ કરી આપતી... કારણકે બૈડા ઉપર દાદાના ભારે આંગળાઓ ઉપશી આવ્યા હતા .... આખી જીંદગી ₹ ૫ ના લીધે ખાધેલો માર નહી ભૂલી શકું....
अपनी अपनी सोच और समझ हे पोस्टपड़ने के बाद अपनी सोच समझ का आकलन शर्म आई, मगर कलम रुक ना पाई..... ,,
एक स्त्री के पैरो के बीच से जन्म लेने के बाद उसके वक्षस्थल से निकले 'दूध' से अपनी 'भूख' प्यास मिटाने वाला मर्द बड़ा होते ही नामर्द बन जाता है 'औरत' से इन्हीं दो अंगो की चाहत रखने लगता है .और अगर असफल होता है तो इसी चाहत में रेप करता है,लड़की के पास योनि और मांस का दो लोथड़ा होता है जो तुम्हे और तुम्हारे वारिस को जन्म देने और भूख मिटाने के लिया था लेकिन तुम तो ठहरे नामर्द जो लड़की की शर्ट के दो बटनों के बीच के गैप से स्तन झाँकने की कोशिश करते हो.. जो सूट के कोने से दिख रही ब्रा की स्ट्रिप को घूरते रहते हो और लड़की की स्तन का इमैजिनेशन करते रहते हो जो स्कर्ट पहनी लड़की की टाँगे घूरते रहते हो कब थोड़ी सी स्कर्ट खिसके कब पेंटी का कलर देख सके। पेंटी न तो कुछ तो दिखे।तुम जैसे नामर्द के बारे मे सोच के घिन्न आती है यही औरत ने जन्म दिया तुम्हें और तुम्हारे वारिस को लेकिन तुम नामर्दों ने जब चाहा हिंदु -मुस्लिम कर दिया है ,जब जी चाहा वोट के चक्कर में बलात्कारी को बचाने लगते हो जब जी चाहा मसला कुचला, जब जी चाहा दुत्कार दिया|
सोच बदलो नामर्दो सोच जैसा ढान्चा, सब कुछ दुसरो की माँ ,बहन की है ,वैसा तुम्हारे माँ बहन की है |
જયારે મારુ મૃત્યુ થશે તો તમે મારા પરિવારજનોને મળવા આવશો અને મને ખબર પણ નહિ પડે તો હમણાં જ આવી જાવો ને મને મળવા.
જયારે મારુ મૃત્યુ થશે તમે મારા બધા ગુનાઓ માફ કરી દેશો જેની મને ખબર પણ નહિ પડે તો આજે જ માફ કરી દો ને.
જયારે મારુ મૃત્યુ થશે ત્યારે તમે મારી કદર કરશો અને મારા વિષે સારી સારી વાતો કરશો જે હું સાંભળી નહિ શકુ તો હમણાં જ બોલોને.
જયારે મારુ મૃત્યુ થશે ત્યારે તમને થશે કે માણસ ઘણો સારો હતો એની સાથે થોડો વધુ સમય વિતાવ્યો હોત તો સારુ થાત તો આજે જ આવી જાઓ ને.
એટલા માટે કહું છું કે રાહ નહિ જુઓ રાહ જોવામાં ક્યારેક બહુ મોડુ થઇ જાય છે..!!
એટલા માટે સગા-સબંધીઓ અને મિત્રોને કોઈ પણ જાતની અપેક્ષા અને અભિમાન રાખ્યા વિના... મળતા રહો, બોલતા રહો, હસતા રહો..
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser