જયારે મારુ મૃત્યુ થશે તો
તમે મારા
પરિવારજનોને મળવા આવશો
અને મને ખબર પણ નહિ પડે તો
હમણાં જ આવી જાવો ને મને મળવા.


જયારે મારુ મૃત્યુ થશે
તમે મારા બધા ગુનાઓ
માફ કરી દેશો
જેની મને ખબર પણ નહિ પડે તો
આજે જ માફ કરી દો ને.


જયારે મારુ મૃત્યુ થશે ત્યારે
તમે મારી કદર કરશો અને
મારા વિષે સારી સારી વાતો કરશો
જે હું સાંભળી નહિ શકુ તો
હમણાં જ બોલોને.


જયારે મારુ મૃત્યુ થશે ત્યારે
તમને થશે કે માણસ
ઘણો સારો હતો એની સાથે
થોડો વધુ સમય વિતાવ્યો હોત તો
સારુ થાત તો
આજે જ આવી જાઓ ને.


એટલા માટે કહું છું કે
રાહ નહિ જુઓ
રાહ જોવામાં ક્યારેક
બહુ મોડુ થઇ જાય છે..!!


એટલા માટે સગા-સબંધીઓ અને મિત્રોને કોઈ પણ જાતની અપેક્ષા અને અભિમાન રાખ્યા વિના...
મળતા રહો, બોલતા રહો, હસતા રહો..

Gujarati Shayri by Jay Limbachiya : 111028535
Jay Limbachiya 8 year ago

આભાર અમીતાબેન

Amita Patel 8 year ago

એકદમ સાચું.. માણસ ના ગયા પછી જ બધા કદર કરે ..ને સમય ના આપી શક્યા એનો અફસોસ બી કરે .. well written

Jay Limbachiya 8 year ago

આભાર અર્જુન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now