haju ghanu krvanu baki che in Gujarati Women Focused by Mast Kalandar books and stories PDF | હજુ ઘણું કરવાનું બાકી છે

Featured Books
Categories
Share

હજુ ઘણું કરવાનું બાકી છે

હજુ ઘણું કરવાનું બાકી છે

ગઈ કાલ મોડી રાત્રીના  હૈદરાબાદ પોલીસ ના ડૉ. પ્રિયંકા ના રેપ અને જીવતા સળગાવી દેનારા ચારેય દુષ્કર્મીઓ ને એન્કાઉન્ટર માં ઠાર મારતા આજનો દિવસ જાણે આઝાદીનો દિવસ હોય એવું લાગ્યું... આટલા ઉમદા કાર્ય માટે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ને દિલ થી salute કરવાનું મન થાય છે.. 

પરંતુ અહીં જણાવવાનું એ થાય છે કે આ એન્કાઉન્ટર થી basically થયું છે શું...? અહીં મારે ભારતના બંધારણ ને આ ઘટના સાથે જોડીને પ્રશ્ન રજૂ કરવો છે .. 


જો કે આજે બાબા સાહેબ આંબેડકર જી ની 63 મી પુણ્યતિથિ છે... તો બંધારણ ની વાત કરીએ એ પણ યથાયોગ્ય જ ગણાય... આ નિમિત્તે એન્કાઉન્ટર ની ઘટના ને બંધારણ સાથે સંકળીયે...

ભારત ના બંધારણ ની લોકશાહીના ત્રણ પાયા...
1. ધારાસભા (Judiciary)
2. કારોબારી (Executive)
3. ન્યાયતંત્ર (Judiciary)

☘️ ધારાસભા નું કામ કાયદાઓ અને નિયમો બનાવવાનું.. શુ એવા નિયમો ન બનાવી શકે જેનાથી આવા હેવાન જેવા કાર્યો કરતા માણસ એક હજાર વખત વિચારે??
☘️ કારોબારી નું કામ એ કાયદાઓને Implement કરાવવાનું... શુ સરકારી મશીનરી એટલે કે પોલીસ અને system ને ગુનેગારો ને ગુનેગાર સાબિત કરવા માટે ખાસો સમય જોઈએ છે?? શું તેઓ પોતાનું બધું બલ લગાડીને થોડા સમય માં જ એ હેવાનો ને જેલ માં નથી નાંખી શકતા??
☘️ ન્યાયતંત્ર નું કાર્ય એ કાયદાનો ભંગ કરે એને સજા આપવાનું.. શુ ન્યાયાલય ને સજા આપવામાં આટલું તો શું વિચારવું પડે??

અહીં વાત એ કરવાની છે કે શું આ ત્રણેય પાયા બંધારણે સોંપ્યું એ કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે..  હા.. તો ખામી ક્યાં જણાય છે...??

☘️ એક બાળકી નો જન્મ થાય.. એમાંય અમુક જુનવાણી લોકો કહે કે લ્યો બળ્યું.. દીકરી આવી છે.. શુ ખુશી મનાવવાની હોય... પરંતુ એ દીકરી ના મા બાપ.. એ ફૂલ ને ઉછેરે.. ભણાવે.. ગણાવે.. ડૉકટર બનાવે.. અને જ્યારે એ રાત્રે પોતાના કામ કે નોકરી થી પાછી ફરતી હોય ત્યારે અમુક હેવાનો એના આખા જીવનને થોડી મિનિટો મા જ પિંખી નાખે... એનું જીવન તબાહ કરી દે.. એને જીવતી સળગાવે... અરે સાહેબ.. ગરમ પાણી હાથ પર અડે ને તોય "ઓય મા"...મોઢા માંથી એમ નીકળી જાય છે.. આને તો આખી જીવતી સળગાવી... વિચારો એની હાલત શુ થઈ હશે... પેલા એ હેવાનો એ બળાત્કાર કર્યો અને પછી સળગાવી...

😓આનાથી વિશેષ કોઈ ગુનો જ ન હોય સાહેબ...😓

☘️ મનમાં પ્રશ્ન એ થાય છે કે...

☘️ આજે તો ચાલો એક બાહોશ અધિકારીએ એન્કાઉન્ટર કર્યું પણ શું એનાથી આવા હેવાનો રેપ કરતા બંધ થઈ જવાના?? શુ આ જ રસ્તો છે??
☘️ શુ આવા પોલીસ અધિકારીઓ ભારતના બધે જ વિસ્તારો માં હોવાના ?? કે જે પોતાની નોકરી અને ક્યારેક  જીવ નું જોખમ લઇ શકશે??
☘️ શુ રેપ થાય અને એક ફૂલ જેવી દીકરીને જીવતી સળગાવી દેવાય ત્યાં સુધી આપણે વાટ જોવાની?? પછી જ કાર્યવાહી થશે?? શુ એ રેપ ને રોકવા કે આવી ઘટના ન બને એવું ન થઈ શકે??
☘️  શુ આવી દુર્ઘટનાનું પેરમેન્ટ સોલ્યુશન આ જ છે? કે કઈ બીજું પણ હોઈ શકે છે???
☘️ શુ આપણા માં જાગૃતિ આવી છે કે આવી ઘટના બનતી હોય તો એને અટકાવી શકીયે?? કે હજુય માયકાંગલા બનીને આપણે જીવીશું??
☘️ શુ પોલીસ ખાતા માં પણ એવી જાગૃતિ છે કે સરકાર પેટ્રોલિંગ પાછળ આટલો પૈસો ખર્ચે છે.. ડીઝલ પાછળ... કર્મચારીઓ પાછળ..  તો રાત્રીના સમયે એમના વિસ્તારો માં ફરજિયાત પેટ્રોલિંગ એમણે કરવું જોઈએ??? જેથી જો આવી દુર્ઘટના બનવા જાય તો એને રોકી શકીયે??
☘️ શુ સંસદ એવા કાયદા પસાર નથી કરી શકતી કે આવી દુર્ઘટના વખતે એકાદ માસ માં જ એનો નિવેડો આવી જાય???
☘️ શુ સંસદ એવો કાયદો ન બનાવી શકે કે એ દોષીઓને ક્રૂર થી ક્રૂર સજા આપવામાં આવે જેનાથી આગળ કોઈ હેવાન આવું કાર્ય કરતા એક હજાર વખત વિચાર કરે?? કે હરામી વિચાર કરતા પણ ડરે??
☘️ આપણા દેશ માં જ્યા બે પ્રેમીઓને kiss કરવી હોય તોય જગ્યા નથી મળતી ત્યાં આવા હેવાનો રેપ કરી શકે છે?? અને એ ફૂલ જેવી દીકરી ને જીવતી સળગાવી શકે છે??
☘️ શુ આપણી ફરજ નથી આવતી કાઈ આપણી ભાવિ પેઢી ની સુરક્ષા કાજે?? કે આપણા ઘરમાં આવો બનાવ બને એની વાટ જોઈને બેસી રહ્યા છીએ??
☘️ કેમ આપણે બધા હજુય એવા લાગણીવિહીન બનતા જઇયે છીએ કે આવી ઘટના દરરોજ બનતી જાય છે અને આપણા પેટ નું પાણી નથી હલતું?? 
☘️ શુ આપણી જેવા યુવાનો નું લોહી એટલું ઠંડુ પડી ગયું છે કે હવે આપણે  માયકાંગલા બનતા જઇયે છીએ??

🙏એટલે જ કહું છું કે હરખાવાની જરૂર નથી.. હરખાશું ત્યારે જ્યારે આવી દુર્ઘટનાઓ બંધ થશે.. સદંતર બંધ...🙏☘️

☘️ મારો કહેવાનો આશય એટલો જ છે કે આપણે હજુ ઘણું કરવાનું બાકી છે...  આપણે જો જાગૃત થઈશું.. તો જ આ હેવાનીયત નો અંત આવશે.. બાકી આવું જ ચાલતું રહેવાનું છે.. tv સામે બેઠી ને થોડો જીવ બાળશું.. અને કાલે હતા એવા ને એવા જ... લાગણી વગર ના.. પશુ થી ય બદતર...


😓શુ થઈ શકે?... શુ મારા આ સવાલો નો જવાબ હોઈ શકે?.. કોઈ વાચક પાસે ઉત્તર હોય તો જણાવશો....😓

…………પીયૂષકુમાર "પીયૂ"………