સ્ત્રી.. એક હુનર..
આજે બપોરે 12.30 કલાકે સમાચાર મળ્યા કે અમારા ગામમાં અમારા ઇષ્ટદેવ ની પૂજ્ય જ્યોત બપોરે 1.30 કલાકે આવે છે... ગામ નાનું એટલે જાહેર પણ તુરત જ થઈ જાય... જો કે હું આજે ગામ માં જ હતો એટલે ને પણ થોડા લોકો ને જણાવવામાં આવ્યું..
આવનારી પૂજ્ય જ્યોતના દર્શન કરવા અમારા ગામના અમારી જ્ઞાતિના લોકો ને જણાવવામાં આવ્યું.. આશરે એ પૂજ્ય જ્યોત 2.00 કલાકે અમારા ગામે, અમારા મંદિરે પહોંચી. આથી આ પૂજ્ય જ્યોતના દર્શન નો લાભ લેવા ગામના વડીલો તેમજ પુરુષો અને સ્ત્રીઓ બધા જ મંદિરે ભેગા થયા...
જ્યોત ને એક સ્થાને મુકવામાં આવી. મંદિરે માઇક અને ઢોલ ની વ્યવસ્થા હતી જ... બધી સ્ત્રીઓ જ્યોતની સામે ઉપસ્થિત થઈ.. એક દીકરી એ માઇક હાથ માં લીધું... અને બીજા બહેન ને માઇક આપ્યું.. એ બહેન તો ભજન ગાવા માંડ્યા... હજુ ભજન શરૂ થયા કે એક બહેન ઢોલ લઈ આવ્યા.. અને એમણે પણ ઢોલ ને સુર માં વગાડવા માંડ્યું...
આ બધું એટલું અચાનક થયું કે એ જ્યોત ની સાથે આવેલા લોકોને પણ આશ્ચર્ય થયું... અને અમે સૌ એકઠા થયેલા લોકો ભજન ને માણી રહ્યા હતા... એ ભજન ને માણતા માણતા એક વિચાર સ્ફુર્યો જે હું અહી આપ સામે પ્રસ્તુત કરી રહ્યો છું....
☘️ એક સ્ત્રી પાસે કેટલું હુનર હોય છે... જેમ કે મ્યુઝિકનું, સિગિંગ નું, સારી વાનગીઓ બનાવવાનું, હૂબહૂ ચિત્રો દોરવાનું, સારા ફોટા પાડવાનું, બ્યુટી પાર્લર નું, લેખન નું, મેનેજમેન્ટ કરવાનું, શૃંગાર કરવાનું, સિલાઈકામ વિ... જેવા હુનરો સામાન્ય રીતે જોવા મળે છે... એમાંથી ઘણી સ્ત્રીઓનું હુનર બહાર પણ આવે છે પણ મોટાભાગ ની સ્ત્રીઓ નું હુનર તો શું એમનું ભણેલું પણ કામ નથી આવતું....આપણે એક પુરુષ થઈને ક્યારેય એમના હુનર પર થોડુય ધ્યાન આપ્યું????
☘️ એક સ્ત્રી જ્યારે લગ્ન કરીને આવે છે ત્યારે એને શુ પસંદ છે.. એને શુ કરવું ગમે છે... એના જીવનમાં એ હુનર નું કેટલું મહત્વ છે એ બાબતે ક્યારેય આપણે તસ્દી લીધી??? એને શીખવા માટે ની તક એને આપી??
☘️ બસ એક સ્ત્રી આપણી જોડે લગ્ન કરીને આવી એટલે એણે આપણા ઘરના રીત રિવાજ પર જ ચાલવાનું??? શુ ક્યારેય આપણે આપણા ઘરને એના રીત કે એના શોખ ને ધ્યાને લઈને ચલાવ્યું?? કે ના વાંધો નહિ.. તું તારે ઘરનું કામ ભલે પડ્યું રહે એના માટે ઘરકામ કરવા બહેન રાખી લઈશ.. તું ત્યમ તારે તને શોખ હોય એ બાબત શીખ... હું સંભાળી લઈશ... મમી અને પપા ને હું સાચવી લઈશ... આવા પ્રોત્સાહક શબ્દો આપણા મોઢા માંથી કેમ ન નીકળે???
☘️ એ ઢોલ વગાડતી સ્ત્રી જાણે એવું કહેતી હોય કે... હા.. મારા માં હુનર છે મને આ ઘરની ચાર દીવાલો માંથી પગ તો બહાર મુકવા દો.... એ ભજન ગાતી દીકરી એવું કહેતી હોય કે મને પણ મારા સપનાઓ છે એ સાકાર કરવા દો.... મારે મારા મમી- પપા, કુટુંબ કે ગામ અને શહેર નું નામ રોશન કરવું છે... એ મને કરવા દો...
☘️ એક કુવા કે ખાબોચિયા નું પાણી પણ બંધિયાર રહે તો એ અમુક સમય બાદ વાંસ મારે છે... એ તો માણસ છે.. એક દીકરી, એક બહેન, એક સખી, એક પત્નિ, એક મા છે.. શુ એને અધિકાર નથી આ બધું કરવાનો????
☘️ આજના જ પેપર માં હતું કે સ્વચ્છ હવા નો અધિકાર સંસદે માંગ્યો.. તો શું આટઆટલા વર્ષો ચાર દીવાલ માં કાઢતી એ સ્ત્રીને બહાર ની દુનિયા માં શ્વાસ લેવાનો અધિકાર કેમ હજુ સમાજ એને આપી નથી શક્યો??
☘️ આટઆટલા વર્ષો બાદ પણ હજુય કેમ સ્ત્રીઓ એ પોતાના અધિકારો માટે કે ન્યાય મેળવવા માટે હાથ માં મીણબત્તી ઓ લેવી પડે છે??
☘️ આઝાદી ના આટઆટલા વર્ષો બાદ પણ લગ્ન બાદ એક સ્ત્રી એ પતિ ના નીતિનિયમો જ અનુસરવા પડે છે?? આ કેવી સમાજ વ્યવસ્થા??
☘️ બસ આટલું વિચારતા મારા આંખ માં આંસુ આવી ગયા અને મેં વિચાર્યું કે સાંજે પ્રતિલિપિ પર મિત્રોને વંચાવીશ.... રચના માં કાઈ ખામી હોય તો કોમેન્ટ માં જણાવવા વિનંતી.....
……"પીયૂ"………
20.11.2019