sankalp ni shakti in Gujarati Spiritual Stories by Mast Kalandar books and stories PDF | સંકલ્પની શક્તિ

Featured Books
Categories
Share

સંકલ્પની શક્તિ

સંકલ્પ ની શક્તિ

☘️ હું  આજે વાત કરીશ આપણા માં રહેલી એક શક્તિ ની.. કે જે આપણને કુદરતે જન્મતાની સાથે જ ભેટ માં આપેલી છે.. કદાચ આપણે જ એને ઓળખવામાં ઉણા ઉતર્યા છીએ.
☘️ હા આપ સાચા છો હું વાત કરવાનો છું 💥સંકલ્પ શક્તિની..💥 આપણી ગુજરાતી માં કહેવત છે ને કે "મન હોય તો માળવે જવાય".... હા કૈક એવું જ આપ સમક્ષ રજુ કરવા માંગુ છું.. 
☘️ આ વાત છે સને 1930 આસપાસ ની... ઉત્તર અમેરિકા નું એક નાનકડું ગામડું.. એ ગામ માં આવેલી એક શાળા માં ગોળ કોલસાની સગડી રાખવામાં આવેલ હતી.. આ સગડી માં એક છોકરો રોજ સવારે વહેલા આવીને કોલસા પુરવાનું કામ કરતો હતો.. જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સ્કૂલે આવે ત્યાં સુધી મા એ સ્કૂલ હૂંફાળી થઈ જાય...
🍁 એક દિવસ શિક્ષકો આવ્યા તો તેઓ શુ જોવે છે કે  નિશાળ મા આગ લાગેલી હતી, બધા ભેગા થયા અને જોયું તો ઓલો છોકરો ય અંદર  જ હતો.. જેમ તેમ કરીને લોકો એ એને બહાર કાઢ્યો અને દવાખાને પહોંચાડ્યો...
☘️ એ છોકરાને દવાખાને સારવાર હેઠળ લેવામાં આવ્યો... થોડા કલાકો પછી સારવાર કરનાર ડોકટરે એ છોકરાની મા ને કહ્યું કે આ છોકરો બચશે નહિ અને આ વાત ઓલો છોકરો બેભાન અવસ્થા માં સાંભળતો હતો... 
☘️ ડૉ એ કહ્યું કે એ સારું છે કે આ બચશે નહિ કારણ કે એનું શરીર ઘણું દાઝી ગયું છે.. પણ આ છોકરા ને તો જીવવુ હતું, એણે તો મનોમન નિશ્ચય કર્યો કે મારે તો જીવવું જ છે..
કેવો એનો સંકલ્પ હે... બેભાન અવસ્થા માં, મરણ પથારી એ પડ્યો છતાંય સંકલ્પ કર્યો કે ના મારે તો જીવવું છે... અને એ શક્તિ જુવો..... બધા ના આશ્ચર્ય વચ્ચે આ છોકરોજીવી ગયો..
🌴 એની તબિયત સારી થતી ગઈ.. પણ ડોક્ટરે ફરી જણાવ્યું કે  આ છોકરો જીવી તો ગયો છે પણ એની કમર નીચેનો ભાગ ખૂબ જ બળી ગયો હોવાથી એ આજીવન ચાલી શકશે નહીં... ફરી આ છોકરા એ 💥સંકલ્પ💥કર્યો કે મારે અપંગ બનીને તો જીવવું જ નથી... પરંતુ આ વાત તો અશક્ય હતી. કારણ કે એનો કમર નીચેનો હિસ્સો ખૂબ જ બળી ગયો હતો અને એના કારણે આ છોકરો એની કમર નીચે ના ભાગ ને સહેજ પણ હલાવી શકતો જ ન હતો...
☘️ સમય વીતતો ગયો એને હોસ્પિટલ માંથી રજા મળી અને ઘરે આવ્યા.. એના મમી પણ કાઈ હારે એવા નહતા.. એ એના પગે માલિશ કરી આપતા... પણ એનો કાઈ ફાયદો થતો ન હતો.. એક દિવસ એના મમી એને બગીચા માં ઘાસમાં ટહેલવા લઇ ગયા અને ત્યાં એ છોકરા એ પોતાને વહીલ ચેર માંથી ઘાસ માં ફેંકી દીધો... ત્યારબાદ એ છોકરો હાથ ના જોરે ઘાસ માં ધસડાયો અને એના નિર્જીવ પગ એની પાછળ ધસડાતા હતા.. આવું ઘણા દિવસો સુધી ચાલ્યું...  એનો વિશ્વાસ ડગ્યો ન હતો.. એનો સંકલ્પ અડગ રહ્યો...
☘️ છેવટે રોજનું માલિશ, એ છોકરાનો લોખંડી સંકલ્પ અને અથાગ મહેનતના પરિણામે એ છોકરો એના પગે શરૂઆત માં મહામહેનતે ઉભો રહી શક્યો, ત્યારબાદ અટકતા પકડી પકડી ને ચાલવા માંડ્યો અને છેવટે એ એક દિવસ ટેકા વગર જ ચાલ્યો અને દોડ્યો પણ ખરો...
🌴 હવે એ સ્કૂલે દોડીને જઇ શકતો હતો.. પછી તો એ છોકરો દોડવા ખાતર દોડવા માંડ્યો.. પછી કોલેજ માં એણે ટ્રેક ટીમ પણ બનાવી.. 
💥 જે છોકરો જીવતો બચી શકે એવુંય કોઈએ ધાર્યું ન હતું, જે ક્યારેય ચાલી શકે એવી આશા પણ ડોક્ટરોને  ન હતી, તે છોકરો યુવાન વયે વિશ્વ નો સૌથી ઝડપી દોડવીર બન્યો... 

🍁 કહેવાય છે ને કે માણસ ધારે એ કરી શકે છે આ બાબત અહીંના ઉદાહરણ દ્વારા સાચી ઠરે છે... 

💥 એનું નામ છે... ડૉ. ગ્લેન કમિંગહામ..

-બર્ટ ડુબીન