☘️ (વાચકો ને મારી નમ્ર વિનંતી કે આપ મારા આ લેખને સ્ટાર આપો કે ન આપો.. બસ જો તમને અહીં લખેલી બાબત લાગુ પડતી હોય તો અનુસરવા પ્રયત્ન કરશોજી...)
🌴 રાજુની સવાર ની સાત વાગ્યા ની સ્કૂલ હતી. રાજુ ત્રીજા ધોરણ માં ગુજરાતી માધ્યમની સરકારી શાળા માં ભણતો હતો. એના મમી એ એને સવારે સવા છ આસપાસ જગાડ્યો. રાજુ જાગીજાં ભાઈ, ઉઠીજા રાજુ, ચાલ હવે જાગી જા, નહીં તો સ્કૂલે જવામાં મોડું થઈ જશે અને સાથેસાથે મનેય ઓફિસે જવામાં મોડું થશે..
એની મમીએ રાજુને જગાડવા માટે મોટે મોટે થી બુમો પાડવાની શરૂ કરી ત્યારે માંડ માંડ આઠ- નવ વરસ નો રાજુ આંખ ચોળતા અને બગાસા ખાતો ખાતો જાગ્યો. રાજુ એ જાગીને માંડ માંડ બ્રશ કર્યું અને એમના મમી એ એને ચા દૂધ પીવડાવ્યા. ત્યારબાદ રાજુ એ જાતે જ ન્હાઈ લીધું. રાજુની મમી એ એને તૈયાર કર્યો અને ત્યાબાદ દકતર પાટી ચોપડા નાખીને બેગ પેક કરી આપ્યું. અને રાજુ ના મમી એ નાસ્તા માટે રાજુને ઘરની બહાર પ્રોવિઝન સ્ટોર માથી તૈયાર નાસ્તાના બે કે ત્રણ વેફર અને ચવાણું તેમજ બબલા ના પડીકા આપ્યા. અને કહ્યું કે ટાઈમે નાસ્તો કરી લેજે. ભુલાઈ નાં જાય ભાઈ. રાજુ એ બધું બેગ મા નાખ્યું અને સ્કૂલ બસ ની વાટ માં એના મમી અને રાજુ ઉભા રહ્યા.. ત્યારબાદ સ્કૂલ બસ આવી અને રાજુભૈયા તો બસ માં ચડી ને પહોંચ્યા સ્કૂલે પોતાની સ્કૂલે...
🌴 આ બધું આજના જીવનની વતા ઓછા અંશે વાસ્તવિકતા છે કે બાળકો ને એમના મા બાપ નાસ્તા માં પડીકા (કે જે બાળકો માટે ખૂબ જ હાનિકારક છે, ક્યાં તેલ માં તળેલા છે ને કેમ તળેલા છે અને શેમાં થી બને છે એની કોઈને ખબર પણ નથી હોતી) કે Online Order કરીને તૈયાર નાસ્તો મંગાવી ને આપી દેવામાં આવે છે. તેઓ એમના સ્વાસ્થ્ય પ્રત્યે આટલા બેજવાબદાર હોય શકે ખરા....!
💥 શુ બાળક પ્રત્યે મા બાપ ની એટલી જવાબદારી નથી બનતી કે બાળકને પોષણયુક્ત આહાર આપી શકો?? (હું મા બાપ બને નું જણાવું છું અને બાળક ને પોષણયુક્ત આહાર આપવાની ફક્ત "મા" ની ફરજ નથી એમના "પિતા" ની પણ એટલી જ ફરજ છે જ... એટલે કોઈ પુરુષે પોતાના જવાબદારી પોતાના માથેથી ખંખેરી ન નાખવું..)
🌴 સવારની પહોર માં એ બાળક ને ભૂખ લાગે તયારે શુ એ આવા પડીકા ખાય હે? શુ તમારા માતા પિતા એ તમારા ઉછેર માં કાઈ કમી રાખી હતી? ગમે તેટલા વહેલા જાગીને પણ આપણને નાસ્તો બનાવી આપતા હતા.. અરે બને લોકો નોકરી કરતા હોવ તોય શુ... એ બાબત ને આગળ ધરીને તમે તમારા જ બાળક ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરો છો... એ આપણે જાણવું જોઈશે...
🌴 આપણે જ્યારે આવતી પેઢીને ઉછેરીયે છીએ ત્યારે આપણે એને શુ શીખવીએ છીએ એ ખબર છે?? શું આપણને એના સ્વાસ્થ્ય પ્રત્યે જરાય કદર નથી? કે આટલી હદે આપણે આપણા જ બાળક પ્રત્યે બેદરકાર રહીયે છીએ? શું આપણે એના સ્વાસ્થ્ય માટે થોડો સમય નાં આપી શકીએ ? ના બનાવતા આવડે તો અત્યારે you tube અને એવા માધ્યમો શું ઓછા છે કે સામાન્ય નાસ્તા બનાવતા નાં શીખવી શકે...?
🌱 (આ લેખ મેં ઘણા સમય પહેલા સાંભળ્યો હતો અને અહીં મોટાભાગે મેરિડ વ્યક્તિઓ છે તો એમ થયું કે લાવો અહીં પણ જે સ્વાસ્થ્ય બાબતે જાગૃત નથી એ બધા ને જાગૃત કરીયે. અને ખાસ તો આવતી પેઢી ને આપણે એના સ્વાસ્થ્ય માટે જાગૃત કરીયે.)
……… "પીયૂ"…..