prem ni olakh in Gujarati Fiction Stories by Mast Kalandar books and stories PDF | પ્રેમની ઓળખ

Featured Books
Categories
Share

પ્રેમની ઓળખ

















પ્રેમ ની ઓળખ

આજે પાર્થ નો જન્મદિવસ હોવાથી તે જગો-મગો (સરસ તૈયાર) થઈને ગાડીની વાટ જોતો હતો. જો કે પાર્થ પટેલ અમદાવાદ જિલ્લાનો ડે.કલેકટર હોવાથી સરકારના કામનું પ્રેસર હોય એ રજા ભોગવી શકતો નહીં..એ જન્મદિવસ માટે રજા લેવા મે.કલેકટર સાહેબ પાસે ગયો તો એ બોલ્યા કે જન્મદિવસ છે તો કામ ડબલ કરવાનું ભાઈ રજા નહિ મળે.😂
🌴 પછી તો પાર્થ એ મનોમન વિચાર્યું કે કલેકટર સાહેબ રજા નહીં આપે એ ખબર હતી તોય રજા લેવા આવી ગયો. સાવ બુદ્ધિ વગરનો.. એટલે આજે જન્મદિવસ હોવા છતાંય ઓફિસે જવાનું હતું. એટલી વાર માં જ ડ્રાઈવર બહાર ગાડી લઈને આવી ગયો અને પાર્થ એની પત્નિ "મેઘા" અને દીકરી "નંદીની" જે એક વરસ આસપાસ ની હતી, એને વ્હાલ કરીને ગાડીમાં બેઠો અને ડ્રાઇવરે ગાડી સીધી કલેકટર ઓફિસ ના રસ્તે દોડાવી.. 
🌴 આમ તો ચોમાસુ પૂરું થવા આવ્યું હતું અને ખાસ કંઈ ગરમી ન હતી એટલે ગાડીના કાંચ ખુલા હતા ત્યાં જ રસ્તામાં સેટેલાઇટ રોડે એક ચેહરો પાર્થ ને દેખાયો અને પાર્થ એ ચહેરા ને જોઈને આશ્ચર્ય પામ્યો.. અને પાર્થે ડ્રાઈવર ને કહીને ગાડી ને યુ ટર્ન મરાવી ને સાઈડ માં ઉભી રખાવી.. 
🌴 એ ચેહરો બીજો કોઈ નહીં પણ એની આઠ વર્ષ પહેલાં ની પ્રેમિકા નો હતો.. દ્વિતી પારેખ.. હા... અને સામે દ્વિતીની આંખો પણ લાલબત્તી વાળી ગાડી માં બેઠેલા પાર્થ ની આંખો ને મળી. અને એ પણ જાણે આશ્ચર્ય માં પડી ગઈ હોય એમ પાર્થ ની આમે જોયું. એકબીજા ને જોઈને બનેના હૃદય ના ધબકારા જાણે ઉભા રહી ગયા હોય એમ લાગ્યું.. થોડી વાર માં જ દ્વિતી એ તો એક્ટિવા સ્ટાર્ટ કર્યું અને ત્યાંથી નીકળી ગઈ પણ પાર્થ એના ભૂતકાળ માં સરી પડ્યો..
🌴 "એય છોકરા તું નવો છે ને?? જી સાહેબ... હજુ ગઈ કાલે જ એડમિશન લીધું છે.. પાર્થે કહ્યું... 
શુ નામ છે તારું?? પાર્થ પટેલ... ok સાંભળ પાર્થ... 
જી સાહેબ ... ઉભો થા... એટલે પાર્થ ઉભો થયો..
🌴 પાર્થ હતો છઠા ધોરણ માં.. પોતાના ગામ ની પ્રાથમિક શાળા માં એણે નવું નવું એડમિશન લીધેલું હતું, એ અહીં પોરબંદર જિલ્લા ની અંતરિયાળ વિસ્તાર ના રાણાવાવ ગામ ની પ્રાથમિક શાળા માં ભણતો હતો. પેહલા એ પોરબંદર શહેર ની હોસ્ટેલ માં ભણતો હતો... પણ ત્યાં ન ફાવ્યું એટલે એના પપા એ એને પાછો ગામડે ભણવા બેસાડ્યો.. પોરબંદર શહેર માં યુનિફોર્મ માં અડધી ચડ્ડી અને સફેદ શર્ટ હતો, અને અહીં રાણાવાવ ગામ ની પ્રા. શાળાનો યુનિફોર્મ બ્લુ પેન્ટ અને સફેદ શર્ટ હતો. આમ, સફેદ શર્ટ માં કોઈને વાંધો ન હતો પણ જે નિશાળમાં બધા જ છોકરાઓ આખું પેન્ટ પહેરીને આવતા હોય ત્યાં "અડધું પેન્ટ" એટલે કે "ચડી" પહેરીને પાર્થ ગયો.. એટલે તરત જ એના વર્ગ શિક્ષકે આંખ દેખાડીને કહ્યું... 
🌴 જો પાર્થ... આ અઠવાડિયાનો વાંધો નહીં પણ આવતા સોમવાર સુધીમાં તારે બ્લુ પેન્ટ સિવડાવી નાખવાનું છે... આ ચડી અહીં નહિ ચાલે...હો.. પાર્થે જવાબ આપ્યો.. જી સાહેબ...
🌴 આટલું સાંભળતા જ આખો કલાસ હસવા માંડ્યો. પાર્થ પણ શરમાયો.. આખા કલાસ ના છોકરાઓ અને છોકરીઓ બધા હસવા મંડ્યા. કલાસ ની છોકરીઓમાં એક હતી, એ સ્કૂલના આચાર્ય શ્રી અરુણભાઈ પારેખની એકની એક દીકરી દ્વિતી પારેખ.. હા.. દ્વિતી એટલે નમણી, રૂપાળી, આંખો મોટી, બે ચોટલા કરેલા, એમાં લાલ રીબીન, કાળો નાનો ચાંદલો જાણે ચાંદ ને પણ પાછો પાડતો હતો.. મોઢાની નક્કાશી એટલે કેટરીના કેફ નેય આટી મારે એવી હો... પણ આખી સ્કૂલ માં કોઈ એનું નામ જ ન લે એટલી માથાભારે.. બાધુકડી.. અભિમાન પણ એટલું જ.. 

🌴 પાર્થ નો હસમુખો સ્વભાવ.. અને એની મહેનત... અહીં સ્કૂલ માં આવતા ની સાથે જ બધી જ કોમ્પિટિશન માં ભાગ લેવાની તતપરતા એ એને થોડા જ સમય માં એ આખા સ્કૂલ નો આજ્ઞાકિત વિદ્યાર્થી બનાવી દીધો.. પાર્થ ભણવામાં હોશિયાર પણ એટલો જ.. એના પપા ને ગામ પાસે જ થોડી જમીન હતી એમાં ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા.. અને એક નાની બહેન..

🌴 છઠા ધોરણ માં જ એની અને દ્વિતી વચ્ચે સ્પર્ધા થતી અને આ સ્પર્ધા માં પાર્થ હમેશા જીતતો.. છઠ્ઠા ના આખરી પરિણામ માં પણ એવું જ થયું.. અને દ્વિતી ના પપા એ ઘરે જઈને એને ઠપકો આપ્યો.. 

🌴 હવે અહીંથી શરૂ થઈ પાર્થ અને દ્વિતી ની સ્પર્ધા.. છઠા ધોરણ થી માંડીને ઠેઠ બારમાં ધોરણ સુધી બને ના માર્ક્સ આગળ પાછળ જ આવતા.. બને વચ્ચે હમેશા જ કાંટા ની ટક્કર જામતી.. અને તેમાં હમેશા પાર્થ બાજી મારી જતો.. આ સ્પર્ધા માં પાર્થ અને દ્વિતી બને એકબીજા ના કટ્ટર દુશ્મન બની ગયા હતા.. પણ અંદરોઅંદર બને એક બીજાને પસંદ પણ કરતા હતા.. બને ના મિત્રો એક બીજા ને એક બીજા ના પ્રેમ માં છે એવું કહીને ચીડવતા પણ હતા.. જોતજોતામાં તો 12th પણ પૂરું થઈ ગયું અને પોરબંદર ની સારી કોલેજમા બને એ એડમિશન લઈ લીધું..
🌴 હવે કોલેજ નો સમય આવ્યો બને એ પોરબંદર ની ખ્યાતનામ કોલેજ માં એડમિશન લીધું.. બને હવે એકબીજા ની મિત્રતા ચાહતા હતા.. આમ તો પાડોશી જ હતા પણ હજુ સુધી  ક્યારેય હસીને વાત પણ ન હતા કરતા.. કારણ કે દ્વિતી રૂઢિચુસ્ત કુટુંબ માંથી આવતી હતી અને પાર્થ શરમાળ હતો..  પણ કોલેજ માં આવ્યા પછી બને ને એકબીજા સાથે દોસ્તી કરવાનો વિચાર આવ્યો.. અહીં કોલેજ માં દ્વિતીની એક નવી સખી બની... દિવ્યા... હા એ દ્વિતી ની ખૂબ જ નજીક ની સખી બની ગઈ હતી... 
🌴 આમ તો દ્વિતી પાછળ આખા ગામના છોકરાઓ ગાંડા હતા જ પણ દ્વિતી કોઈને ઘાસ પણ ન હતી નાખતી.. તેમજ એના પપા ની ધાક પણ ગામ માં એવી જ હતી.. એ નહતા ઇચ્છતા કે દ્વિતી ના કારણે એમની કે એમની દીકરી ઉપર કોઈ ડાઘ લાગે...

🌴 કોલેજ માં આવતા ની સાથે જ દ્વિતી અને પાર્થ બને મિત્ર બનવાનું વિચારતા હતા પણ દ્વિતી થોડી અચકાતી હતી.. આ વાત દિવ્યા ને ખબર પડી એટલે દિવ્યા એ દ્વિતીને પાર્થ સાથે મિત્રતા કરવા રાજી કરી... પછી દ્વિતી એ સામે થી પાર્થ ને મિત્રતા ની ઓફર કરી.. અને પાર્થ ને તો ભાવતું હતું અને વૈદે કહ્યા જેવું થઈ ગયું.. રાણાવાવ થી પોરબંદર અપ ડાઉન આમ તો સાથે જ કરવાનું હતું તેમજ બને એક જ કલાસ માં હતા એટલે હવે બને એ અભ્યાસ માં પુસ્તકો અને નૉટ્સ ની લેવડ દેવડ શરૂ કરી... કોલેજ ના બીજા વરસ માં આવતા ની સાથે જ બને એક બીજા ના પવિત્ર પ્રેમ માં બંધાયા..

🌴 એક વખત ક્લાસમાં બન્યું એવું કે પ્રોફેસરે દ્વિતીને નોટ્સ બાકી હોવાથી બવ જ ખિજાયા પણ પાર્થે આખા કલાસ ની સામે જ દ્વિતી નું ખેંચ્યું. પાર્થ એ પ્રોફેસર સામે બોલવાનું શરૂ કર્યું અને દ્વિતી નો બચાવ કર્યો.. પછી પ્રોફેસરે પાર્થ ને પણ સજા કરી.. આમ દ્વિતી,  પાર્થ ને પોતાનું દિલ દઈ બેઠી.. દ્વિતી આ ઘટના ની સાથે જ  પાર્થ ના પ્રેમ માં પડી ગઈ અને પાર્થ ને પણ દ્વિતી નાનપણ થી જ એટલી ગમતી.. બને એક બીજા ને ગમવા મંડ્યા..

🌴 પ્રેમ તો બને એકબીજા ને એવો કરવા માંડ્યા કે જ્યાં સુધી એ એક બીજાને જુવે નહિ ત્યાં સુધી મોઢામાં એક અન્ન નો દાણો પણ ન નાખે.. અને જો ક્યારેક એકબીજા ને જોયા ન હોય તો એ આખો દિવસ જમે પણ નહીં.. કોરો ઉપવાસ જ રહે.. કહેવાય છે ને પ્રેમ એ તો ઇશ્વરે માનવીને આપેલો અદ્દભૂત પુરસ્કાર છે.. એ પુરસ્કાર પાર્થ અને દ્વિતી ને મળેલો હતો.. બને એ એકી સાથે જ એને સ્વીકાર્યો હતો.. ક્યારેક બગીચામાં પાર્થ, દ્વિતી ના ખોળે સુઈ જતો તો ક્યારેક દ્વિતી પાર્થ ના ખભે માથું ટેકવી દેતી... બને ને એક બીજા સાથે ખૂબ જ લગાવ થઈ ગયો.. પવિત્ર પ્રેમ માં એ બને એ ક્યારેય શરીર સુખ ભોગવવા ની ઈચ્છા નહતી થઈ..

🌴 આટલા માં તો પાર્થ વર્તમાન માં આવી ગયો.. ડ્રાઈવર નો અવાજ આવ્યો... કે "સાહેબ હજુ અહીં કાઈ કામ છે કે આપણે ઓફિસ જઇયે??"  ના ના.. કાઈ જ કામ નથી.. આપણે ત્યમતારે ગાડી ને ઓફિસે લઈ લો.. એટલે ડ્રાઇવરે ગાડી ને પાછી ઓફિસ ના રસ્તે દોડાવી.. રસ્તામાં પાર્થ ને દ્વિતીના જ વિચારો આવવા લાગ્યા અને પાછો પાર્થ દ્વિતી ના વિચારોના ચકડોળ માં ચડી ગયો..

🌴 જોતજોતામાં તો કોલેજ નો છેલો દિવસ આવી ગયો.. અને બને પ્રેમી પંખીડા એકબીજા ને બગીચામાં સામસામે બેઠા બેઠા તાકી રહ્યા હતા.. બને ના આંખ માંથી આંસુ નીકળતા હતા.. ભલે હતા પાડોશી પણ દ્વિતી ને બહાર નીકળવું હોય તો પપા ની મંજૂરી લેવી પડતી.. એટલું ઘરનું વાતાવરણ સ્ટ્રીક્ટ હતું.. આથી બને એક બીજાને મન ભરીને જોઈ લેવા, મહેસુસ કરી લેવા, નિહાળી લેવા માંગતા હતા...
🌴 કોલેજ ની પરીક્ષાઓ પુરી થઈ અને વેકેશન પડી ગયું.. આ તો પ્રેમ હતો એમ થોડી છાનો રહેવાનો હતો.. બન્યું એવું કે વાયા વાયા કોઈકે દ્વિતીના પપા ને વાત કરી કે તમારી દીકરી તો ઓલા આપણા ગામના  ખેડૂત રમેશ પટેલ ના દીકરા જોડે પ્રેમમા છે.. બને એ તો કદાચ લગ્ન પણ કરી લીધા લાગે છે.. આવું સાંભળી ને દ્વિતી ના પિતા તો ગુસ્સે ભરાયા.. એ હતા વણીક અને માસ્તર પણ હતા.. છતાંય એમની વગ અને ઓળખાણ તો એટલી હતી અમિતભાઇ શાહ જોડે એ પણ ડાયરેકટ વાતો કરી શકતા હતા.. એટલે વાજતે ગાજતે ગાડું ઘરે પહોંચ્યું.. ઘરે આવીને બૂમ પાડી..
🌴 દ્વિતી એ દ્વિતી ક્યાં ગઈ... જી પપા... શુ થયું?? પપા..
આ હું શું સાંભળી રહ્યો છું... હે?? 
આટલું બોલ્યા ત્યાં તો દ્વિતી ધ્રુજવા લાગી.. હ. હ. હ.પપા.. શુ..પપા... 
કે તું અને પેલો પાર્થ બને??? હે.. સાચું બોલ.. સાચો જવાબ આપ..
🌴 હા પપા... અમે તમને વાત કરવાના... હજુ તો આટલું બોલી ત્યાં તો દ્વિતી ના પપા એ દ્વિતી ને ચાર પાંચ જીકી દીધી.. હવે તો શું બોલે દ્વિતી.. આંખ માંથી દળ દળ આંસુઓની ધાર થઈ.. દ્વિતી ના મમી વચ્ચે પડ્યા અને દ્વિતીએ તો રોઈ રોઈ ને આખું ઘર માથે લીધું.. 

🌴જો આ તારી રાજકુમારી.. સાચવ હવે.. નહિ તો મારે.. એક વાત સમજી લે.. હું મરી જઈશ પણ આને બીજી નાત માં તો નહીં જ પરણાવું.. આવુ બોલીને દ્વિતી ને એક રૂમ માં બંધ કરી દીધી..
🌴 આ બાજુ દ્વિતી ના પાપા એ પાર્થ ના પપા ને ઘરે જઈને ધમકી આપી કે તમે અહીંયા થી બીજે રહેવા વ્યા જજો નહિ તો હું બધા ને જેલ માં પુરાવી દઈશ.... હા... 

🌴 પાર્થ ના પપા હતા ભોળા અને ઘર ની પરિસ્થિતિ પણ એટલી સારી ન હતી.. ઉપરથી નાની દીકરી ના પણ લગ્ન અને સંબંધ કરવાની ચિંતા હતી એટલે એમણે તો મગજ ઉપર લઈ લીધું અને બીજે રહેવા જવાનો નીર્ધાર કરી લીધો..

🌴 આ બાજુ દ્વિતી ને ય એના મામા ને ત્યાં અમદાવાદ માં મોકલી દેવાઈ અને એના મામા તો બાપા... કન્સ ને પણ સારા કહેવડાવે એવા હતા... દ્વિતી ઉપર બરોબર નજર રાખતા હતા.. રૂમ માં પુરીને રાખતા.. આમ ને આમ બે એક મહિના ચાલ્યા ગયા.. 

🌴 પાર્થ અને એનું આખું ઘર રાણાવાવ મા જ બીજા ઠેકાણે ભાડે રહેવા ચાલ્યા ગયા પણ પાર્થ ને પૂરો વિશ્વાસ હતો કે દ્વિતી મરી જશે, પણ બીજા કોઈ જોડે લગ્ન તો નહિ જ કરે.. આ બાજુ પાર્થ ના પપા એ પણ પાર્થ ને લગ્ન માટે મનાવવાનું શરૂ કર્યું  પણ પાર્થે ચોખ્ખું જ કહી દીધું કે પપા બીજી કોઈ છોકરી જોડે લગ્ન હું નહીં જ કરું..

🌴 એક દિવસ પાર્થ ને શુ સુજ્યું કે એ તો સીધો જ દ્વિતી ના ઘરે ગયો.. અને ભાઈ એના ઘરે પહોંચ્યા એટલે દ્વિતી ના પપા-મમી અને એના કાકા અને કાકી અને પિતરાઈ ભાઈઓ બધા જ હજાર હતા.. એ બધા ની હાજરી માં પાર્થ એ કહ્યું કે હું દ્વિતી જોડે સાચો પ્રેમ કરું છું.. અને જો આ પાર્થ પટેલ લગ્ન કરશે તો દ્વિતી પારેખ સાથે જ.. બાકી નહીં કરે અને કદાચ દ્વિતી ના બે બાળકો હશે તોય આ પાર્થ અપનાવી લેશે..

🌴 આવું સાંભળી ને.. જેમ મકાઈના દાણાને ગરમાગરમ તવા ઉપર નાખો અને જેમ ઉછળે એમ જ દ્વિતી ના પપા પલંગ ઉપર ઉછલ્યા.. અને એના પિતરાઈ ભાઈઓ ને તો મોખડકા નું તીખું મરચું લાગ્યું હોય એમ લાગ્યું.. હવે તો શું થવાનું હતું.. આ પાર્થ પાસે કાઈ કૃષ્ણ ભગવાન તો હતા નહિ કે એને બચાવે.. બધા એ મળીને પાર્થ ને તો કોરે કોરો ધોઈ નાખ્યો..

🌴 બરાબરનો ધોયા બાદ.. ધોવાયેલા પાર્થ ને એના ઘર પાસે ફેંકી આવ્યા અને પાર્થ ના પપા ને ધમકી આપી કે આ વિશે કોઈને જાણ કરી તો બધા નો આવો જ હાલ થશે.. ખબર છે ને મારી ઓળખાણ.. આટલું કહીને બધા ત્યાંથી રવાના થયા..

🌴 થોડા દિવસો આમનેમ વીત્યા.. હવે તો પાર્થ પણ થોડો અસંજસતા માં હતો કે નોકરી-ધંધા વિના હું દ્વિતી નો હાથ કેમ માંગી શકું?? પણ જો મને કોઈએ પૂછ્યું હોત તો જણાવેત કે ભાઈ બે વિઘા જમીન વેચી દે એટલે પૈસા પૈસા થઈ જાય.. અને પાર્થ નોકરી ની તૈયારી માં લાગ્યો. 
🌴 દિવસો ને વીતતા કયા વાર લાગે છે.. દ્વિતી નું ગોઠવવા એના પપા રાત દિવસ એક કરવા લાગ્યા.. પાર્થ ના બનાવ પછી તો દ્વિતી નું ગોતવાનું ચાર ગણુ ઝડપી ચાલ્યું.. કે ક્યાંક પાર્થ બાણ ન ચડાવી લે.. આમ બે એક મહિના વીત્યા ત્યાં જ.. દ્વિતી માટે એક છોકરો પસંદ આવ્યો..

🌴 ડો. હિતેન્દ્ર દેસાઈ નું માંગુ દ્વિતી માટે આવ્યું... રંગે કાનુડો એટલે કે વેસ્ટ ઇન્ડિઝ ના ક્રિસ ગેઇલ નો દૂર નો સંબંધી હોય એવું એનું રૂપ.. અને સ્વભાવે એક દમ ગરમ.. પણ ડૉકટર હતો ને ભાઈ.. એટલે કોઈએ ખામી ન કાઢી.. એક બાજુ દ્વિતી પણ ઘર માં બંધ રહી રહી ને કંટાળી ગઈ હતી.. 

🌴 આ માંગા ને દ્વિતી અને એના પિતા એ બને એ સ્વીકાર કર્યો.. જોત જોતામાં તો બીજા બે મહિના માં દ્વિતીએ પ્રભુતા માં પગલાં માંડ્યા.. આ બાજુ પાર્થ ને ખબર પડી કે દ્વિતી લગ્ન કરે છે.. એની ઉપર તો જાણે પહાડ તૂટ્યું હોય.. પણ એ સમજી ગયો કે કદાચ દ્વિતી ને પસંદ પડ્યો હશે અને હું જો હવે લગ્ન માં કોઈ આડખીલી ઉભી કરું તો એના પપા ની ઇજ્જત પાણી માં જાય. પાર્થ સંસ્કારી હતો એટલે હલકાઈ ન કરી શક્યો અને એણે પણ દ્વિતી ને વિદાય આપી..

🌴 પણ દિલ માંથી કેમ વિદાય આપે એ નાનપણ ના પ્રેમ ને.. એ દિવસથી લગભગ મહિના ઓ સુધી એ બવ જ રોયો છેવટે એણે નિર્ણય કર્યો કે હું લગ્ન જ નહીં કરું.. એની રાહ જોઇશ.. હજુય એ દ્વિતી ની રાહ જોવા માંગતો હતો.. 
હવે પાર્થ exam ની તૈયારી કરવા માટે ગાંધીનગર ચાલ્યો ગયો. પાર્થ એ કોમ્પિટીટિવ એક્ઝામ ની તૈયારી શુરું કરી.. ખેડૂત નો દીકરો એટલે મહેનત એના લોહી મા જ હતી.. એક બાજુ પ્રેમમાં નિષ્ફળતા ની આગ અને બીજી બાજુ મહેનત નો રંગ.. એટલે પાર્થ GPSC માં સારા ક્રમાંકે પાસ થઈને મામલાતદાર બન્યો.. એક સારા હોદ્દે પહોંચ્યો એટલે એના બધા જ સગા વ્હાલા નો લગ્ન કરવા માટે ફોર્સ આવ્યો કે લગ્ન કરી લે.. પણ છતાંય એણે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી.. બધા ને લગ્ન કરવાની ના પાડી પણ એની માતાને ના ન પાડી શક્યો.. એના મમીની પણ ઉંમર થઈ અને સામે નાની બહેન ને પરણાવી પણ હતી ને.. તો દીકરો કુંવારો બેસે તો એ દીકરો એના મા બાપ ને શુ સુખ આપી શકે?? આવું એના મમી વારંવાર કહેતા.. છેવટે એણે નમવું પડ્યું.. એક ગરીબ ઘરની સંસ્કારી દીકરી નું માંગુ આવ્યું.. મેઘા પટેલ.. દીકરી ગ્રેજ્યુએટ થયેલી હતી.. અને સામે પાર્થ ની નાની બહેન માટે ય સારા ઘરનું માંગુ આવ્યું એટલે પાર્થ અને એની બહેને બને એ સાથે લગ્ન કર્યા..

🌴 પાર્થ એ મેઘા જોડે લગ્ન તો કર્યા પણ જે સુખી જીવન જીવવું જોઈએ એવું ન હતો જીવતો.. બસ દ્વિતીની યાદ એને સતત આવ્યા રાખતી.. એના બધા જ મિત્રો એ દ્વિતી ને ભૂલી જવાનું કહ્યું પણ એ એક નો બે ન થયો.. હમેશા દ્વિતી વિશે જ વિચારતો.. પણ હજુ સુધી એટલે કે પાંચ પાંચ વરસ થયા છતાંય દ્વિતી નો ક્યારેય કોલ કે મેસેજ ન હતો આવ્યો એ બાબત પાર્થ માટે અઘરી હતી કે એક વખત તો દ્વિતી વાત કરેત.. ક્યાં છે કેમ છે આવું ક્યારેય દ્વિતી એ કોલ કે મેસેજ ન હતો કર્યો..
🌴 આવું વિચારતો હતો ત્યાં જ પાછો એ વર્તમાન માં ઢળી પડ્યો.. એના ડ્રાઈવર એ કહ્યું કે સાહેબ ઓફિસ પહોંચી ગયા છીએ.. 
🌴 આ બાજુ મેઘા ગરીબ ઘર ની સંસ્કારી દીકરી હતી.. એ ક્યારેય પાર્થ ને કોઈ બાબતે ફરિયાદ ન હતી કરતી.. પાર્થ એને બસ સમાજ માં જ પત્ની તરીકે રાખતો પણ ક્યારેય એને કોઈ ખાસ દરજ્જો ન હતો આપ્યો કે ખુશ રાખવાનો પ્રયત્ન પણ ન હતો કરતો..
🌴 સોમવાર નો દિવસ હતો એટલે પાર્થે ઓફિસમાં જમીન ના કેસ ચલાવવાના હતા.. ચેમ્બર માં દાખલ થયો.. પટાવાળા ને કહ્યું કે બહાર થી ફાઈલો લઈ આવો.. થોડી જ વાર માં એનો અંગત ફોન રણક્યો.. અજાણ્યો નમ્બર હતો.. પાર્થે ફોન ઉપાડતા કહ્યું... હલો.. સામેથી કોઈ બોલ્યું નહીં.. પાર્થ થોડો કામ માં હતો એટલે એણે ખાસ કંઈ ધ્યાન ન આપ્યું.. એણે ફોન મૂકીને પટાવાળા ને કહ્યું કે અરજદારો ને વારાફરથી વારા અંદર બોલાવો.. પટાવાળા એ સાહેબ ના હુકમ નું પાલન કર્યું અને અરજદારો ને વારા ફરથી અંદર મોકલ્યા.. 

🌴માંડ માંડ બપોર પડી કારણકે કેસ ચલાવવામાં ઘણી માથાકૂટ હોય છે.. ડે.કલેકટર કેસ ચલાવે એટલે ત્યાં એનો હોદ્દો "જજ" જેવો હોય છે એણે બને પક્ષને સાંભળવા પડે અને પછી કા તો તારીખ આપવી પડે અથવા કાયદા ને અનુસરીને કેસ નો નિકાલ કરવો પડે..

🌴 બપોરે સાહેબ ઓફિસે જમ્યા અને પટાવાળા ને પણ જમવા મોકલ્યો.. ત્યારબાદ પાર્થને થોડો આરામ કરવાનો મૂડ હતો..  એટલા મા જ ફોન ની પાછી ઘંટડી વાગી એટલે પાર્થે ફોન ઉપાડ્યો.. હલ્લો.. સામેથી ફરી કોઈનો અવાજ નહીં.. પણ પાર્થ નું મગજ દોડવા માંડ્યું કે કોણ હશે?? 

🌴 આખરે સામેથી અવાજ આવ્યો.. હલ્લો.. હલો બોલવાનો જે ટોન હતો એ સાંભળીને પાર્થ ચમક્યો.. કે અવાજ તો દ્વિતી નો છે.. અવાજ સાંભળતા જ પાર્થ ની આંખમાં આંસુ આવી ગયા.. પુરા આંઠ વરસ, બે મહિના અને નવ દિવસ પછી એણે દ્વિતી નો અવાજ સાંભળ્યો હતો.. દ્વિતી જોડે છેલ્લે ક્યારે વાત થઈ હતી એ એને પાકું યાદ હતું..

🌴 આજે એણે દ્વિતી સાથે મન ભરીને વાતો કરી જોકે દ્વિતી નો પતિ ડૉકટર હતો એટલે એ બવ જ બીઝી રહેતો હતો.. પણ દ્વિતી તો ગૃહિણી હતી એટલે એને સમય તો રહેતો જ.. આ બાજુ પાર્થે તબિયત નાદુરસ્તી ના બહાને અડધા દિવસ ની રજા લઈ લીધી અને મન ભરીને દ્વિતી જોડે વાતો કરી..

🌴 આજનો દિવસ પાર્થ માટે ખૂબ જ ખુશીનો દિવસે હતો.. સાંજે ઘરે ગયો.. ફ્રેશ થઈને વોટ્સ એપ માં દ્વિતી જોડે વાતો કરવા લાગ્યો.. અને રાત સુધી ફોન માં રચ્યોપચ્યો રહ્યો.. આ બાજુ મેઘા ને નવાઈ લાગી કે પાર્થ ક્યારેય ઘરે આવીને ફોન માં આટલો busy નથી રહેતો તો આજે કેમ?? તોય મેઘાએ જાણવાની તસ્દી ન લીધી.. મન માં વિચાર્યું કે કદાચ કૈક કામ આવી ગયું હશે..
🌴 એ દિવસ થી પાર્થ ના ફોન નો પાસવર્ડ બદલાઈ ગયો અને લોક ની પેટર્ન બદલાઈ ગઈ... અને એ વિશે એણે મેઘા ને જાણ પણ ન કરી..
🌴 જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ પાર્થ મેઘા થી દુર અને દ્વિતી ની નજીક જતો ગયો.. ઘણી વખત દ્વિતી ને અનુકૂળતા હોય તો પાર્થ રજા મૂકીને એને હરવા ફરવા લઈ જતો.. અને સ્કૂલ અને કોલેજ ની જૂની વાતો યાદ કરીને હસતા.. આમ બને એ સાથે જીવવાનું શરૂ કર્યું... ક્યારેક ક્યારેક બન્ને હોટેલ માં પણ જતા અને શરીર સુખ પણ માણતા હતા.. 
🌴 દ્વિતી અને પાર્થે સાથે તો જીવવાનું શરૂ કર્યું પણ દ્વિતી એ આ આંઠ વર્ષો માં ક્યાં કારણોસર પાર્થ ને એક વખત પણ  કોન્ટેક્ટ ન કર્યો??..  એ બાબત પૂછતા દ્વિતી કહેતી કે એનો પતિ ડૉ.હિતેન્દ્ર એની ઉપર સતત નજર રાખતો હતો અને એ શંકાશીલ માણસ છે એટલે દ્વિતી કોન્ટેક્ટ નહતી કરી શકતી.. એમ જવાબ મળતો.. આ બાજુ પાર્થ હમેશા દ્વિતી નું બધું જ સાચું માનતો અને એની પર વિશ્વાસ કરતો હતો..

🌴 એક વખત બન્યું એવુ કે પાર્થ અને દ્વિતી બને હોટેલ માં હતા અને પાર્થ નહાવા ગયો હતો. પાર્થે નહતા નહતા દ્વિતી ને કોઈક જોડે વાતો કરતા સાંભળી.. ખાસ કંઈ સંભણાણું નહતું પણ દ્વિતી એના પતિ જોડે તો વાત નહતી જ કરતી કોઈક બીજું હતું એવું પાર્થ ને લાગ્યું..  નહાઈને પાર્થ બહાર આવ્યો અને કોનો ફોન હતો એ બાબતે દ્વિતી ને પૂછ્યું એટલે દ્વિતી એ અચકાતા એના પતિ નું નામ આપ્યું.. આમ પાર્થ ને થોડી શંકા તો ગઈ પણ એને દ્વિતી પર પૂરો વિશ્વાસ હતો..
🌴 એક વખત બન્યું એવું કે કોલેજ ની દ્વિતી ની સખી દિવ્યા અચાનક જ પાર્થ ને અમદાવાદ ની બજાર માં મળી ગઈ.. દિવ્યા અમદાવાદ માં ખરીદી કરવા આવી હતી અને દિવ્યા જોડે એના પતિ પણ હતા.. ત્રણેય એ સાથે કોફી પીધી અને વાતો કરી.. દિવ્યા નો પતિ થોડા કામ ના હિસાબે ફોનમાં વાત કરવા બહાર જતો રહ્યો અને દિવ્યા એ દ્વિતી ની વાત છેડી.. 
🌴 આમ, પાર્થે પણ દ્વિતી સાથે કોન્ટેક્ટ માં આવ્યા નો ઉલ્લેખ કર્યો... અને વિગતે વાત કરતા કહ્યું કે એનો પતિ ડો.હિતેન્દ્ર એને ખૂબ જાપ્તિ માં રાખે છે.. એ શંકાશીલ માણસ છે.. એ દ્વિતી ના ફોન નું રેકોર્ડિંગ પણ ક્યારેક સાંભળે છે.. એ દ્વિતી ને ખૂબ જ હેરાન પણ કરે છે.. એ દ્વિતી પર હાથ પણ ઉપાડે છે.. આ સાંભળી ને દિવ્યા તો ચોકી ઉઠી.. એ બોલી કે આવું પાર્થ તને કોણે કહ્યું? તો કે દ્વિતી એ કહ્યું છે...  

🌴 ત્યારબાદ દિવ્યા એ પાર્થ ને લગ્ન પહેલાની હકીકત વર્ણવી કે લગ્ન પહેલા દ્વિતીને એ મળી હતી ત્યારે એવી વાત થઈ હતી કે..  દ્વિતી વિચારતી હતી કે જો પાર્થ જોડે લગ્ન થાય તો છેવટે ગામડા માં જ રહેવું પડે અને ખેતી કામ જ કરવું પડશે.. ગામડા નો માણસ મને કેટલો સાચવી શકશે?? મને શું સુખ સગવડો આપી શકશે?? હું પપા ના ઘરે તો બંધ બારણે રહી તો સાસરે પણ આમ જ રહેવાનું?? એટલે એણે જોયું કે ડૉ. હિતેન્દ્ર દેસાઈ બરોડા ના છે.. એમને ત્યાં શહેરમાં બે ઘર છે.. અને ગર્ભ શ્રીમંત છે.... એક ઘરમાં તેઓ મારી જોડે એકલા જ રહેશે.. એનાથી મને પુરી આઝાદી પણ મળી રહેશે.. દ્વિતી એ આવું વિચાર્યુ..

🌴 તેમજ દિવ્યા એ પાર્થ ને બીજી બધી જ હકીકત થી વાકેફ કર્યો..  કે પાર્થ ડૉ. હિતેન્દ્ર ખૂબ જ સારો માણસ છે.. એણે ક્યારેય દ્વિતી પર કોઈ જાપ્તિ કે પહેરો ગોઠવયો નથી.. એ  હમેશા દ્વિતી ને સ્પોર્ટ જ કરે છે..  એણે ક્યારેય દ્વિતી ઉપર હાથ પણ ઉપાડ્યો નથી... આમ દિવ્યા એ દ્વિતી ના પતિ ની બધી જ સકારાત્મક બાબતો પાર્થ ને જણાવી..

🌴 પાર્થ પણ વિચારવા લાગ્યો કે તો દ્વિતી શા માટે આટલું ખોટું બોલતી હશે? ત્યાં સુધી માં દિવ્યા નો પતિ આવી ગયો અને બધા કોફી પી ને ત્યાંથી છુટા પડયા અને એક બીજા ને કહેલી વાત કોઈએ ત્રીજા ને ન કહેવી એવું નક્કી કર્યું..

🌴 આમ ત્યારથી પાર્થે દ્વિતી પર થોડી નજર રાખવાની શરૂ કરી દીધી.. કે દ્વિતી રાતે મોડે મોડે સુધી Whats app માં online રેહતી હતી.. એનો એક બીજો નમ્બર છે એમાંથી એ બીજું વહાટ્સ એપ વાપરે છે... ક્યારેક પાર્થ પૂછે કે કાલે રાતે તું બવ મોડે સુધી online હતી તો તરત જ કહી દેતી કે હા હિતેન્દ્ર જાગતા હશે હું તો સુઈ ગઈ હતી.. આમ ખોટું બોલી જતી..

🌴 પછી પાર્થે એની સત્તા નો ઉપયોગ કરીને દ્વિતી ની છેલ્લા છ મહિના ની બને નંબરોની બધી જ call detailed કઢાવી..
જ્યારે એ બધી ડિટેઇલ્સ પાર્થ ના હાથ માં આવી તો પાર્થ ચોકી ઉઠ્યો.. કે... 
🌴 દ્વિતી એ લગભગ બે-બે મહિના ના અંતરે અલગ અલગ પુરુષો સાથે વાતો કરતી હતી.. એટલે પાર્થે જુના ફોન નંબરો ને તપાસી એમની જોડે સંપર્ક કર્યો અને એણે મળવાનો પ્રયત્ન કર્યો.. એ બધા ને મળીને જે વાતચીત થઈ અને તારણ માં જે સત્ય સામે આવ્યું એ ચોંકાવનારું હતું.. 

🌴 સત્ય એ હતું કે  દ્વિતી બીજા પૈસાદાર પુરુષો  સાથે શરૂ શરૂ માં મિત્રતા બાંધતી અને ત્યારબાદ એ પુરુષ ની નજીક જઈને એને ફસાવતી.. છેલ્લે એની પાસેથી પૈસા પડાવતી.. અને જો કોઈ વ્યક્તિ પૈસા આપવામાં આનાકાની કરે તો દ્વિતી એના એક પોલીસ મિત્ર દ્વારા ફોન કરાવતી.. આ પોલીસ મિત્ર ની દ્વિતી સાથે સાંઠ-ગાંઠ હતી.. આ બધી વિગતો ને તપાસ્યા પછી પાર્થ ની આંખો ખુલી ગઈ... 

🌴 આમ આ સત્ય જાણીને પાર્થ ને ખૂબ જ દુઃખ થયું અને  એ દિવસ થી પાર્થ એ મનોમન નક્કી કર્યું કે હવે દ્વિતી સાથેના સંબંધો મારે ઓછા કરવા જોઈએ..

🌴 ત્યારબાદ પાર્થ ઘરે ગયો અને એણે મેઘા ને બાજુમાં બેસાડી ને મનોમન એની માફી માંગી બોલ્યો કે મારી પાસે જે હીરો છે એને તો મેં ક્યારેય હીરો માન્યો જ ન હતો... અને જે કાચ ના ટુકડા હતા  એને જ હીરા ગણ્યા હતા... સાચે જ આજે ખ્યાલ આવ્યો કે મારી પાસે છે એ કોહિનૂર હીરો છે..

🌴 આમ પાર્થે હવે મેઘા ને સાચવવા નું શરૂ કર્યું... એને ખુશ રાખવાનું શરૂ કર્યું... એની જોડે હસવાનું શરૂ કર્યું.. એની માટે રજા રાખવાનું શરૂ કર્યું... એને ખુશ રાખવાનું શરૂ કર્યું.. એને હસાવવાનું શરૂ કર્યું... એના ખોળે સુવાનું શરૂ કર્યું.. એને વ્હાલ અને પ્રેમ આપવાનું શરૂ કર્યું... તેમજ મનોમન નક્કી કર્યું કે હું દુનિયા નો બેસ્ટ પતિ બનીને દેખાડીશ જ... 

🌴 આટલો બધો પ્રેમ જોઈને  સામે મેઘા ને પણ ખ્યાલ ન આવ્યો કે પાર્થ માં આટલો બદલાવ આવવાનું કારણ શું છે... કાઈ ચમત્કાર છે કે બીજું કાંઈ??? પણ મેઘા એ વિચાર્યું કે જે હોય તે...  પણ થયું છે સરસ જ... 

🌴 આમ પાર્થ હવે દ્વિતીના જીવન માંથી દૂર ચાલ્યો ગયો અને પોતાના લગ્ન જીવનને આધ્યાત્મિકતા તરફ લેતો ગયો....

(આ કથા ને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી... બસ મન ના ખયાલો છે... જે જાહેર જનતા ને જાણ થવા વિનંતી છે..)

…………પીયૂષકુમાર "પીયૂ"…………
22.10.2019