aavo jamava in Gujarati Women Focused by Mast Kalandar books and stories PDF | આવો જમવા

Featured Books
Categories
Share

આવો જમવા

આજની ચર્ચા નો વિષય અને આજે જ મારી સામે બનેલા સામાન્ય સંયોગ ને હું અહી રજુ કરું છું...
🌴 ચર્ચા નો પ્રશ્ન એવો હતો કે કુટુંબ વ્યવસ્થાના ફાયદા અને ગેરફાયદાઓ..☘️  પણ હું અહી થોડું edit કરીને એક સરસ વિચાર જે મારા માનસપટલ આવ્યો એ હું અહી રજૂ કરું છું..
🌴 આજે મોટાભાગના જવાબો વાંચ્યા કે કુટુંબ વ્યવસ્થા ભાંગી છે, આવું છે તેવું છે પણ હું અહી ઓશો જી નું એક વાક્ય ટાંકવા માંગુ છું કે...  🌸ઓશો જી🌸એ કહ્યું એમ કે "આજનું જીવન પહેલા કરતા ઘણું સારું છે જો જીવતા આવડતું હોય તો"... અને આજના જીવન માંથી હું એક બાબત અહીં જણાવીશ...
🌴 આજે એક હોટેલ માં હું અને મારા મિત્ર જમવા બેઠા હતા. સામેના ટેબલ પર એક કપલ જમવા બેઠું હતું. તમે કહેશો કે યાર આમાં તો શુ નવું છે..???🤔
🌴 પણ આજ થી અમુક વર્ષો પહેલા કે અત્યારે પણ અમુક ગામડાઓમાં કે ઘણા બધા ઘર નો રિવાજ એવો હશે કે પુરુષો પહેલા જમી લે અને પછી જ સ્ત્રીઓ જમવા બેસતી હશે... ખરું ને?
🌴 જુવો મિત્રો! ઘરમાં સૌથી પહેલા જાગે છે કોણ? તો જવાબ છે કોઈ સ્ત્રી જ.. એ પછી મા હોય, પત્ની હોય કે દીકરી..
🌴 ઘર નું મોટાભાગ નું કામ કોણ કરે? તો એ પણ એક સ્ત્રી જ.. સવાર નો નાસ્તો, બાળકો ને તૈયાર કરવા, એમને સ્કૂલે મોકલવા, ઘરની સાફ સફાઈ, કપડાં ધોવા, વાસણ ઉટકવા, બપોર નું ભોજન, વડીલ હોય તો એને દવા આપવી, રાતનું જમવાનું, એ વાસણ ઉટકવાના અને રાત્રે છેલ્લે ઘરની બધી લાઈટો પણ એક સ્ત્રી જ બંધ કરતી હશે ને..? 
🌴 બધા નો સમય સાચવતી અને પછી જો એ સ્ત્રી જોબ કરતા હોય તો પણ આ બધા કામ તો કરવાના જ અથવા અમુક કામવાળીને કરવા આપી દેવાના... તોય એનું ધ્યાન તો એક સ્ત્રી એ જ રાખવાનું ને...
🌴 હવે આટ આટલુ કામ છતાંય પણ પોષણ સૌથી વધું કોણ મેળવે છે? તો જવાબ આવશે પુરુષો મેળવે છે..
🌴 તમારું ભાવતું, તમારા મા બાપ કે બાળકો નું ભાવતુંય તમારી પત્ની જ બનાવી આપે.. પણ એનું ભાવતું એ ક્યારેક જ બનાવતી હશે અથવા કદાચ એના પતિ ને જે ભાવતું હશે એજ એણે પણ ભાવતું કરી દીધું હશે... છતાંય એને નાનપણ થી જ પોષણયુક્ત ખોરાક હંમેશા ઓછો જ મળે છે ને...
🌴 તો આજે મને એમ થયું કે હા... આજે સ્ત્રીઓ પુરુષો જોડે બેસીને એનું ભાવતું જમે તો છે.. એ જૂની પ્રથા કે જે વધેલું ઘટેલું હોય એ જ સ્ત્રીઓ જમતી એ બાબત મહદઅંશે ઓછી થતીજાય છે. આ બાબત ને હું વિચારીને  ખૂબ જ આનંદીત થયો.. ભલે એ વસ્તુ કાઈ નવી નથી પણ એક પ્રથા કે જેના કારણે સ્ત્રીઓ ને ઓછું પોષણ મળતું એ તો ઘટી...
🌴 ભલે પછી આજે બહાર નું જમવાનું પોષણયુક્ત નથી હોતું.. એ બાબત તો આપણી ઉપર છે કે આપણે કેવો ખોરાક લઈએ છીએ પણ એટલું તો થયું કે બને જોડે જમેં છે... 
🌴 જો કોઈ પણ માણસ ને એવું થતું હોય કે સ્ત્રીઓ ઘરનું કામ કરે એમાં શું? તો એમને હું એક જ બાબત જણાવીશ કે એક દિવસ ફક્ત એક જ દિવસ આપ ઘરના બધા જ સભ્યો ના કપડાં ધોઈને સુકવી દો.. સાહેબ.. ફીણ ન આવી જાય તો કહેજો.....

💥હું વાચકો પાસેથી આટલું જ ઇચ્છીશ કે જો આપના ઘરે દીકરી હોય તો એ કુપોષિત ન રહે તેમજ જો સ્ત્રીઓ છેલ્લે જમતી હોય તો, બસ એવા પ્રયત્નો કરજો કે એ પણ પુરુષો ની સાથે જમી શકે.. જેથી એને જેટલો આહાર જોઈએ એટલો તો એ લઈ શકે...💥

...………બોલ્યું ચાલ્યું માફ...………

…………પીયૂષકુમાર 💥પીયૂ💥…………