Abhinetri - 46 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 46

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

અભિનેત્રી - ભાગ 46

*અભિનેત્રી 46*
        .                 
             મેતો દીવાની હો ગઈ 
             પ્યાર મે તેરે ખો ગઈ 
 શર્મિલાનો મોબાઈલ રણક્યો.
 "હા.બોલ ઉર્મિ."
*હો ગયે બરબાદ*ના શૂટ માટે જવા નીકળેલી શર્મિલાએ ફોન કલેક્ટ કરતા કહ્યુ.
 "સુનીલ સત્યાવીસ તારીખે ટૂર પર બેંગલોર જશે અને એક ડિસેમ્બરના ત્યાંથી રિટર્ન આવશે."
ઉર્મિલાએ સુનીલના શેડ્યુલની શર્મિલાને માહિતી આપી.
 "અચ્છા.તો ત્રીસ યા એકત્રીસની ડેટ ફિક્સ કરુ છુ શૂટ માટે ચાલશે ને?તુ રેડી છો ને?"
"હા ભઈ.રેડી.જ છુ એટલે તો તને જાણ કરી. પણ શર્મી કંઈ ગરબડ તો નહિ થાય ને?"
ઉર્મિલાને હજૂ ગભરાહટ થતી હતી.બધુ હેમ ખેમ પાર પડશે કે કેમ એ માટે એના મનમા હજુ શંકા હતી.એને હિંમત આપતા શર્મિલા બોલી.
"તુ આટલી બધી ચિંતા નહી કર.બધુ ઓકે જ થવાનુ.હિંમતે મર્દા તો મદદે ખુદા.હુ ડેટ ફિક્સ કરીને તને જાણ કરુ છુ ઓકે?"
ઉર્મિલાનો ફોન કટ કરીને એણે પોતાના સેક્રેટરી નિર્મલ ઝાને ફૉન લગાડ્યો.
 "હેલ્લો નિર્મલ.સુમધુર ડેરી વાળા સાથે ત્રીસ અથવા એકત્રીસ તારીખના શુટનુ ફાઈનલ કરી ને તુરંત મને જાણ કર."
 "ઓકે મેડમ.હુ કરુ છુ ફોન."
 "તુ ક્યા છો?પોહંચી ગયો સેટ પર."
 "હા મેડમ હમણા જ આવ્યો."
 "તો ઠીક છે.હુ પણ પંદર વીસ મિનિટમાં આવુ છુ."
   શર્મિલા સેટ પર પોહચી તો રંજન ફાટી આંખે કોઈ ભુત જોતો હોય એમ એને જોઈ રહ્યો.શર્મિલાએ એની નજદીક આવીને એની આંખો સામે ચુટકી વગાડી ત્યારે જાણે એ ગહેરી ઉંઘ માથી જાગ્યો હોય તેમ હડબડાહટ પૂર્વક બોલ્યો.
 "ગુડ.ગુડ મોર્નિંગ શર્મિલા.. સો.સોરી મેડમ."
એની હડબડાહટ જોઈને શર્મિલા હસી પડી.
 "ક્યા હુવા હીરો સાહબ.કહા ખો ગયે?"
રંજનની આંખો સામે ગઈ રાતનુ સ્વપ્ન તરી આવ્યુ.નિવસ્ત્ર શર્મિલા મીણની જેમ પિઘળીને પ્રવાહીમાં તબદીલ થઈ ગઈ.અને એ પ્રવાહી રંજનને ગળવા લાગ્યુ હતુ.પોતે ગળા સુધી એ પ્રવાહીમાં ગરક થઈ ગયો ત્યારે કેવો ડરી ગયો હતો.અને ચિખતા ચીખતા બેડ ઉપરથી નીચે પછડાયો હતો.
 "શુ થયુ?કેમ કંઈ બોલતો નથી?"
શર્મિલાએ ફરીથી પૂછ્યુ.
 "ન.ના કંઈ નહીં."
રંજન ફ્કત આટલુ જ બોલ્યો.
ત્યા મલ્હોત્રા આવ્યો અને બોલ્યો.
"મેડમ.આજ રંજન ભાઈ થોડા અપસેટ લાગે છે.એટલે હમણા ફ્કત તમારા જ થોડા થોડા શોટ લઈશુ.લંચ બ્રેક પછી જો રંજનને ઠીક લાગશે તો તમારા બન્નેનુ શૂટ સાથે કરીશુ."
શર્મિલાએ આશ્ચર્ય ભરી એક દ્રષ્ટિ રંજન ઉપર નાખી અને બોલી. 
 "નો પ્રોબ્લેમ."
અને એ મેકઅપ રુમમાં તૈયાર થવા ચાલી ગઈ.
 નવ વાગ્યે શૂટ પત્યુ.એટલે નિર્મલ શર્મિલા પાસે આવ્યો.
 "મેડમ.ત્રીસ તારીખે મિડિયા પ્રોડક્શનમા રાત્રે આઠ વાગે સુમધુર ડેરીનું શૂટ છે."
 "સરસ.અહીથી સાત સાડા સાતે શૂટ પતાવીને ડાયરેક ત્યા જતી રહીશ બરાબર ને?"
 "એકદમ બરાબર મેડમ."
નિર્મલે શર્મિલાની હા મા હા મિલાવી.
શર્મિલા ઘરે જવા કારમા બેઠી.અને એણે જયસૂર્યાને કૉલ કર્યો.શર્મિલાનુ નામ સ્ક્રીન પર દેખાતા જ જયસૂર્યા ઉછળ્યો.
"શર્મિલા.શુ વાત છે આજે સામેથી કૉલ કર્યો? કતલ કરવાનો પ્લાન છે કે શુ?"
શર્મિલા ચેહરા પર રહસ્યમયી સ્મિત ફરકાવતા બોલી.
"હંડ્રેડ પરસન્ટ એજ પ્લાન છે.બોલ બકરો તૈયાર છે ને કપાવા માટે?"
 "બસ તુ કહે ત્યારે.બકરો બલિદાન આપવા રેડી છે."
 "તો પછી આવી જાવ અગિયાર વાગ્યા પછી ગમે ત્યારે."
 શર્મિલાએ જયસૂર્યાને આમંત્રણ આપ્યુ પણ જયસૂર્યાને જાણે હજુયે માન્યામાં આવતુ ન હતુ.એણે ધડકતા હૃદયે પૂછ્યુ 
 "ખરેખર?"
 "હા ભઈ હા.શુ હવે મારે લખીને આપવુ પડશે?"
 "ના.ના.પણ તને પામવાનો દિવસ આટલો જલ્દી આવશે એવુ ધાર્યું ન હતુ."
જયસૂર્યાએ કહ્યુ.એના શ્વાસો શ્વાસ શર્મિલાના નિમંત્રણથી બેગણી સ્પીડથી દોડવા લાગ્યા હતા.અને ફૉનમા વાત કરતા શર્મિલાએ પણ એ મહેસૂસ કર્યું. 
એટલે એણે એને ટોણો મારતાં કહ્યુ.
 "ધ્યાન રાખજે ક્યાક તારા હાર્ટને સ્ટોક ના આવી જાય."
 જયસૂર્યાના રેગેરગમા લોહી ઝડપથી ફૂફાંડા મારતુ દોડવા લાગ્યુ હતુ.
એ નશીલા સ્વરે બોલ્યો.
 "એક વાર તને માણી લીધા પછી ભલેને મૃત્યુ આવે.મારે મન એ મૃત્યુ પણ મોક્ષ બરાબર હશે."
અને શર્મિલા ખડખડાટ હસી પડી.
 "યુ આર રીયલી ઈડીયટ."

 (શુ ખરેખર આજની રાતે જયસૂર્યા પોતાની ઈચ્છા પૂરી કરી શકશે?)