Abhinetri - 47 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 47

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 47

*અભિનેત્રી 47*
                         
         ઘરે આવતા વેંત શર્મિલાએ બે કામ તરત કર્યા.પહેલુ કામ ઉર્મિલાને ફૉન કરવાનુ કર્યું.
 "હેલ્લો ઉર્મિ.ત્રીસ તારીખે રાત્રે આઠ વાગ્યે મિડિયા પ્રોડક્શન મા શૂટ છે."
 "ક્યા આવ્યુ આ?"
 "અહીંથી સાવ નજદીક જ છે.અને તને યાદ છેને તારે શુ કરવાનુ છે?"
શર્મિલાએ પૂછ્યુ.
 "એ તો એ લોકો સમજાવશે ને?"
ઉર્મિલાએ ભોળા ભાવે કહ્યુ.તો શર્મિલા બોલી.
"અરે એ નઈ.તારે શૂટિંગમાં કઈ રીતે જવાનુ છે તે."
"હા.હા એ યાદ છે.મારે બુરખો પહેરીને પહેલા તારે ત્યાં આવવાનુ અને ત્યાથી તારા કપડા પહેરી.તારી ગાડી લઇને મારે ઉર્મિમાથી શર્મિ બનીને શૂટ માટે જવાનુ બરાબર ને?"
શર્મિલાએ ઉર્મિલાને શાબાશી આપી.
"ગુડ ગર્લ.બરાબર યાદ રાખ્યુ તે તો.ઓકે બાય."
અને હવે એ બીજા કામમા લાગી.એણે પોતાના રુમમાં એક છૂપો કેમેરો ગોઠવ્યો.કારણકે હમણા થોડીવારમાં જયસૂર્યા આવવાનો હતો.અને એ જયસૂર્યાને બરાબર સાણસામા સપડાવવા માંગતી હતી.એણે હળવુ ડીનર લીધુ.અને બ્લેક કલરનુ રેશમી ગાઉન પહેરીને એ જયસૂર્યાનો ઇંતજાર કરવા લાગી.
               મેતો દીવાની હો ગઈ 
                પ્યાર મે તેરે ખો ગઈ 
સાડા અગિયાર વાગે એનો મોબાઈલ રણક્યો.
 "કિતના ઇંતજાર કરના પડેગા?"
એણે પૂછ્યુ.
 સામે છેડે જયસૂર્યા હતો.
 "બસ બારણું ઉઘાડ એટલી વાર."
જયસૂર્યાએ શર્મિલાના ડોર પાસે આવીને કૉલ કર્યો હતો.શર્મિલાએ ડોર ખોલ્યુ.અને ચેહરા પર મારકણું સ્મિત રેલાવતા વિજયપથ મુવિના ગીતની કડી લલકારી.
 "આઈયે આપકા ઇંતજાર થા."
જયસૂર્યાએ દરવાજા મા જ શર્મિલાને આલિંગનમાં લેવાનો પ્રયાસ કર્યો.પણ શર્મિલા વીજળીની જેમ સરકી ગઈ અને બોલી.
"બહુ ઉતાવળા?કેટલા દિવસથી ભૂખ્યા છો? ઘરે મળતુ નથી લાગતુ ખાવાનુ?" 
જયસૂર્યા આજે મસ્ત બનીઠનીને આવ્યો હતો. એણે પોતાની જાડી જાડી મૂંછો ને રાજકુમાર સ્ટાઈલમાં સેપ આપ્યો હતો.રંગે શામળો હતો પણ આજે મુખ ઉપર પાવડર લગાડીને ચેહરા ને ગોરો કરવાનો એણે મિથ્યા પ્રયાસ કર્યો હતો. શર્મિલાના મસ્તી ભર્યાં પ્રશ્નનો ઉત્તર એણે એના જ અંદાઝ મા આપતા કહ્યુ.
"ઘરે મળે છે ને.પણ માણસ રોજ કેટલી દાળ ખાય?કયારેક તો ચીકન જોઈએ ને?"
"પણ જો જો હં.મફતનુ ચીકન ક્યાંક ભારે ન પડે?"
શર્મિલાએ ચેતવ્યો જયસૂર્યાને.
પણ એ લાપરવાહીથી બોલ્યો.
"જે થાશે એ જોયું જાશે.પણ આજ તો મોજ માણવી જ છે."
"ઓકે.પહેલા એ કહો શુ લેશો ડ્રિંકસ મા?"
શર્મિલાએ ડ્રીંકસ માટે પૂછ્યુ તો જયસૂર્યા વઘુ ગેલમાં આવ્યો.તરસી નજર નાખી એણે શર્મિલાના હોઠો તરફ નાખી.
"બસ તારા હોઠોની ડ્રીંકસ પીવરાવી દે જાનુ."
 "હુ વિષ કન્યા છુ.ધ્યાન રાખજે."
શર્મિલાએ એને ફરી ચેતવ્યો.પણ જેનુ નામ જયસૂર્યા હતુ એ શર્મિલાના સોંદર્ય માટે બધુ જ ન્યોછાવર કરીને બરબાદ થવા તૈયાર હતો.
"મે ગઈ કાલે જ કહ્યુ હતુ ને કે તને માણી લીધા પછી ભલેને મૃત્યુ આવે એ મૃત્યુ મારે મન મોક્ષ સમાન હશે."
આમ કહીને એણે તરાપ મારીને શર્મિલાને પોતાની ભુજાઓમાં જકડી અને પોતાના કાળા હોઠ શર્મિલાના ગુલાબી હોઠો પર કસકસાવીને મુકી દીધા.શર્મિલા જયસૂર્યાએ કરેલા આ અચાનક હુમલા માટે બીલકુલ તૈયાર ન હતી. પાણીની બાહર જેમ માછલી તરફડે.એમ શર્મિલા જયસૂર્યાની બાહોમાં તરફડવા લાગી.એને છટપટાતી જોઈને જયસૂર્યાએ એને છોડી દીધી.
જયસૂર્યાના આ ચુંબનથી શર્મિલા લગભગ ગૂંગળાઈ ગઈ હતી.એ ક્રોધ પૂર્વક બોલી.
 "તુ અહી પ્રેમ કરવા આવ્યો છે કે રેપ કરવા?"
"સોરી શર્મિલા.પણ મારાથી હવે સબ્ર નથી થાતુ.હવે તો આગળ વધવા દે પ્લીઝ."
જયસૂર્યાએ ઢીલા સ્વરે વિનંતી કરતા કહ્યુ.
 "ઠીક છે પણ આપણે આગળ વધીએ એ પહેલા મારે તને કંઈક દેખાડવુ છે અને કંઈક સંભળાવવુ પણ છે."
 જયસૂર્યા આશ્ચર્યથી શર્મિલાને જોઈ રહ્યો.
 "શુ?"
એણે પૂછ્યુ.તો શર્મિલાએ પહેલા તો એને મોબાઈલમા કરેલી રેકોર્ડિંગ એને સંભળાવી. જેમાં જયસૂર્યા કહી રહ્યો હતો.
"પાણી ભલેને ઠંડુ હોય.તારુ શરીર તો હોટ છેને?તારા બદનની ગરમી મળશે તો થઈ જશે ને ઈકવલ."
અને બીજુ રેકોર્ડિંગ.
"હુ પણ એજ ઇંતેજારીમા છુ કે તુ કયારે તારી નાજુક આંગળીઓથી મારી વર્દીના બટન ખોલે અને હુ તારી બ્રા..."
"આ બધુ શુ છે?"
જયસૂર્યાએ ઉશ્કેરાયને પૂછ્યુ.
તો શર્મિલા ઠંડા સ્વરે બોલી.
"આતો સંભળાવ્યું.હવે ચલો કંઈક દેખાડુ"
અને પોતાના મોબાઈલમા હમણા જ શૂટ કરેલુ દૃશ્ય શર્મિલાએ ઓન કર્યું.જયસૂર્યા તરાપ મારીને શર્મિલાને કિસ કરે છે.

(જયસૂર્યાની હરકતોનુ રેકોર્ડિંગ કરવાનો શો હેતુ છે શર્મિલાનો?જાણવા વાંચો નેક્સ્ટ એપિસોડ)