અભિનેત્રી 34*
સાત વાગે શર્મિલાની શિફ્ટ પુરી થઈ. પ્રિયતમ પ્રિયતમાને મનાવે છે એ વાળો સીન માંડ માંડ પત્યો.આજે આખા દિવસમા એ એકજ સીનની શુટિંગ થઈ હતી.અઢાર રીટેક પછી એ સીન ઓકે થયો હતો.શર્મિલા થાકીને લોથ થઈ ગઈ હતી.
સ્ટુડીયો માથી બાહર નીકળીને એ પોતાની કારમાં બેઠી.અને પછી એણે ઉર્મિલાને ફૉન લગાડ્યો.
"હેલ્લો ઉર્મિ."
શર્મિલાનુ નામ ફોન સ્ક્રીન પર દેખાતા જ ઉર્મિલાએ હર્ષ ભેર ફૉન કલેક્ટ કરતા કહ્યુ.
"તુ માન કે ન માન શર્મી.હુ તારા જ ફૉનની રાહ જોતી હતી."
"અરે તો એમા રાહ શાની જોવાની?જ્યારે પણ તને ઈચ્છા થાય તો તુ ફૉન કરી શકે છે ને."
ઠપકા ભર્યાં સ્વરે શર્મિલાએ કહ્યુ.
"હા એતો બરાબર છે.પણ મને એમકે તુ તારી શૂટિંગમાં વ્યસ્ત હોઈશ."
ઉર્મિલાએ પોતાનો બચાવ કર્યો.
"હા બીઝી તો હતી.પણ તારો ફૉન ન ઉપાડુ એવુ તો ન જ બને ને.અને સાંભળને મારે મળવુ હતુ તને."
"તો કાલે આવજે ઘરે."
"ના બાબા.તને ખબર છે પરમ દિવસે તારા વરે પાર્કિગમાં કેવી રામાયણ કરી હતી?"
"હા એણે ઘરે આવીને મને પૂછયું કે તુ શા માટે આવી હતી.મે કહ્યુ કે મારી બહેન છે.અને ગઈ ગુજરી ભૂલીને એણે માફી માંગી લીધી અને મેં એને માફ કરી દીધી."
"ઉર્મિ.મેં તો કાન પકડીને જીજૂની પણ માફી માંગી.પણ એતો માફ કરવાના બદલે મને જાનથી મારવાની ધમકી દેવા લાગ્યા હતા.માટે હુ તો તારે ત્યા કેવી રીતે આવુ?"
"મને એણે કહ્યું કે જો તારે એની સાથે સંબંધ રાખવો હોય અને તારે એને ત્યા જવુ હોય તો જજે પણ એ અહી ના આવવી જોઈએ."
ઉર્મિએ સુનીલે કહેલી વાત શર્મિલાને કહી સંભળાવી.તો શર્મિલા બોલી.
"હવે તુ જ કહે હું કેવી રીતે તારે ત્યાં આવુ?"
"કાલથી એ કંપનીના કામથી આઠ દિવસ માટે બેંગલોર જવાનો છે.તુ આવી જજે."
"પાકુ ને?જોજે પાછી કંઈ માથાકૂટ ના થાય."
શર્મિલા દૂધની દાઝેલી હતી એટલે છાસ પણ ફૂંકી ફૂંકી ને પીતી હતી.
"ચિંતા ન કર એકદમ પાકુ જ છે હવે."
ઉર્મિલા એ બાયેધરી આપી એટલે શર્મિલાએ ઉત્સાહ થી કહ્યુ.
"તો ઠીક છે હુ કાલે શૂટ પતે કે તરત ત્યાં આવુ છુ રાત્રે ડીનર પણ સાથે જ કરીશુ.ઓકે."
"ઓકે.શર્મી હુ તારી રાહ જોઉં છુ."
શર્મિલાએ ઘરે આવીને પહેલુ કામ શાવર લેવાનુ કર્યુ.શાવર ચાલુ કરીને એ શાવર નીચે ઉભી હતી ત્યા એનો મોબાઈલ રણક્યો.
મેતો દીવાની હો ગઈ
પ્યાર મે તેરે ખો ગઈ.
એ સમજી ગઈ કે આ નકકી જયસૂર્યા નો કૉલ હશે એટલે એણે આ સમયે એને ઇગ્નોર કરવાનુ મુનાસીબ માન્યું. ઉપરા ઉપરી ત્રણ વાર રિંગ વાગી પણ એ નિરાંતે શાવર લેતી રહી.અડધી કલાકે એ બાથરુમમાંથી બાહર નીકળી અને ટોવેલ થી પોતાના શરીરને લૂછતા લૂછતા એણે કોનો ફૉન હતો એ કન્ફર્મ કર્યું.એ જયસૂર્યાનો જ કૉલ હતો.હવે એણે કૉલબેક કર્યો.
"હેલ્લો મેડમ."
સામે છેડેથી જયસૂર્યા ઉતાવળથી બોલ્યો.
"ક્યારનો તમને ફૉન કરતો હતો.તમે ઘરે પહોંચી ગયા?"
"હા.હુ શાવર લેતી હતી.શાવર લઈને તમને કૉલ કરવાની જ હતી.શુ ખરેખર કંઈ અગત્યનુ છે?"
શર્મિલાને જયસૂર્યા પર એ વાતની શંકા હતી કે એ ફ્કત પોતાને મળવાના ખોટા બહાના ના ગોતતો હોય.એટલે એ બને ત્યા સુધી એને ટાળવા માંગતી હતી.
"અગત્યની એટલે મેડમ તમે જ્યારે મારી વાત સાંભળશોને તો તમને તમારા પગ તળેથી જમીન ખસકતી લાગશે."
"એમ?"
આશ્ચર્યથી આંખ પોહળી કરતા શર્મિલાએ કહ્યુ.
"તો તો ઝટ આવો."
શર્મિલાએ નિમંત્રણ આપી દીધુ.અને જયસૂર્યા મનોમન રાજી થતા ટહુક્યો.
"અડધી કલાકમાં આવુ છુ મેમ."
"કેટલા દિવસે તમારા દર્શન થયા શર્મિલાજી."
શર્મિલાના ઉંબરામાં પગ મુકતા જ જયસૂર્યાએ કહ્યુ.મેડમ પરથી જયસૂર્યા પોતાના નામ પર આવી ગયો છે એની નોંધ લેતા શર્મિલા બોલી.
"તમે કંઈક મારા લાભની વાત કરતા હતા?"
"તમે બ્રિજેશ સાહેબને બે દિવસ પહેલા મળેલા ત્યારે તમે સાહેબને ગેરકાનૂની કામ કરવા માટે કહેલુ?"
જયસૂર્યા ગોળ ગોળ વાત ન કરતા સીધો મુદ્દા પર આવીને બોલ્યો.પણ જયસૂર્યાની વાત સાંભળીને શર્મિલા ચોંકી.
"તો ઇન્સ્પેટરે તમને બધુ જણાવી દીધુ?"
"હુ સાહેબના જમણા હાથ સમાન છુ."
"હવે?"
શર્મિલાએ ધડકતા હૃદયે પૂછ્યુ.
"સાહેબ હવે શુ કરવાના છે એ હુ તમને જણાવુ.પણ એમા મારો કંઈક ફાયદો થવો જોઈએ."
જયસૂર્યાએ પેટછૂટી વાત કરી.
"હુ તમને પૈસાથી નવરાવી દઈશ."
શર્મિલાએ લાલચ આપી પૈસાની પણ જયસૂર્યા ને પૈસા ક્યા જોતા હતા?વાસના ભરી નજરે શર્મિલાના ચેહરાને તાકતા.ખંધુ સ્મિત કરતા એણે કહ્યું.
"પૈસાથી નહી મારે તો તમારી સાથે નહાવું છે."
(શર્મિલા જયસૂર્યાની ઑફરનો સ્વીકાર કરશે?કે પછી બ્રિજેશની શરણમા જશે)