અભિનેત્રી 35*
                          
      "મારે પૈસાથી નહી પણ તમારી સાથે નહાવુ છે."
જયસૂર્યાની વાત સાંભળીને શર્મિલાને મનોમન કાળ તો ચડ્યો.પણ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવા સીવાય એની પાસે કોઈ રસ્તો ન હતો.કારણ કે એને એ પણ જાણવુ હતુ કે જયસૂર્યા પાસે એના લાભની કઈ વાત હતી.
 એણે પહેલા તો ચાલાકી પૂર્વક પોતાના મોબાઇલનું જયસૂર્યાને ખબર ન પડે તેમ રેકોર્ડિંગ ચાલુ કર્યું.અને પછી એ કુત્રિમ ગુસ્સો દેખાડતા શરારતી લહેજા માં બોલી.
 "ધત.નોટીમેન.તમને ખબર છે હુ ઠંડા પાણીથી શાવર લઉં છુ?મારી સાથે નહાશો તો ઠીકરું થઈ જશો."
 પણ જયસૂર્યા બરાબર નો ખીલી રહ્યો હતો.
"પાણી ભલેને ઠંડુ હોય.પણ તારુ શરીર તો હોટ છેને?તારા બદનની ગરમી મળશે તો થઈ જશે ને ઇકવલ." 
 અત્યાર સુધી જયસૂર્યા શર્મિલાને તમે કહીને બોલાવતો.હવે એ તુ પર આવી ગયો.આ વખતે શર્મિલા બનાવટી ધમકી આપતા બોલી.
 "તમારી આ આવારા ગર્દીની વાત તમારા ઘરે તમારી મિસિસ ના કાને નાંખી હોય તો?"
 "તો શુ?બની શકે કે એ મને ઘર માથી કાઢી મૂકે."
જયસૂર્યાએ હળવાશથી હસતા હસતા કહ્યુ.
 "તો તમારે રોડ પર આવવુ પડેને?"
 "રોડ પર શુ કામ?"
કોન્સ્ટેબલે ઝીણી આંખ કરતા પૂછ્યુ.
 "તો ક્યા જશો?"
 જયસૂર્યા નફ્ફટાઈ પૂર્વક બોલ્યો.
 "મારા કપડા લઈને સીધો તારે ઘેર."
"અચ્છા?અને તમારી આ વાત તમારા ઇન્સ્પેક્ટર ના કાનમાં નાખુ તો?"
 "તો.તો મારી નોકરી કદાચ જતી રહે.પણ પછી હુ જે તમને મદદ કરવા ચાહુ છુ એ નહી કરી શકુ."
જયસૂર્યાએ આ વાક્ય પૂરું કર્યું.કે તરત 
શર્મિલા બોલી.
 "અરે પણ જે વાત તમે કરવા આવ્યા હતા એ તો આપણી મજાક મસ્તીમાં ભુલાઈ જ ગઈ.શુ હતી એ મારા લાભની વાત?"
 "તમે જે પણ કાર્ય કરો એ સાવધાની થી કરજો."
 "કેમ?"
શર્મિલાએ અચરજ પામતા પૂછ્યુ.
 "સાહેબે તમારી ઉપર નજર રાખવા માટે એક જાસૂસ નીમ્યો છે."
શર્મિલાનુ એ અચરજ હવે બેવડાયુ.લગભગ ઉછળી પડતા એ બોલી.
 "હોય નહિ.પણ શા માટે?"
 "કેમ તમે સાહેબને કહ્યુ હતુ ને કે તમારે કોઈ ગેરકાનૂની કામ કરાવવુ છે."
જયસૂર્યાએ ખુલાસો કર્યો.પણ શર્મિલા ચિડાઈને બોલી.
"અરે એ તો મે ફ્કત મજાકમાં કહ્યુ હતુ."
 "પણ સાહેબે એને સિરિયસલી લઈ લીધુ છે.કારણકે આ પહેલા તમને ડ્રગ્સ સાથે પકડ્યા હતા.અને હવે તમે કોઈ ગેરકાનૂની કામ કરવાની વાત કરી.એટલે સાહેબ કહેતા હતા કે પહેલી વખત જ્યારે તમને પકડ્યા ત્યારેજ તમારી વિરુદ્ધ એક્શન લેવાની જરૂર હતી."
શર્મિલા ઉંડો નિઃસાસો નાખતા બોલી.
 "આ માણસ સાથે મજાક કરવી પણ ગુનો છે."
 "શુ તે ખરેખર મજાક કરી હતી?"
 જયસૂર્યાએ પૂછ્યુ.
 "નહી તો શુ હુ મારુ આટલુ સરસ કેરિયર છોડીને ખોટા કામો કરુ?"
 "ઠીક છે.પણ મને લાગ્યુ કે મારે તને આ જાસૂસ વિશે કહેવુ જોઈએ એટલે મે મારી ડ્યુટી સાથે ગદ્દારી કરીને તને આ કહ્યુ છે."
 "થેંકયુ."
 શર્મિલા આભાર વ્યક્ત કરતા બોલી.પણ જયસૂર્યાને થેંક્યું નહિ કંઈક ઓર જ જોઈતુ હતુ.એણે શર્મિલાના ઉરોજો ઉપર કામી નજર નાખતા કહ્યુ.
 "મેડમ.મે મારી ડ્યુટીથી ફ્કત થેંક્યું સાંભળવા ગદ્દારી નથી કરી."
શર્મિલા સમજી તો ગઈ હતી કે જયસૂર્યા શુ ઈચ્છે છે.છતા અણજાણ હોય તેમ પૂછ્યુ.
 "તો?"
 "તારી કાયાની માયાના મોહમા આવીને મે આ ગદ્દારી કરી છે."
 "એક દિવસ તમારી મનોકામના જરુર પુરી થશે."
શર્મિલાએ આશિર્વાદની મુદ્રામાં જમણી હથેળી ઉંચી કરીને જયસૂર્યાને દેખાડતાં કહ્યુ.
 "પણ ક્યારે?"
 જયસૂર્યાએ ઝડપથી પૂછ્યુ.
શર્મિલાએ જયસૂર્યાની નજર ચૂકવીને મોબાઈલમા થતી વાતચીતનુ રેકોર્ડિંગ બંધ કરતા વિક્ટોરિયા નંબર 203 નુ ગીત ગાયુ.
       "થોડા સા ઠેહરો.
        કરતી હુ તુમસે વાદા 
        પૂરા હોગા તુમ્હારા ઈરાદા 
        મેહુ સારી કી સારી તુમ્હારી 
        ફિર કાહેકો જલદી કરો.
 જયસૂર્યા શર્મિલાના નખરાળા ગીતને સાંભળી રહ્યો.અને પછી શર્મિલા તરફ આગળ વધતા બોલ્યો.
 "હવે નથી રહેવાતું રાણી."
શર્મિલાએ હાથના ઈશારાથી એને ના પાડીને રોકતા પૂછ્યુ.
 "એ જાસુસ કોણ છે?"
એક ઠંડો નિશ્વાસ નાખતા જયસૂર્યા પોતાની જગ્યાએ ઉભો રહ્યો.એણે ખિસ્સા માથી મોબાઈલ કાઢ્યો અને એમા સખારામ પાટીલનો ફોટો કાઢીને શર્મિલાને દેખાડ્યો.
 "સામેના બસ સ્ટોપ પાસે દ્રાક્ષની રેંકડી લઈને એ ઉભો હશે."
શર્મિલાએ ધ્યાનથી પાટીલનો ફોટો જોયો.પછી પોતાના મોબાઈલથી એને કેચ કર્યો.
 "હવે તમે જાવ જયસૂર્યાજી.હુ મારી કાળજી રાખીશ."
શર્મિલાએ જવાનુ કહ્યુ.તો જયસૂર્યા નિરાશ વદને બોલ્યો.
  "બસ આમજ?"
અને જયસૂર્યાને નિરાશ જોઈને શર્મિલા એની એકદમ સમીપ આવીને ઊભી રહી.
 (શુ શર્મિલા જયસૂર્યાની ઈચ્છા પુરી કરશે? વાંચો આવતા એપિસોડ મા)