Abhinetri - 26 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 26

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 26

*અભિનેત્રી 26*
                            
              "મેં તો દીવાની હો ગઈ 
                પ્યારમે તેરે ખો ગઈ.
શર્મિલાનો ફોન રણક્યો.એણે મોબાઈલમા દ્રષ્ટિ કરી તો અજાણ્યો નંબર હતો.છતા એણે મોબાઈલ કાને માંડ્યો.
 "હેલ્લો.હુ આર યુ?"
 "મેડમ.હુ કોસ્ટેબલ જયસૂર્યા."
 થોડીક સેકેન્ડ લાગી શર્મિલાને યાદ કરતા.અને એને યાદ આવ્યું બ્રિજેશની સાથે વર્સોવા સર્કલ પાસે એક આધેડ ઉંમરનો કોન્સ્ટેબલ પણ હતો.
એણે મધુર વાણીમાં કહ્યું.
 "હા યાદ આવ્યુ.જયસૂર્યાજી બોલો."
 "હેપ્પી બર્થડે મેડમ."
 જયસૂર્યા એકજ શ્વાસે બોલી ગયો.
 "થેંકયુ.સો મચ જયસૂર્યાજી."
"મેડમ.મારે તમને એક ગિફ્ટ પણ આપવી હતી."
"ઓહ્!રિયલી?તો આવો હુ ઘરે જ છું."
 "બસ તો હું હમણા જ પહોંચ્યો."
અને અડધી કલાકમાં જ જયસૂર્યા હાથ મા એક મોટી સાઈઝનુ બ્લ્યુ રંગનુ ટેડી બેર લઈને શર્મિલાના ઘરે પહોંચી ગયો. બ્લૂ કલરનુ ટેડીબેર જોઈને શર્મિલા તો લગભગ ઉછળી પડી.
 "વાવ!વ્હોટએ સરપ્રાઇઝ?આતો મારી ફેવરીટ પસંદગી છે."
 "આખી રાત જાગીને મેં ગૂગલ પર તમારી પસંદ ના પસંદ ઉપર રિસર્ચ કર્યું છે મેડમ."
 ચેહરા પર મીઠી મુસ્કુરાહટ રેલાવતા.પોતાની મારકણી આંખોને જયસૂર્યાની આંખોમાં નાખતા શર્મિલાએ જયસૂર્યા ને જાણે ઘાયલ કર્યો.
 "શુ હુ તમને આટલી બધી ગમું છુ?"
 શર્મિલાના પ્રશ્નના જવાબમા શરમાય ગયો જયસૂર્યા.એ માંડ માંડ ધડકતા હૈયે બોલ્યો.
 "ખૂબજ."
 "હમમ.તો મારે તમારા ગિફ્ટના બદલે રિટર્ન ગિફ્ટ આપવી પડશે હે ને?"
 "ના.ના મેડમ.એની કોઈ જરુર નથી."
 જયસૂર્યાએ ઝડપથી કહ્યુ.પણ શર્મિલા જયસૂર્યાને રિટર્ન ગિફ્ટ આપવા ઉત્સુક હતી.એ આગળ આવી.
 "જરુર કેમ નથી?"
 કહેતા એણે જયસૂર્યાના ગાલ ઉપર એક હળવુ ચુંબન કર્યુ અને પછી બોલી.
 "કેવી લાગી મારી રિટર્ન ગિફ્ટ?"
 પોતાની ફેવરીટ ઍક્ટ્રેસ પોતાને આમ કિસ કરશે એવુ તો જયસૂર્યાએ સપના માં પણ વિચાર્યું ન હતું.શર્મીલાના એ ચુંબને તો એને પાણી પાણી કરી નાખ્યો હતો.એક અજબ પ્રકારની હલચલ એના તનબદનમાં પ્રસરી ગઈ.શર્મિલાને આગળ વધીને બાહોમાં જકડી લેવાની તીવ્ર ઈચ્છા એને થઈ આવી.પણ એ કંઇ કરતા ડરતો પણ હતો.કે ક્યાંક જો મેડમ નારાજ થઈ ગઈ.અને એણે એની શિકાયત ઉપર કરી દીધી તો નોકરી તો જશે જ સાથે પોતાના ઘરમાં રહેલી પોતાની પત્ની પણ ચાલી જશે.
 "શુ વિચારો છો જયસૂર્યાજી."
 રૂપાની ઘંટડી જેવો શર્મિલાનો સ્વર કાન સાથે અથડાતા જયસૂર્યા વિચારોના વમળમાંથી બાહર આવ્યો.
 "કક ક કંઈ નહીં."
 છોભીલા પડેલા જયસૂર્યાને શો જવાબ આપવો એ સૂઝતું ન હતુ.અને એમા શર્મિલા એક પછી એક એવા પ્રશ્ન પૂછતી હતી કે બિચારા જયસૂર્યા પાસે એના કોઈ જવાબ જ ન હતા.
શર્મિલાએ એને ફરીથી પૂછ્યુ.
"તમે કહ્યુ નહીં કે મારી રિટર્ન ગિફ્ટ તમને પસંદ આવી કે નહિ?"
શર્મિલાના વારંવાર ઉશ્કેરણી જનક પ્રશ્નોના કારણે હવે જયસૂર્યામા પણ હિંમત જાણે આવવા માંડી હતી.ભય અને સંકોચ એણે ખંખેરી નાખ્યા અને બેશરમ થઈને એણે ખંધુ હસતા હસતા પોતાના હોઠો પર જીભ ફેરવતા કહી જ નાખ્યુ.
 "શર્મિલાજી.આ રિટર્ન ગિફ્ટ તમે ગાલ ઉપર આપી તેના કરતા હોઠ પર આપી હોત તો વધુ પસંદ આવત."
 "હુંઉઉઉ.તો ભાઈ સાહેબના બહુ જ ઉંચા અરમાનો લાગે છે એમ?"
નૈણા નચાવતા શર્મિલા બોલી.
 "અને આ અરમાનોને જગાવ્યા કોણે?"
જયસૂર્યાએ ધડકતા હૃદયે સામો સવાલ કર્યો.
 "પહેલી જ મુલાકાતમાં તમારે બધુ જ પામી લેવું છે સાહેબ?"
 શર્મિલાના શબ્દે શબ્દે જાણે નશો ટપકતો હતો.અને જયસૂર્યા એ નશામાં મદહોશ થતો જતો હતો.
 "તો એ બધુ પામવા કેટલીક મુલાકાતો કરવી પડશે મેડમ?"
 "બસ હળતા રહો.મળતા રહો.ક્યારેક ફોન કરતા રહો.બર્થડે હોય કે ન હોય આમ નાની મોટી ગિફ્ટ આપવાના બહાને આવતા જતા રહો.ક્યારેક અમને કંઇ કામ પડે તો કામમા આવો.તો જેમ આજે તમને ગાલ પર રિટર્ન ગિફ્ટ મળી છે એમ ક્યારેક તમારા હોઠ ઉપર પણ તમારા નસીબમાં હશે તો મળી જશે."
 "ઠીક છે.તમારા કહ્યા પ્રમાણે ચોક્કસ તમને ફોન પણ કરીશ.આવતો જતો પણ રહીશ.અને તમારા હોઠોનો આસ્વાદ માણવા મળતો હોય તો તમે કહેશો તો તમારા પગની પાની પણ ધોઈને હુ પીય લઈશ."
જયસૂર્યા હવે પૂરેપૂરો ખીલ્યો હતો.
 "ઓહોહો! આટલુ બધું?તો તો તમને જરુર અજમાવવા પડશે સાહેબ."

 (શર્મિલા જયસૂર્યાને શા માટે પોતાની માયાજાળ મા સપડાવી રહી હતી?વાંચતાં રહો અભિનેત્રી.)