અભિનેત્રી 27*
મેતો દીવાની હો ગઈ
પ્યારમે તેરે ખો ગઈ
સવારના નવ વાગ્યા હતા ત્યાં શર્મિલાનો મોબાઈલ રણકવા લાગ્યો.
શર્મિલા મીઠી નીંદર માણી રહી હતી.અને એમા ફોનની રિંગ વાગવાથી ખલેલ પહોંચી.એણે કંટાળાના ભાવ સાથે મોબાઈલમા દ્રષ્ટિ કરી.તો ડાયરેક્ટર મલ્હોત્રાનો નંબર દેખાયો.ફોન કલેક્ટ કરતા એણે કહ્યું.
"અગિયાર વાગ્યા સુધીમા પોહચું છુ."
"અરે મેડમ.આટલુ લેટ?કેમ ચાલશે આ રીતે?"
"જુવો સર.અગિયાર વાગ્યા પહેલા તો હુ ક્યારેય શૂટ માટે નહીં પહોંચી શકુ.માટે હજુ કંઈ મોડુ નથી થયુ.તમારે બીજી એક્ટ્રેસ લેવી હોય તો લઈ શકો છો.હુ તમારી સાઈનિંગ એમાઉન્ટ રિટર્ન કરવા રેડી છું."
શર્મિલાએ મલ્હોત્રાને રોકડું પરખાવ્યું. શર્મિલાના ચોખ્ખે ચોખા શબ્દોએ મલ્હોત્રાને ઢીલો કરી નાખ્યો.
"મેડમ.આ *હો ગયે બરબાદ* ની સ્ટોરી ખાસ તમને જ ધ્યાનમા રાખીને લખાઈ છે.અને આ ફિલ્મ તમેજ કરશો.પ્લીઝ હવે પછી ફિલ્મ છોડવાનું નામ ના લેતા.આવો જલ્દી આવો અમે તમારી રાહ જોઈએ છીએ."
કહીને મલ્હોત્રાએ ફોન કટ કર્યો.
આજે શૂટિંગનો પહેલો દિવસ હતો.આથી વધુ તો કંઇ કામ હતુ નહિ.
બે ચાર શોટ આપીને શર્મિલા છ વાગ્યા મા તો નવરી થઈ ગઈ.એટલે એણે સ્ટુડીયોથી સીધા જ ઉર્મિલાને મળવા જવાનુ મન બનાવ્યુ.એણે ઉર્મિલાને ફોન લગાવ્યો.
"હેલ્લો ઉર્મિ..."
શર્મિલાનો અવાજ સાંભળીને ઉર્મિલા થોડીક ઇમોશનલ થઈ ગઈ.ભીના સાદે એણે રિપ્લાય આપ્યો.
"હા શર્મી.બોલ.."
ઉર્મિલાનો ભીનો સ્વર સાંભળીને શર્મિલાનો સ્વર પણ ભીનો થઈ ગયો.
"તારો અવાજ ઢીલો કેમ છે..ઉર્મિ.."
"તારા સ્વરમા પણ તો નરમાશ છે ને.."
"મારે..મારે તને મળવા આવવુ છે."
"તો આવને મારી બેન...હુ પણ તને મળવા તલપાપડ છુ શર્મિ.આવને ક્યારે આવે છો?"
"મારે તો હમણા જ આવવુ છે..."
શર્મિલાએ કહ્યુ.તો ઉર્મિલાએ પણ તરત ગ્રીન સિગ્નલ આપ્યુ.
"તો પછી શેનું મુરત જુવે છે?આવ મારી નજર દરવાજે માંડીને હુ તારી રાહ જોઉં છું."
"પણ જીજુ ખિજાશે તો?"
"તુ હમણા એની ફિકર ન કર.એ આઠ વાગ્યા સુધી તો ઘરે નહી આવે."
"ઓકે.તો હુ અડધીએક કલાકમા પોહચું છું."
અને શર્મિલાએ પોતાની*ઝાયલો*કાર બિમાનગર તરફ હંકારી.ટ્રાફિકના કારણે અડધી ના બદલે એક કલાક થઈ શર્મિલાને બિમાનગર પહોચતા.
એ ઉર્મિલાના ઘરે પહોંચી તો સાત વાગી ગયા હતા.ઉર્મિલા બેચેની પૂર્વક પોતાની સહયોદરની રાહ જોઈ રહી હતી.
ત્રણ ત્રણ વરસે બન્ને બહેનો મળી રહી હતી.બન્નેએ એકબીજાને ઉષ્માથી આલિંગનમા જકડી લીધા.
શર્મિલા ગળગળા સ્વરે બોલી.
"આઈ એમ સોરી ઉર્મિ...મને..મને માફ કરીદે.હુ..હુ હમેશા રોંગ હતી..."
"મેં પણ ગુસ્સામા તારી ઉપર હાથ ઉપાડ્યો હતો શર્મિ.સોરી.તુ પણ...."
ઉર્મિલાના શબ્દોને અધ્ધવચ્ચે કાપતા શર્મિલા બોલી.
"તુ શા માટે સોરી કહે છે?હું ત્યારે એ લાફાને લાયક જ હતી..."
આમ કહીને શર્મિલા ઉર્મિલાના ગાલ પર દડી આવેલા અશ્રુઓને પોતાની કનિષ્ઠ આંગળીથી લૂછતા બોલી.
"ચલ આપણે એ ગઈ ગુજરી ભૂલી જઈએ.અને આપણા સંબંધોને ફરીથી પહેલાની જેમ નોર્મલ બનાવીએ."
શર્મિલાના શબ્દો સાંભળીને ઉર્મિલાએ શર્મિલાના બન્ને હાથ હર્ષ પૂર્વક પોતાના હાથોમાં પકડ્યા.
"શર્મિ.ઓ શર્મિ.તુ નથી જાણતી કે તે મને આજે કેટલી બધી ખૂશી આપી છે.મારા જીવનમા પાછા ફરીને તે ખરેખર મારા ઉપર ઉપકાર કર્યો છે."
"ના.ના ઉર્મિ.મેં તારા પર કોઈ ઉપકાર નથી કર્યો.મારી ભૂલ સ્વીકારીને મેં તારી સાથે કરેલા અપરાધનો પ્રશ્ચાતાપ પણ કરી લીધો.અને સાથે સાથે મારા જીવનમા વ્યાપેલી એકલતા હવે તારો સાથ અને સહવાસ મળવાથી દૂર થઈ જશે. ઉર્મિ.તુ મને તારો સાથ આપીશને?"
"ચોક્કસ શર્મિ.હવે આપણે ફરીથી એક છીએ.પહેલાની જેમ આપણે એક બીજાના સુખદુઃખ મા સાથે ઉભા રહીશુ."
"પણ જીજુ?શુ એ પણ મને માફ કરશે?"
"હું એમને મનાવવાની કોશિષ કરીશ શર્મિ."
"અને એ ન માન્યા તો?"
શર્મિલાએ પોતાનો સંદેહ વ્યકત કર્યો.તો ઉર્મિલા.એનોય રસ્તો કાઢતા બોલી.
"તો એમને ખબર ન પડે એ રીતે આપણે એકબીજાને મળીશુ.ક્યારેક તારા ઘરે તો ક્યારેક મારા ઘરે."
(શુ શર્મિલાને સુનીલ માફ કરી શકશે?શુ ઉર્મિલા અને શર્મિલા ફરીથી પહેલા જેવી જીંદગી જીવી શકશે?)