અભિનેત્રી 14*
"બોલ ઉર્મિ.શુ પોગ્રામ છે આજનો?"
સુનીલે પૂછ્યુ.
જવાબમા ઉર્મિલાએ સુનીલની ગરદનમા બન્ને હાથોનો ગાળીયો નાખ્યો અને આંખોંમા આંખો પરોવતા બોલી.
"હુ તો તારી નાવડી છુ મારા રાજ્જા.અને તુ છો મારો ખેવૈયા.તારી જ્યાં મરજી હોય ત્યા લઈજા."
"તો આપણે એક કામ કરીએ.ત્રણથી છમા પિકચર જોવા જઈએ."
પિક્ચરનું નામ સાંભળતા જ ઉર્મિલા ઝૂમી ઉઠી.બહુ શોખ હતો એને સિનેમા જોવાનો.લગ્ન પહેલા તો એ દર શુક્રવારે નવુ સિનેમા રિલીઝ થતા જ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માં ઉપડી જતી.મૂવી ગમે તેની હોય અને ગમે તેવી હોય.મૂવી જોવી એટલે જોવી જ.
પણ લગ્ન પછી બધુ બદલાઈ ગયુ.એવુ ન હતુ કે હવે એ લોકો પિકચર સાવ જોતા જ ન હતા.જોતા હતા પણ એકદમ ઓછા.બે ચાર મહિને એકાદુ.કારણ કે સુનીલને મૂવી જોવાનો જરા જેટલો પણ ઇન્ટ્રેસ ન હતો.ઉર્મિ જયારે દબાણ કરે ત્યારે એ માંડ બે ત્રણ મહિને તૈયાર થતો.અને આજે જ્યારે સુનીલે સામેથી પ્રસ્તાવ મૂક્યો મુવી જોવાનો તો એ આનાકાની કરે એવી મૂર્ખી તો નોતી જ.
એણે ઉત્સાહ ભેર સુનીલના હોઠો પર કસ કસતુ ચુંબન ચોડી દેતા કહ્યુ.
"તે તો સુનીલ મારો બર્થ ડે એકદમ હેપ્પી હેપ્પી કરી નાખ્યો.સાડા બાર વાગ્યા છે.હુ ફટાફટ રસોઈ બનાવી લવ.પછી આપણે જમીને નીકળીએ."
"ઉહું."
કહીને સુનીલે એના ચુંબનનો ચુંબનથી પ્રયુત્તર આપ્યો.
"આજે તો આપણે બાહર રેસ્ટોરન્ટમા જ જમીશુ ડાર્લિગ."
ઉર્મિલા તો સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ થઈ રહી હતી આજે.
એણે લટકા કરતા કહ્યુ.
"વાહ!યેતો સોને પે સુહાગા.તુ તૈયાર થઈ જા.હુ પણ તૈયાર થાવ છુ ફટાફટ."
એ નહાવા માટે બાથરુમ તરફ દોડી.અને ત્યારે જ ડોર બેલ રણકી કોણ આવ્યુ છે એ જોવા સુનીલ લિવિંગ રૂમમાં ગયો.અને બરાબર એજ વખતે ઉર્મીલાના ફોનની રીંગ વાગી.
રીંગ સાંભળીને એ પાછી ફરી અને સ્ક્રીન પર કોનો ફોન છે એ જોવા દ્રષ્ટિ કરી.સ્ક્રીન પર શર્મિલાનુ નામ દેખાયુ.અને એનુ હૈયુ ઉછળી પડ્યુ.ઘણા સમય પછી શર્મિલાનો ફોન આવ્યો હતો.
"હે ઈશ્વર!આજે તો સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ મળી રહી છે."
એ મનોમન બબડી.અને ધડકતા હૃદયે એણે ફોન કલેક્ટ કર્યો.
"હેલ્લો."
એ ધ્રુજતા સ્વરે બોલી.સામેથી શર્મિલાનો પણ ધીમો અવાજ સંભળાયો.
"હેપ્પી બર્થ ડે ઉર્મિ."
"સેમ ટુ યુ શર્મી.."
ઘણા દિવસે શર્મિલાનો અવાજ સાંભળીને ઉર્મિલાનો સ્વર ભીનો થઈ ગયો.આંખોં પણ નીતરવા લાગી.શર્મિલા સમજી ગઈ કે લાગણીશીલ ઉર્મિની આંખો નીતરી રહી છે.એણે ગળ ગળા સ્વરે કહ્યુ.
"રડ નહી ઉર્મિ.આપણી વચ્ચે જે કંઈ થયુ એ હુ તો ભૂલાવી ચુકી છુ અને તુ પણ ભુલી જા.આપણે નવેસર થી એક બીજાને માફ કરી ને આગળ વધીએ."
મુહફટ શર્મિલાને આટલી સારી અને સમજદારી ની વાતો કરતા સાંભળીને ઉર્મિલા નુ હ્રદય ભરાઈ આવ્યુ અને એ ફોન ઉપર જ મન મૂકીને રડવા લાગી.સામેથી શર્મિલા એને શાંત કરવાનો પ્રયાસ કરવા લાગી.
"શાંત થઈજા ઉર્મિ.પ્લીઝ રડ નહી.તને આજે મે જેમ ફોન કર્યો છે એમ બહુ જલદી હુ તને રુબરુ પણ આવીને મળીશ"
પણ ઉર્મિલા શાંત થવાના બદલે વધુ જોર જોર થી રડવા લાગી.
સુનીલ બારણે પોહચયો અને જોયુ તો ઉર્મિલા માટે કોઈ કુરિયર આવ્યુ હતુ મોકલનારે પોતાનુ નામ લખ્યુ ન હતુ. સુનીલ સમજી ગયો કે આજે ઉર્મિનો જન્મ દિવસ છે એટલે એના માટે કોઈએ ગિફ્ટ મોકલી હશે.એ કુરિયર લઈને ફરી બેડરૂમમાં આવ્યો તો એણે જોયુ કે ફોન ઉપર ઉર્મિલા ધ્રુસકે ધ્રુસકે રડી રહી છે.કોણ હશે ફોન ઉપર?એક પ્રશ્ન થયો એના મનમા.એણે રડતી ઉર્મિલાનાં હાથમાથી મોબાઈલ લઈને પોતાના કાને માંડયો.અને શર્મિલાના શબ્દો એને સંભળાયા.
"આપણે આપણા સંબધોને પૂર્વવત કરી નાખીશુ.ઉર્મિ.ગઈ ગુજરી ભુલીને આપણે આગળ વધીશુ...."
શર્મિલાના સ્વરને સુનીલ ઓળખી ગયો એ કડવાશ ભર્યાં સ્વરે તાડુક્યો.
"તારી હિંમત કેમ કરીને થઈ અહીં ફોન કરવાની?આપણી વચ્ચે સંબંધો કયારેય સારા હતા જ નહી અને ભવિષ્યમાં પણ સારા થશે નહી સમજી માટે ફરીથી ફોન કરતી નહી"
"મારી બહેન સાથે વાત કરતા રોકવાનો તમને કોઈ અધિકાર નથી જીજુ.તમારે મારી સાથે સંબંધ ન રાખવો હોય તો એ તમારી મરજી.પણ ઉર્મિલાને હુ ફોન પણ કરીશ અને એને રુબરુ પણ આવીને મળીશ સમજ્યા?"
જેટલી કટુતા થી સુનીલ બોલ્યો હતો એનાથી બમણી કડવાશથી શર્મિલાએ જવાબ આપ્યો.અને એના જવાબથી સુનીલ ઓર ભડક્યો.
"મારા ઘરમા તુ પગ તો મૂકી જો."
"બહુ જલદી હુ આવીશ મારી બહેનને મળવા.તમારા થી થાય એ કરી લેજો."
શર્મિલાએ સુનીલને ચેલેન્જ આપીને ફોન કટ કર્યો.શર્મિલાની ચેલેંજે સુનીલને પગથી માથા સુધી સળગાવી દીધો.એણે ગુસ્સાથી ઉર્મિલાને કહ્યુ.
"તારે એનો ફોન ઉપાડવાની જરૂર શુ હતી?"
"મારી બહેન છે એ સુનીલ."
"અને એના લક્ષણો કેવા છે?ખબર છે ને તને?હુ એની સાથે કોઈ રિસ્તો નથી રાખવા માંગતો ઓકે."
(ઉર્મિલા અને શર્મિલાને શુ ભવિષ્ય માં સુનીલ મળવા દેશે?આગળ શુ થશે એ જાણવા વાંચતા રહો અભિનેત્રી)