નંદિની...એક પ્રેમકથા

(13)
  • 11.1k
  • 0
  • 6.5k

કેમ છો મજામાં? આશા રાખું છું કે કે આપ સૌ સ્વસ્થ હશો. વાચક મિત્રો આ મારી લખવાની પહેલ છે. કંઈ ભુલ થાય તો હું પહેલથી ક્ષમા માંગુ છું અને મારી વાર્તા ને પ્રોત્સાહન આપવા પણ વિનંતી કરું છું. આ વાર્તા ના પાત્રો અને ઘટનાઓ સંપૂર્ણપણે કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ સાથે આડક કે સીધી રીતે સંબંધ નથી ધરાવતી. આ વાર્તા પ્રેમ ,રોમાંચ, ફેમિલી ડ્રામા થી ભરપૂર છે. આ વાર્તા ના મુખ્ય પાત્ર નંદિની અને શૌર્ય છે. જે દુશ્મની નિભાવતા એકબીજાના પ્રેમમાં પડી જાય છે. શૌર્ય નો પરિવાર ખુબ ધનાઢ્ય હોય છે, પરંતુ થોડી ઘમંડભરી વૃત્તિ ધરાવે છે. બીજી તરફ, નંદિની નો પરિવાર સોંમ્ય અને વિનમ્ર સ્વભાવ ધરાવે છે. નંદિની ના ગામની જમીનને લઈ તેના ગામ અને શૌર્યના પરિવારમાં ઝઘડો ચાલે છે, જે આ ઝઘડો શૌર્ય અને નંદિની માટે વ્યક્તિગત બની જાય છે. આ ઝઘડામાં પણ બંનેના પ્રેમની મીઠાસ છૂપી છે.

1

નંદિની...એક પ્રેમકથા - ભાગ 1

નમસ્તે વાચક મિત્રો, કેમ છો મજામાં? આશા રાખું છું કે કે આપ સૌ સ્વસ્થ હશો. વાચક મિત્રો આ લખવાની પહેલ છે. કંઈ ભુલ થાય તો હું પહેલથી ક્ષમા માંગુ છું અને મારી વાર્તા ને પ્રોત્સાહન આપવા પણ વિનંતી કરું છું. આ વાર્તા ના પાત્રો અને ઘટનાઓ સંપૂર્ણપણે કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ સાથે આડક કે સીધી રીતે સંબંધ નથી ધરાવતી. આ વાર્તા પ્રેમ ,રોમાંચ, ફેમિલી ડ્રામા થી ભરપૂર છે. આ વાર્તા ના મુખ્ય પાત્ર નંદિની અને શૌર્ય છે. જે દુશ્મની નિભાવતા એકબીજાના પ્રેમમાં પડી જાય છે. શૌર્ય નો પરિવાર ખુબ ધનાઢ્ય હોય છે, પરંતુ થોડી ઘમંડભરી વૃત્તિ ...Read More

2

નંદિની...એક પ્રેમકથા - ભાગ 2

બધી સહેલીઓ ગામની સફર કરે છે, બપોરનું ટાણું થતાં નંદિની ઘરે પરત ફરતાંજ માં...માં... બાપુ ક્યાં છે, મારે બાપુ કામ છે.તારા બાપુ કામથી બહાર ગયાં છે,મને તો કે ખરી! શું કામ પડ્યું બાપુનુ?માં તમને પણ કહીશ, પણ પહેલાં બાપુને આવવા દો!જો તારા બાપુ આવી ગયાં છે, બોલ હવે શું કામ હતું?(બાપુ ઘરમાં પ્રવેશતા) બાપુ ! મારુ ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે તો...તો...શું તારા માટે મુરતિયો શોધવો છે? (હસતાં-હસતાં)ના બાપુ એવી વાત નથી. તમે મારી વાત તો સાંભળો,હા બેટી શું થયું? બધું ઠીક તો છે ને?હા...હા, બધું ઠીક છે. મારે નાનો એવો ઓર્ગેનિક ખાદ્ય પદાર્થનો બિઝનેસ શરૂ કરવો ...Read More

3

નંદિની...એક પ્રેમકથા - ભાગ 3

બીજા દિવસે બપોરનું ટાણું પડે છે આજે બધાં બહુ ખુશનુમાં હોય છે.નંદિની બેટા!આજે તારા વિચારનાં કારણે બધાં બહુ ખુશ બેટા તો તું પણ તારોઓર્ગેનિક મસાલા ફૂડ પ્રોડક્ટ ત્યાંજ ખોલને.ના બાપુ! મેં વિચાર્યું છે કે આપણા ખેતરના પાકો ભરવાનું ગોડાઉન છે તેમાંકરું તો? જેથી તમે ગોડાઉનમાં કંઈ ભરી શકો નહીં અને કામ પણ ઓછું કરો.બેટા કામ તો આપણો સાથીદાર છે, આપણી ઓળખ છે એ તો કરવો જ પડે.સાચું કીધું તમે, તું તો કાલે સાસરે જતી રહે પછી કોણ કરશે. વસુંધરા બોલે છે."હું કરીશ". નયન બોલે છે.(બેય ગાલ ખેંચતા)ભઈલા તું હજી બહુ નાનો છે મોટો થઈ જાય પછી તારે ...Read More

4

નંદિની...એક પ્રેમકથા - ભાગ 4

વાતાવરણમાં થોડી ઉદાસીનતા છવાઈ હતી. પરંતુ નંદિની ના મનમાં થોડી ઉથલપાત ચાલતી હતી-ભાનુ પ્રતાપ વિશે કંઈક જાણવાં માંગતી હતી.એ જે ગામની જમીન પર નજર ગાળતો હતો.નંદિની અને તેની સહેલીઓ ગામનાં સરોવરે ભેગી થાય છે.નંદિનીએ ટેબલેટ કાઢ્યું અને પ્રતાપસિંહ નું ફેમિલી બાયોડેટા જોવાં મન્ડી જાય છે.કિરણ અને સુમન બિઝનેસ વિશે માહિતી મેળવવાં જુએ છે. પૂજા તેનું બેકગ્રાઉન તપાસે છે.બધી સહેલીઓ તત્પર બની જાય છે.કોઈ ટ્વીટૃરપર જોવાં લાગે તો કોઈ instragram કે અન્ય ન્યુઝ સાઈડ પર માહિતી મેળવે છે.કિરણ : તેને શહેર ની અલગ અલગ જગ્યાએ જમીન ખરિદી મોટાં મોટાં એમ્પાયર કરવાનો શોખ છે.એક ઇન્ટરવ્યૂ દ્વારા:"તે ગામની જમીન ...Read More

5

નંદિની...એક પ્રેમકથા - ભાગ 5

શૌર્યએ સાંજનું જમવાનું પતાવ્યું.તે તેના આલીશાન બેડરૂમ માં ગયો. તેને પોતાનું લેપટોપ ઓપન કર્યું,તે ગામની જમીન અને જાણકારી પ્રાપ્ત માંગતો હતો.આ જગ્યા સાથે કેવા મોટાં સરકારી અધિકારીઓ નો સાથ છે,કે કોનાં દસ્તાવેજ હેઢળ આ જમીન છે. તે માહિતી તપાસ કરે એટલામાં ફોન ની ઘંટડી વાગી..તેને ફોન જોયો પણ ઉપાડ્યો નહિ.થોડી વાર રહી ફરી ફોન માં ઘંટડી વાગે છે.બોલ ઋષિકા શું કામ છે?શું કામ છે મતલબ, હું તને કંઈ કામ હોય તો જ ફોન કરી શકું છું.તે મને આખા દિવસ માં એક પણ ફોન કે ઇમેઇલ નથી કર્યો. મારો કૉલ પણ રિસીવ નથી કરતો. .(ઋષીકા ગુસ્સે ...Read More

6

નંદિની...એક પ્રેમકથા - ભાગ 6

શૌર્યના હોઠ કટાક્ષથી ખીંચાઈ ગયાં.શૌર્ય ગુસ્સે થતાં નંદિની ની સામું જોઈને બોલે છે:"મને એ જમીન મળે એ માટે કોઈપણ પસાર કરીશ... અને જો કોઈ એ રસ્તામાં આવશે, તો તેને નીચે દબાવી દેવા માંગું છું."એના શબ્દોમાં એક ખતરનાક ઠંડક હતી – કોઈ શૌર્ય પ્રતાપસિંહ ઓળખતો નથી હજુ. "એ કંઈ પામવા કોઈ પણ હદે જઈ શકે છે". હું ફરી આવીશ...અને જ્યારે આવીશ ત્યારે એ જમીન મારી હશે. કોઈ મારું કંઈ જ નહીં બગાડી શકે.શૌર્ય પોતાની ગાડીની સ્પીડ વધારી, ત્યાંથી નીકળી જાય છે.શ્યામળદાસ શૌર્ય નાં ગયાં પછી ભાંગી પડે છે.તેને ખુબ આઘાત લાગ્યો છે.અને બોલવા લાગ્યાં "હવે એ જમીન આપણી નહિ રહે"...નંદિની ...Read More

7

નંદિની...એક પ્રેમકથા - ભાગ 7

નંદિની જમીન નાં દસ્તાવેજો જોવા ગામની ઓફિસે પહોંચે છે.અંદર ખોલી જોવે તો આખી ઓફિસ ધૂળ થી ભરેલી છે.કેટલાક જૂના રજીસ્ટરો ખોલી ને તપાસ કરતા તેને એક કાયદેસર રજીસ્ટર્ડ દસ્તાવેજ મળે છે -જેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ જમીન "સમુદાયનાં હિત માટે " ગિફ્ટ કરેલી છે, એટલે કોઈ વ્યગતિગત માલિકી નહીઁ રાખી શકે. આ કાયદો હજુ પણ માન્ય છે.નંદિની તરત એ દસ્તાવેજની કોપી કરે છે, ફોટા ખેંચે છે.નંદિની ત્યાંથી નીકળી જાય છે અને ડાયરેક્ટ એક સારા અને જાણીતા વકીલ ને મળે છે. દસ્તાવેજ સાથે વકીલ ને મળી અધિકારી નોટિસ ફાઇલ કરે છે કલેકટર પાસે. આ દસ્તાવેજો એ સાબિત ...Read More

8

નંદિની...એક પ્રેમકથા - ભાગ 8

ઘણાં સમય પછી ગામનું વાતાવરણ આજે હળવું હતું. શ્યામળદાસ અને ગામના વડીલ અગ્રણીઓ ગઈ રાત્રે ગ્રામસભા બોલાવી બધાને કોર્ટના વિશે અને ગામની જમીનના લીગલ દસ્તાવેજો ની વાત જણાવી દીધી હતી. આખું ગામ લડવા પણ તૈયાર છે, જીતવા પણ તૈયાર છે અને જીતમાં સાથ આપવા પણ તૈયાર છે. ગામના એવા લોકો જે મોટા કર્મચારીઓને જાણતા હોય તેઓએ નક્કી કર્યું કે તેઓ તેને મળશે અને સલાહ લેશે. ને જરૂર પડશે તો તેને બોલાવવામાં પણ આવશે. આમ આખી ગ્રામ સભા મળી નક્કી કરે છે. "બધાં એ મળી તૈયારીઓ કરી લીધી છે."નંદિની આજે વહેલી જાગી ગઈ હતી.તે મંદિરે જઈ રહી ...Read More