શૌર્ય એ તેના ખાસ માણસ ને ફોન લગાવ્યો. સામે થી અવાજ આવ્યો. શૌર્યસર આટલી રાત્રે મને ફોન કર્યો. શું કામ પડ્યું?
હું તારા ફોન માં જે ડિટેલ મોકલું એનાં ઉપર ખાસ નજર રાખવાની છે. એની ભનક પણ કોઈ ને ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું.
ઓકે શૌર્યસર.
શૌર્ય શોભિત અગ્રવાલ નાં ફોન માં નંદિની ની માહિતી મોકલે છે.
શોભિત નંદિની ની માહિતી જોવે છે. તે સવારથી જ નંદિની
ની ઉપર નજર રાખવાનું કામ શરૂ કરશે એવું નક્કી કરે છે.
શૌર્ય બેડરૂમમાં આવે છે. ઋષીકા નો ફોન આવે છે.
શૌર્ય ઋષીકા નો ફોન ઉપાડે છે. હાય ઋષીકા!
હેલ્લો બેબી! ક્યાં ખોવાઈ ગયો એટલા દિવસ થી. મારી યાદ નથી આવતી?
તારી યાદ આવે છે ને ડિયર. ઋષીકા હું આજે થાકી ગયો છું, હું પછી કોલ કરું, સોરી ડિયર.
શૌર્ય એ ફોન મૂકી દીધો. ઋષીકા ને થોડીક વાર ગુસ્સો આવે છે. તે શાંત થઈ પછી તે શૌર્ય ને સરપ્રાઈઝ આપવાનું વિચારે છે...
___________________________________________
અહીં નંદિની નાં મનમા ઉથાલપાથ ચાલી રહી હતી. નંદિનીને ખબર હતી કે શૌર્ય કોર્ટ માં પોતાની હારથી શાંત નહોતો, પણ અંદરથી ઉકળતો લાવા બની ગયો હતો. તેની આંખોની તીવ્રતા નંદિની ભૂલી શકી નહોતી. એ જાણતી હતી — શૌર્ય હવે પાછો નહીં ફેરવાય, એ કંઈક કરે એવું છે. નંદિની સુવાના ઘણા પ્રયત્નો કરી રહી હતી પરંતુ તેની આંખ સુવાનું નામ જ નથી લેતી. તેના મગજમાં સતત શૌર્યનો અવાજ ગૂંજી રહ્યો હતો. રાત્રિનો અડધો સમય તો આમ જ જતો રહ્યો. ક્યારે વિચારોમાં સુવાઈ ગયું તેને ખબર ના રહી. સવાર નો સમય થાય છે. નંદિની એટલી ગાઢ નિંદ્રામાં સુઈ રહી હતી કે સવાર ક્યારની પડી ગઈ હતી તેને તેનું ભાન જ ન હતું.
શ્યામલદાસ વહેલા જાગી તૈયાર થઈને જોવે છે. તે તેમના ધર્મ પત્નીને પૂછે છે કે આજે નંદિની ને કેમ દેખાય રહી નથી. વહેલી કંઈ જતી રહી કે શું?
વસુંધરાજી: તમે જાગી અને તમારી દીકરીને જુઓ તો જ તમારી સવાર પડે છે? નંદિની તો હજી સૂતી છે. મને થયું કે ભલે સૂતી થાકી ગઈ હશે. અને તમને પણ કહી દવ છું, દીકરી હવે મોટી થઈ ગઈ છે તેની આટલી બધી આદત ના પાડો. સાસરે જાશે તો રોજ યાદ આવશે. દીકરીના પ્રેમથી થોડા અળગા પડો.
આટલું સાંભળતા શામળદાસ ની આંખો ભરાઈ જાય છે.
તમે સાચું કહી રહ્યા છો. મને મારી દીકરી ને નાં જોવ તો પણ જરાય ના ગમે. સાસરે જતી રહેશે તો મારું શું થશે.
નંદિની સાંભળી જાય છે. તે તેના બાપુના આંખમાં આંસુ જોવે છે.(તે સવારનું વાતાવરણ બદલાવતા બોલે છે)
બાપુ! હું હજી જાગી પણ નથી અને તમે મને સાસરે મોકલવાની વાતો પણ કરવા લાગ્યા. મને ખબર છે બાપુ હું સાસરે જતી રેય તો તમને નહીં ગમે, એટલે જ મેં નક્કી કર્યું છે કે હું તમારી સાથેજ રહી.
શ્યામળદાસ હસવા લાગ્યા. તે કશું ના બોલ્યાં. બેટા તારી તબિયત તો સારી છે ને આજે કેમ મોડી જાગી. બહુ થાકી ગઈ હતી?
હા બાપુ! એવું જ લાગે છે કે કાલે હું થાકી ગઈ હતી એટલે આજે મારી આંખ ના ખુલી.
સારું બેટા, આરામ પણ કરવાનો. અને બેટા આજે આપણે એ જમીન પર ફરીથી કામ શરૂ કરી દેવાના છીએ તો તું પણ તૈયાર થઈને ત્યાં આવતી રહેજે.
સારુ બાપુ!
નંદિની તૈયાર થઈ તે તેના બાપુ પાસે જમીનમાં વૃક્ષારોપણનું કાર્ય કરવાનું છે ત્યાં જતી રહે છે.
___________________________________________
અહીં શૌર્ય પણ ગાઢ નિંદ્રામાં સુઈ રહ્યો હતો. શૌર્ય પણ રોજ વહેલા જાગી જતો. સવારના શાંત વાતાવરણમાં શૌર્યના રૂમનો દરવાજો ધીરેથી ખુલે છે. મોટી બારી ઉપર લગાવેલા પડદા થોડાક ખોલે છે, સૂર્યના કિરણો શૌર્યના મોઢા પર પડે છે, તો પણ શૌર્યની આંખો નથી ખુલી. શૌર્ય એ ઓઢેલો કંબલ ખેંચાય છે, શૌર્યને ગાલ ઉપર હળવેથી ચુમવાનો સ્પર્શ જણાય છે. શૌર્યને જાણ થતા તે આંખો ખોલે છે આંખો ખોલી સામે જોવે છે તો ઋષીકા હોય છે.
ઋષીકા તું અહીં.
હા મિસ્ટર શૌર્ય. હું અહીં, તે કાલે મારો ફોન મૂકી દીધો મને બહુ ગુસ્સો આવ્યો. ફરી મેં ગુસ્સો શાંત કરતા વિચાર્યું તો મને એમ થયું કે હું સવારમાં સરપ્રાઈઝ આપી દઉં. અને તને આમ સૂતેલો જોઈ મને મસ્તી કરવાનું મન થઈ ગયું. કેવી લાગી મારી સરપ્રાઈઝ?
શૌર્યએ ઋષિકાને ખેંચી પોતાની બાજુમાં સુવડાવી દીધી. સવારમાં મારી રૂમમાં આવી, મારી સાથે મસ્તી કરે છે... શૌર્ય ઋષીકા ને તેની બિલકુલ નજીક લઈ મસ્તી ભરેલા અવાજે બોલ્યો. બંને એકબીજા સાથે મસ્તી કરવા મંડ્યા. શૌર્ય મસ્તી ભર્યા અંદાજ માં ઋષીકા ના ગુલાબી હોઠ
તરફ નજર કરે છે. તે તેનું મોઢું ઋષીકાના મોઢા પાસે લઈ જાય છે. ઋષિકાના હોઠ પર પોતાનો હોઠ મૂકી દેય છે.
તેવામાં શૌર્યના ફોનમાં રીંગ વાગે છે. બંને ભાનમાં આવે છે. શૌર્ય ફોન ઉપાડે છે. સર આજે તમારે મીટીંગ છે ક્લાઈન્ટ રાહ જોઈને બેઠા છે.
હા હું હમણાં જ પહોંચું છું. શૌર્ય જલ્દી ઊભો થઈ, ઋષિકા મારે મીટીંગ છે હું ફ્રેશ થઈ જાવ છું. તું નીચે રાહ જો.
ઓકે શૌર્ય! જલ્દી આવજે. ઋષીકા નીચે શૌર્ય ની રાહ જોવે છે.
શૌર્ય તૈયાર થઈ નીચે આવે છે. બંને મીટીંગ માટે નીકળી જાય છે.
શૌર્ય મે સાંભળ્યુ છે કે જમીન નો કેસ હારી ગયા છો?
હા!
એવું તો શું બન્યું કે શૌર્ય પ્રતાપસિંહ કેસ હારી ગયો! એ પણ કેસ લડવા મિસ્ટર માથુરને હાયર કર્યો હોય.
નંદિની! હું એ છોકરી ના કારણે.....એને ભરી કોર્ટ માં મારી બેજ્જતી કરી. મે આપેલી ધમકી નો વોઇસ રેકોર્ડ કોર્ટ માં રજૂ કરી દીધો.
શું? એની હિંમત કેવી રીતે થઈ. તો આગળ શું વિચાર્યું છે?
કંઈ નહીં, તું આગળ જોતીજા, "હું તેની શું હાલત કરું"
શૌર્ય અને ઋષીકા બંને મીટીંગ અટેન્ડ કરે છે.
___________________________________________
આજે ગામનું વાતાવરણ એકદમ ખુશનુમાં (રોમેન્ટિક) હતું. સવારનો ઠંડો લહેરાતો પવન બધાય માણી રહ્યા હતા. બધા હર્ષ ઉલ્લાસ થી કામ કરી રહ્યા હતા. "ચોમાસા નો પહેલો વરસાદ પડે અને ખેડૂતોમાં જે બીજ રોપણનું કાર્ય પૂરી લાગણી સાથે થઈ રહ્યું હોય આજે તેવું જ વાતાવરણ હતું". ગામની જમીન પર વૃક્ષા રોપણ નું કાર્ય પુરા જોશથી ચાલુ થઈ ગયું હતું. દરેક પ્રકારના વૃક્ષો રોપાઈ રહ્યાં હતા. ઔષધી વૃક્ષ, છોડ નું પણ રોપણ થઈ રહ્યુ હતું જેથી આગળ જતા આ ઔષધી ની માહિતી બધાયને રહે, અને કોઈને જરૂર પડવા પર કામ આવે. રખડતા પશુ, ઢોર માટે રહેવાની સગવડ કરવામાં આવી. સાંજનો સમય થવા આવ્યો હતો બધા સાથે કામ કરતા હતા એટલે કોઈને થાક નો અનુભવ ન હતો. ઘણા લોકો એક સાથે કામ કરતા હતા એટલે કામ પણ પૂરું થવા આવ્યું હતું. રાત્રે યુવાનો દ્વારા વૃક્ષોને પાણી પહોંચે તેવી સગવડ કરવામાં આવી. જેથી આગળના દિવસે બધા વૃક્ષોને પાણી મળી રહે. બે દિવસમાં વૃક્ષોનું કામ સફળતાં પૂર્વક પૂર્ણ થયુ.
શું થશે આગળ નાં ભાગમાં.
જાણવા જોડાઈ રહો.
નંદિની...એક પ્રેમ કથા