Nandini...A Love Story - Part 6 in Gujarati Love Stories by Asha Kavad books and stories PDF | નંદિની...એક પ્રેમકથા - ભાગ 6

Featured Books
Categories
Share

નંદિની...એક પ્રેમકથા - ભાગ 6





શૌર્યના હોઠ કટાક્ષથી ખીંચાઈ ગયાં.શૌર્ય ગુસ્સે થતાં નંદિની ની સામું જોઈને બોલે છે:"મને એ જમીન મળે એ માટે કોઈપણ હદ પસાર કરીશ... અને જો કોઈ એ રસ્તામાં આવશે, તો તેને નીચે દબાવી દેવા માંગું છું."
એના શબ્દોમાં એક ખતરનાક ઠંડક હતી – કોઈ શૌર્ય પ્રતાપસિંહ ઓળખતો નથી હજુ. "એ કંઈ પામવા કોઈ પણ હદે જઈ શકે છે". હું ફરી આવીશ...અને જ્યારે આવીશ ત્યારે એ જમીન મારી હશે. કોઈ મારું કંઈ જ નહીં બગાડી શકે.

શૌર્ય પોતાની ગાડીની સ્પીડ વધારી, ત્યાંથી નીકળી જાય છે.

શ્યામળદાસ શૌર્ય નાં ગયાં પછી ભાંગી પડે છે.તેને ખુબ આઘાત લાગ્યો  છે.અને બોલવા લાગ્યાં "હવે એ જમીન આપણી નહિ રહે"...

નંદિની એક ક્ષણ માટે મૌન રહી, પછી ધીમી પણ દ્રઢ અવાજે બોલી. બાપુ! આપડી જમીન આપડી છે ને હંમેશા આપણી જ રહેશે. એ જમીન માટે સરકારી દસ્તાવેજો જરૂરી છે.આપણા બધા લોકો નાં સાઇન-સિક્કા જરૂરી છે. ગેરકાયદેસર દસ્તાવેજ તો નહીં ચાલે. કોઈપણ મિલકત ખાતે ચડાવવા કે પોતાની છે દર્શાવવા માટે કાયદેસરના દસ્તાવેજ હોવા જરૂરી છે. ભાનુ પ્રતાપ અને તેનો પુત્ર શૌર્ય જ્યારે લીગલ જે તે દસ્તાવેજ રજૂ કરશે ત્યારે જમીન તેની થશે અને જ્યારે કોઈ માણસને સાથે મળી ગેરકાયદેસરના દસ્તાવેજો રજૂ કરશે તો આપણે કાયદેસરના દસ્તાવેજો રજૂ કરીશું.
"અસત્ય ગમે એટલી મહેનત કે ખોટું કરે, પરંતુ જીત હંમેશા સત્યની જ થાય છે."
બાપુ! વિજય હંમેશાં સત્યનો જ થાય છે. તો આપણે શું કામ ચિંતા કરીએ? જ્યારે આપણે સત્ય છીએ.

નંદિની ની વાત સાંભળી તેના બાપુ અને માતા માં ફરી હિંમત આવે છે. શ્યામળદાસ નંદિની ની વાત સાંભળી ફરી ઊભા થાય છે.

તારી જેવી હિંમત વાળી દીકરી હોય તેનાં બાપુને શેની ચિંતા ? બેટા મને વિશ્વાસ છે કે જીત આપણી જ થશે. આપણી પાસે બધાં કાયદેસરના દસ્તાવેજો છે.

બાપુ! બધાં દસ્તાવેજો હું જોઈ શકું છું?

હા બેટા!હું ગામનાં વડીલો ને જણાવી આવું.

સારું બાપુ!હવે તમે ચીંતા નહિ કરતાં ને આ વાત વિશે પણ ગામનાં લોકો ને જાણ કરી દેજો.

શ્યામલદાસ ગામનાં વડીલો સાથે મળી આ વાત જણાવે છે.


___________________________________________
એના મનની ઉથલપાથલ અને એના આંતરિક સંઘર્ષ સાથે:
   
"આ બધું તું મારી સામે કરી રહી છે એના પરિણામો વિચાર્યા છે કે નહીં?" શૌર્ય પ્રતાપસિંહ સામું કોઈએ હજી સુધી ઊંચી અવાજે વાત નથી કરી અને એ છોકરી.

પરંતુ એને મારું નામ, મારી માહિતી કોણે આપી હશે?
હમ... પેલેથી ઇન્ટરનેટ દ્વારા જાણી લીધી હોય શકે.એને પહેલેથીજ જાણ હશે કે ભાનુ પ્રતાપસિંહ કોઈ ને ફરી મોકલશે. 
છે તો ગામડાની છોકરી, પણ ટક્કર ની છે. પહેલી વાર એવું બન્યું કે શૌર્ય ને કોઈ ની પાછળ જવું પડ્યું અને એ પણ એનાં બતાવ્યાં પ્રમાણે. "કંઈક વાત તો છે એનામાં" હવે શૌર્ય પ્રતાપસિંહ ને મજા આવશે. -ટક્કર નાં માણસો સાથે જીતવાની મજા જ કંઇક અલગ હોય છે.

રાત્રી નો સમય થયો.શૌર્ય ઘરની અંદર મોટાં પગલાંએ ચાલતો આવ્યો. દરવાજા પાસે પહોંચતા એની ચાલ થોડીઘણી ધીમી પડી ગઈ — એક પ્રકારની ઉલઝનથી ભરેલી.
એણે દરવાજો ધીમેથી ખોલ્યો. એના પગલાંઓ ઘરના ફ્લોર પર વાગ્યાં ત્યારે જાણે આ ઘરના દીવાલોએ પણ ઊંડા આહ ભર્યા હોય.
શૌર્ય ની માતા એ તેને જોઈ પૂછ્યું:"એવું શું થયું છે, શૌર્ય? તું આજે ઘણો ઉગ્ર લાગે છે… બધું ઠીક છે ને?"

હાં બધું ઠીક છે, કહી સીધો પોતાના રૂમમાં ઘૂસી ગયો. દરવાજો બંધ કરીને દરવાજાની અંદર હવે એની અંદરની લડાઈ ચાલી રહી હતી.

આ બધાં વિચારોમાં તેનું ધ્યાન ફોન પર પડ્યું જ નહીં. ફોન હાથમાં લેતા ખબર પડી કે ઋષીકા નાં કોલ આવી ગયાં છે. તેણે તરજ ઋષીકા ને ફોન લગાવ્યો.

ઋષીકા એ શૌર્ય નો કોલ આવતાં જોઈ ઉપાડ્યો.
હેલ્લો...તું ઘરે પહોંચી ગયો છે.મે તને ઘણાં કોલ કર્યા પણ તે જવાબ નાં આપ્યા.  

હા બસ થોડી વાર પહેલાં જ પહોંચ્યો છું.

કેવો રહ્યો આજનો દિવસ?

હંમેશા યાદગાર રહેશે.

કેમ યાદગાર રહેશે.એવું તો શું બન્યું હતું? જમીન નું શું થયું? એ લોકો વેંચવા તૈયાર થઈ ગયા ?

નાં એ લોકો જમીન વેચવા તૈયાર નથી.અને સીધી રીતે માનશે પણ નહીઁ.

તો આ શૌર્ય શું કરશે હવે? હું મારા શૌર્ય ને જાણું છું ત્યાં સુધી તે શાંતી થી તો નહીઁ બેસે, તે પોતાનાં સ્વાભિમાન માટે કંઈ પણ કરી શકે છે. મને જણાવીશ આજે શું થયું?.

હમ.... શૌર્ય ઋષીકા ને આખા દિવસ ની સંપૂર્ણ વાત જણાવે છે.

તો તું એમ કેવાં માંગે છે કે એ લોકો જમીન વેચવા તૈયાર નહીઁ થાય અને તું કોઈ પણ કિંમતે હાંસલ કરી નેજ રહી.

હાં!

મને ખબર જ છે એ જમીન તું તારી કરીને જ રહીશ. પણ તું કાલે મારી સાથે આવીશ ને. તને ખબર છે ને તારે મને ટાઈમ આપવાનો છે. તો હું સવારે તારી ઘરે આવતી રહું?

ઓકે તો સવારે આવતી રહેજે. હું પપ્પા સાથે જમીનની વાત કરી લઈશ. બાકી બંને એક મિટિંગ અટેન્ડ કરી જતા રહેશું. 


    બીજા દિવસની સવાર પડે છે. શૌર્ય ફ્રેશ થઈ નીચે આવ્યો. ભાનુ પ્રતાપસિંહ પણ ત્યાંજ હતાં.તેના પપ્પા એ  કાલે જમીન માટે ગયો હતો તેની વાત કરી.શું થયું એ જમીન નું? એ લોકો માની ગયા કે.
શૌર્ય એ જવાબ નાં માં આપ્યો. એ એટલી આસાની થી નહીઁ માને.એને આપણી ભાષા માં જ સમજાવું પડશે. એટલાં માં મેઇન દરવાજે છે અવાજ આવે છે...

ગુડ મોર્નિંગ અંકલ, આન્ટી.ૠષીકા આવે છે.
ઋષીકા એ ગ્રીન સ્લીવલેસ મેક્સી ડ્રેસ અને કરલી વાળ,બ્રાન્ડેડ ગોગલ્સ, પર્સ માં એકદમ મોડલ લાગી રહી હતી.

ગુડ મોર્નિંગ બેટા!

આજે આટલી વેલી કંઈ કામ હતું બેટા (શૌર્ય ના મમ્મી)

હું અને શૌર્ય એક મીટીંગ અટેન્ડ કરી બહાર જવાના છીએ એટલે વહેલાં આવી ગઈ.

શૌર્ય ચલ હવે જઈએ. નહિતર મોડું થઈ જશે. 

બેટા! નાસ્તો કરીને જાં.

ના! થેન્ક્યુ આંટી.

શૌર્ય અને ઋષીકા બંને નીકળી જાય છે.
આજે તો તું બહુ સુંદર અને હોટ લાગી રહી છે.શૌર્ય એ હસતા તારીફ કરી.

થેન્ક્યુ, પણ હું તો પહેલેથી જ સુંદર છું. તને મારા જેટલી સુંદર છોકરી ક્યાંય જોવા નહીં મળે. 

એટલામાં શૌર્ય ને નંદિની નો ચહેરો યાદ આવી જાય છે.

શૌર્ય ક્યાં ખોવાઈ ગયો છે? કંઈ મારામાં ફરીથી નથી ખોવાઈ ગયો ને.

હા કેમ નહીઁ,તું છે જ આટલી સુંદર અને આજે તો વધારે જ લાગી રહી છો. બંને  હસવા લાગે છે. 
મીટીંગ અટેન્ડ કરી બંને બહાર ફરવા નીકળી જાય છે.



શું શૌર્ય નંદિની ને હરાવી શકશે?
શું થશે શૌર્ય અને નંદિની ની ટક્કર થી?
જાણવા આગળ જોડાય રહો.
નંદિની...એક પ્રેમકથા