વાતાવરણમાં થોડી ઉદાસીનતા છવાઈ હતી. પરંતુ નંદિની ના મનમાં થોડી ઉથલપાત ચાલતી હતી-ભાનુ પ્રતાપ વિશે કંઈક જાણવાં માંગતી હતી.એ પુરુષ જે ગામની જમીન પર નજર ગાળતો હતો.
નંદિની અને તેની સહેલીઓ ગામનાં સરોવરે ભેગી થાય છે.
નંદિનીએ ટેબલેટ કાઢ્યું અને પ્રતાપસિંહ નું ફેમિલી બાયોડેટા જોવાં મન્ડી જાય છે.
કિરણ અને સુમન બિઝનેસ વિશે માહિતી મેળવવાં જુએ છે. પૂજા તેનું બેકગ્રાઉન તપાસે છે.
બધી સહેલીઓ તત્પર બની જાય છે.કોઈ ટ્વીટૃરપર જોવાં લાગે તો કોઈ instragram કે અન્ય ન્યુઝ સાઈડ પર માહિતી મેળવે છે.
કિરણ : તેને શહેર ની અલગ અલગ જગ્યાએ જમીન ખરિદી મોટાં મોટાં એમ્પાયર કરવાનો શોખ છે.
એક ઇન્ટરવ્યૂ દ્વારા:"તે ગામની જમીન ખરીદી ગામને વિકસિત બનાવે છે.તે બધાને રોજગાર પૂરો પાડે છે,તે લોકોની સેવા પણ કરે છે.
(હાય રે,આ માણસ તો જો તદ્દન જૂઢું બોલી રહ્યો છે.)
પુજા: તેની પાસે ઘણી પ્રોપર્ટી છે. ઘણી પ્રોપર્ટી વિશે તો કોઈ પાસે જાણકારી પણ નથી. તે શહેરનો નહિ પણ આખા રાજ્યનો ટોપ ફાઈવ બિઝનેસમેન માં આવે છે. તેના પર્સનલ ચાર બોડીગાર્ડ છે. દરેક કન્સ્ટ્રકશન નું ધ્યાન રાખવા વાળા દરેક જગ્યાએ અલગ અલગ બોડીગાર્ડ, તેનાં અંગદ માણસો રાખવામાં આવ્યા છે,જે ગુંડા જેવું કામ કરતાં. જરૂરત પડવા પર કંપનીનું રક્ષણ અને બીજાનું ભક્ષણ પણ કરે એવા. તેમને મોટા મોટા પોલીસ અધિકારીઓ,સરકારી કર્મચારીઓ અને નેતાઓ સાથે ઉઠક-બેઠક પણ છે."માનો કે એની જેબ(ખિસ્સા) માં .
("આનો બેકગ્રાઉન્ડ તો ખતરનાક લાગે છે.")
નંદિની તેનાં ફેમિલી બાયોડેટા ની માહિતી??
નંદિની: તેમનાં ફેમિલીમાં ભાનુ પ્રતાપ તેમના પત્ની "નીલમજી", જે તેમનાં બીજા પત્ની છે.
(પહેલાં પત્નિ મૃત્યુ પામેલા હોય છે. તેનું નામ"નમ્રતા"હતું)
.
(પેહેલી પત્નિ નું સંતાન) તેમનો એક પુત્ર "શૌર્ય પ્રતાપસિંહ", તેમણે બી.બી.એ કમ્પલીટ કર્યું,ચાર વરસથી તે તેના પિતાનો બિઝનેસ સંભાળી રહ્યો હતો.નાની ઉંમરે તેને બિઝનેસ ને ઘણો આગળ વધાર્યો છે. તે તેના પિતા થી વધારે સ્ટ્રોંગ પર્સનાલિટી ધરાવતો. બિઝનેસમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતો. જયપુરમાં ને અન્ય જગ્યા એ તેને ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે,જે"શૌર્ય ઇન્ડસ્ટ્રીઝ" ના નામે ઓળખાય છે. તે કોઈ પણ સંજોગોમાં કોઈને નમતો નથી,તેને જે જોઈએ છે તે કોઈ પણ કિંમતે હાંસલ કરીને જ રહે છે.શોર્ય પ્રતાપ સિંહ નું નામ પડતાં ઘણા લોકો ડરતા પણ હતા. તે તેના પિતાથી સો કદમ આગળ છે એવું માનવામાં આવે છે.
ભાનુ પ્રતાપ નો ખાસ માણસ અને તેમનો પર્સનલ આસિસ્ટન્ટ આદિત્ય સિંહ, જે તેનો ડાબો હાથ પણ કહેવાતો.
ભાનુ પ્રતાપસિંહ જોધપુર શહેર માં રહે છે.ભવ્ય અને આધુનિક બંગલો છે – જેનું નામ છે “રાજ મહેલ રેસીડેન્સી”. બંગલો ચાર એકર વિસ્તારમાં ફેલાયેલો છે. મુખ્ય ઇમારત સફેદ મારબલ અને કાચના મિશ્રણથી બનેલી છે, જે રાત્રે લાઇટિંગથી ઝગમગતી રહે છે.
પ્રવેશ દ્વાર ચોખ્ખા સેંકડો વર્ષ જૂનાં લાકડાનું છે, પણ તે ઈલેક્ટ્રોનિક સેન્સરથી ખુલે છે. અંદર પ્રવેશ કરતાં જ એક વિશાળ લિવિંગ રૂમ આવે છે – જેમાં ઇટાલિયન ફર્નિચર, રિમોટથી ચાલતા પડદાં, ઓટોમેટિક લાઈટ સિસ્ટમ અને વોલ માઉન્ટેડ સ્ક્રીન છે, જ્યાં સીસીટીવી, ન્યૂઝ અને સ્ટોક માર્કેટ સતત દેખાય છે. ઘરની આગળ ભવ્ય ગાર્ડન પણ છે.
ગેરેજમાં ભાનુ પ્રતાપસિંહની ઘણી બધી લક્ઝરી કારો છે – રેન્જ રોવર, ઓડી અને એક રોયલ એનફિલ્ડ. પાછળ પુલ સાથે ઇન્ફિનિટી સ્વિમિંગ પૂલ છે.
તેનાં નોકરોની પણ માહિતી છે. આખી રેસીડેન્સી માં ચાલીસ થી વધારે નોકરો પણ છે.નોકર નાં મુખિયા છે."જમનદાસ" જે ઘણાં વર્ષોથી અહીં કામ કરે છે. જે બધાં કામનો અને નોકરોનો દેખરેખ રાખે છે.
ઉફ..... આ છે તેનો સંપૂર્ણ બાયોડેટા. "નંદિની બોલે છે"
ચારેય સહેલીયો આશ્ચર્યચકિત બની જાય છે, એક બીજાં સામું જુવે છે.
સુમન: આપડે આ લોકો સામે જીતી શકવાના?
પૂજા: હા યાર આ તો બોવ અઘરું કામ છે. કંઈ સમજાઈ રહ્યું નથી. બાપ તો છેજ પણ તેમનો છોકરો કંઈ વધારે જ હશે. નંદિની તું કંઈ બોલને.?
નંદિની: તમે આમ હિંમત નાં હારો.એની પાસે ભલે બધો પાવર હોય,પણ સત્ય નથી.રહી વાત મોટા મોટા માણસો ની તો એને બધું પૈસા થી ખરીદ્યું છે, વિશ્વાસ થી નય. આપણા ગામનાં લોકો, પૂર્વજો નાં સારાં કામો આજે પણ બધાં ને યાદ છે.ને આપણું આખું ગામ આ લડાઈ લડવા તૈયાર છે,તો ચિંતા કંઈ વાતની. બસ આપડે હિમ્મત નથી હારવાની."સાથ છે તો બધું શક્ય છે,પુરી નિષ્ઠા થી લડીશું તો વિજય જરૂર થશે".બસ આપણો વિશ્વાસ ડગવો નાં જોઈયે.
___________________________________________
ભાનુ પ્રતાપસિંહ પોતાનાં "રાજ મહેલ રેસીડેન્સી"જોધપુર આવે છે.તે ખુબ ગુસ્સામાં છે. આદિત્ય પણ તેની સાથે છે.
આજે આટલો ગુસ્સો? શું થયું સાહેબજી ?
"સુંદર કાંજીવરમ સારી અને ઘરેણાં થી સજ્જ" તેમનાં પત્ની નીલમજી એ પૂછ્યું.
શૌર્ય ક્યાં છે ?....
શૌર્ય ની આજે કૉન્ફરન્સ મિટીંગ છે તો તે અહીં હાજીર નથી.કામ પૂરું થતાં તે આવી જશે.પણ તમે કેમ આટલી ચિંતા માં છો?.બધું બરાબર છે ને.
અને તમે પેલી જમીન માટે ગયાં હતાં ને શું થયું એનું?
એ લોકો જમીન વેચવા તૈયાર નથી. (કડક અવાજે)
નાતો એ આજે આપશે, નાં તો કાલે.
આદિત્ય શૌર્ય ને ફોન કરી પરત ઘરે બોલાવો.
આદિત્ય શૌર્ય ને ફોન કરી પરત ઘરે આવવાનું કહે છે.
શૌર્ય થોડીક ક્ષણોમાં ઘરે પહોંચે છે.તેની લંબાઈ છ ફૂટ છે, કસરત અને જોગીંગ કરીને મજબુત મસ્ક્યુલર બોડી બનાવેલું શરીર.તે અત્યંત દેખાવડો લાગતો. નેવી બ્લૂ કલર નું સ્ટાઈલીશ સુટ.પગમાં બ્રાન્ડેડ શૂઝ અને હાથમાં બ્રાન્ડેડ વોચ. તે તેના પિતાને મળે છે. શું થયું પિતાજી કેમ મને જલ્દી બોલાવ્યો છે?
શૌર્ય! ગામનાં લોકો પોતાની જમીન આપવાં તૈયાર નથી. એ જમીન તેનાં પુર્વજો સમય થી વન્યજીવો માટે સેવા ભાવે કાઢેલી છે. એ લોકો કોઈ પણ લાલચ નો સ્વિકાર નહિ કરે."મારે એ જમીન કોઈ પણ કિંમતે જોઈયે છે".
ગામનાં મુખિયા યે મારું અપમાન કરી ત્યાં થી કાઢી મુક્યો.
શૌર્ય તું કંઈ પણ કરી શકે છે એ જમીન માટે..
હા મને પેલાં જ ખબર પડી ગઈ હતી કે એ જમીન માટે તમને નાં પડી છે. પરંતુ પિતાજી તમે એ જમીન કેમ ખરીદવાં માંગો છો? એવું તો શું છે એ જગ્યા માં.
ઘણાં વેપારીઓ એ જમીન માટે ગયાં હતાં પણ ગામનાં લોકો નાં પાડી દેતાં.મને જાણ પડતાં મારાં માણસો દ્વારા સર્વે કરાવ્યો તો જાણવાં મળ્યું કે એ જમીન નહીં "સોનું છે સોનું". આખું ગામ સમૃદ્ધ છે. કોઈ ગરીબ માણસ જોવાજ નાં મળે,ને શહેર નો પડતો હાઇવે રોડ.પાણી તો ધોધમાર. જમીન નો ખૂબ મોટો વિસ્તાર હોવાથી પુર્વજો એ સેવા માટે કાઢેલી છે. એ ભાગ લગભગ સિત્તેર થી વઘારે એકર માં બતાવે છે.
એ જમીન મળી જાય તો એકાદ વર્ષ માં ડબલ થી વધારે કીંમત બોલાય. "સોનાનો ટુકડો હાથમાં આવ્યો છે કોઈ પણ કિંમતે જવા નાં દેવાય".(મનોમન હાસ્ય સાથે)
તો તમારે મારી મદદ જોઈયે છે?
હા...તું એક વાર એ જગ્યા પર જા અને માહિતી લાવ. એ કામ હું તને સોંપુ છું.
ઠીક છે, તમારું કામ થઈ જશે.
શું શૌર્ય જશે માહિતી મેળવવા?
શું શૌર્ય અને નંદિની ની મુલાકાત થશે?
જાણવાં માટે આગળ જોડાયેલાં રહો.
નંદિની...એક પ્રેમકથા