Nandini.... Ek Premkatha - 1 in Gujarati Love Stories by Asha Kavad books and stories PDF | નંદિની...એક પ્રેમકથા - ભાગ 1

Featured Books
Categories
Share

નંદિની...એક પ્રેમકથા - ભાગ 1

નમસ્તે વાચક મિત્રો,

     કેમ છો મજામાં? આશા રાખું છું કે કે આપ સૌ સ્વસ્થ હશો. વાચક મિત્રો આ મારી લખવાની પહેલ છે. કંઈ ભુલ થાય તો હું પહેલથી ક્ષમા માંગુ છું અને મારી વાર્તા ને પ્રોત્સાહન આપવા પણ વિનંતી કરું છું.

     આ વાર્તા ના પાત્રો અને ઘટનાઓ સંપૂર્ણપણે કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ સાથે આડક કે સીધી રીતે સંબંધ નથી ધરાવતી.

     આ વાર્તા પ્રેમ ,રોમાંચ, ફેમિલી ડ્રામા થી ભરપૂર છે. આ વાર્તા ના મુખ્ય પાત્ર નંદિની અને શૌર્ય છે. જે દુશ્મની નિભાવતા એકબીજાના પ્રેમમાં પડી જાય છે. શૌર્ય નો પરિવાર ખુબ ધનાઢ્ય હોય છે, પરંતુ થોડી ઘમંડભરી વૃત્તિ ધરાવે છે. બીજી તરફ, નંદિની નો પરિવાર સોંમ્ય અને વિનમ્ર સ્વભાવ ધરાવે છે. નંદિની ના ગામની જમીનને લઈ તેના ગામ અને શૌર્યના પરિવારમાં ઝઘડો ચાલે છે, જે આ ઝઘડો શૌર્ય અને નંદિની માટે વ્યક્તિગત બની જાય છે. આ ઝઘડામાં પણ બંનેના પ્રેમની મીઠાસ છૂપી છે.

દરેક વ્યક્તિ નું જીવન સંઘર્ષ થી ભરેલું હોય છે,જીવન એટલે નાની નાની પળો મા હંમેશા ખુશ રેવું ને બીજા ને રાખવા.


વાર્તા ના પાત્રો :-

નંદિની (નાયિકા)
શ્યામળદાસ શેઠ (નંદિની ના પિતા)
વસુંધરા દેવી (નંદિની ની માતા) 
નયન (નાનો ભાઈ)

શૌર્ય પ્રતાપ સિંહ (નાયક)
ભાનુ પ્રતાપ સિંહ (પિતા) 
P.A. (આદિત્ય સિંહ)
નીલમદેવી (માતા)
ઋષિકા (શૌર્ય ની ગર્લફ્રેન્ડ)
  

     વહેલી પરોઢ નું ટાણું છે, નંદિની સવારે વહેલી ઉઠી   ધીમે ધીમે આંખો ખોલે છે. આંખો મીંચિ શ્લોક બોલવા લાગી. "સમુદ્રવસને દેવો…" જેવાં પાવન મંત્રો સાથે તેણે ધરતીમાતાને નમન કર્યું. એના શબ્દોમાં ભાવના વહેતી હતી.

     ઘરની બહાર આવી ત્યારે પંખીઓનો મધુર કલરવ સાંભળ્યો. આ કલરવ એવા સરસ રીતે વાતાવરણમાં ગુંજી ગયો કે નંદિનીના ચહેરા પર એક સ્વાભાવિક સ્મિત ખીલી ઊઠ્યું.

     નંદિની મહાદેવ ની ભક્ત હોય છે તેનું મન મહાદેવ ની ભક્તિ થી ભરેલું છે, દરરોજની જેમ આજે પણ આરતી, જપ અને પૂજનથી મહાદેવની આરાધના કરી. 

     શાંત સ્વભાવની નંદિનીના દિવસની શરૂઆત ભક્તિથી થતી અને એ જ એને સમગ્ર દિવસ માટે ઉર્જા, શાંતિ અને અંતરમુખી આનંદ આપતી. નંદિની મહાદેવ ની પૂજા કર્યા બાદ તેની માતાને ઘરના કામમાં મદદ કરતી. નંદિની ઘર ના કામ કાજ માં પણ સચોટ હતી.

     વસુંધરાજી રોજ એકલા કામ કરવાની આદત પાડો દીકરી સાસરે જતી રેશે તો એકલા  કામ કરવાની મજા નય આવે. શ્યામળ દાસ કટાક્ષ કરતા બોલે છે. સામેથી અવાજ આવે છે, તો તમે શી કામના. નંદિની (મોંઢું ફુલાવી ને) બાપુ, હું તમને મૂકી ને ક્યાંય નહીં જાવ. બેટા આજે નહીં તો કાલે જવું તો પડશે જ ને. પણ બાપુ....

     એવામાં અવાજ આવે છે "નંદિની" ચાલને ગામના સરોવરે જઈએ! કેટલા દિવસ થી નથી ગયા. એમ કહી નંદિની ની સહેલીઓ પૂજા, સુમન અને કિરણ ઉલ્લાસભેર બોલાવી રહી હતી.

     નંદિની કહે ચાલો આજે સરોવરના શાંત પાણી સાથે  પળો વિતાવીએ. બધી છોકરીઓ હસી પડે છે. સરોવર સુધી નો રસ્તો હરિયાળો અને ફૂલોથી સુશોભિત હતો. બધી સહેલીઓ  ટીખળ મસ્તી કરતા સરોવરે પહોંચે છે. સરોવરના કાંઠે બેસી પાણી માં પગ પલાળે છે, શાંત,હિલોળા લેતા પવન મા પોતાના પગ પાણી માં નાખી બેઠેલી નંદિની જાણે અપ્સરા! લાંબા લહેરાતા વાળ નો ચોટલો, આંખોમાં કાજળ આંજેલું, કપાળે નાનો ચાંદલો, વધારે ગોરો નય એવો શ્યામ રંગ ને પાંચ હાથ પૂરી. દરેક સહેલી એકબીજા ઉપર પાણી ઉડાડે છે. 

     નંદિની હવે આપણું ગ્રેજ્યુએશન કમ્પલીટ થઈ ગયું છે તો હવે આપણે આગળનો કંઈ પ્લાન છે કિરણ બોલે છે. આ  ચારેય બહેનપણીઓ  શાળા થી લઈ ગ્રેજ્યુએશન સાથે જ કમ્પલીટ કરે છે. ગ્રેજ્યુએશન પછી દરેકને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું હોય છે. 

     નંદિની (માથું હલાવતા) હા! આપડે બિઝનેસ શરુ કરીશું. 

     સુમન બોલે છે, હા નંદિની એ તો ખબર જ છે પરંતુ કેવો બિઝનેસ શરૂ કરીશું એવું વિચાર્યું છે કંઈ?

     નંદિની બોલે છે, હું વિચારું છું કે "ખાદ્ય પદાર્થો ઓર્ગેનિક મસાલા" નો બિઝનેસ શરૂ કરિયે તો?

બધી સહેલીઓ સહમત થાય છે.

વધુ આવતા અંકે...