ટ્રેન ધીમે ધીમે દોડતી રહી... નંદિનીને ઘરની લલકાર જેમ જેમ નજીક આવી રહી હતી તેમ તેમ હ્રદયમાં અનોખી શાંતિ વ્યાપી રહી હતી. વારંવાર બારીમાંથી બહાર જોતી. ખેતરો, વૃક્ષો અને હળવાં ધુંધળા ગામડાં પસાર થતા જોઈ રહી હતી. આ મજબૂત અને આત્મનિર્ભર યુવતીની અંદર પણ એક નાનકડી બાળકી હતી,જે પોતાના ઘરના આંગણે રહી માતા પિતા ના "હેત" માટે તરસી રહી હતી.
અંતે ટ્રેન સ્ટેશન આવી પહોંચે છે. નંદિનીની આંખો ખુશીથી ચમકી ઉઠે છે. પ્લેટફોર્મ પર ઉતરી ટેક્સી કરી ઘરે જવા નીકળી ગઈ. ઘરે પહોંચી માં બાપુ મને જોશે તો ખુબ ખુશ થશે. ટેક્સી આંગણે ઊભી રહી, નંદિની અંદર થી ઊતરે છે.
નંદન બાર રમી રહ્યો હતો. તેની બેન ને આવતાં જોઈ દોડી તેને પાસે ગયો. બાપુ દીદી આવી ગઈ છે.(ઉત્સાહ થી ઊંચા અવાજે બોલ્યો) દીદી મારી માટે શું લાવી, મને જણાવ પહેલા?
હા હા ભઈલુ! પહેલા અંદર તો પહોંચીએ. મે બધા માટે શોપિંગ કરી છે અંદર જઈને સાથે જોઈશું.
"આવી ગઈ મારી દીકરી!" બાપુ એ સામે આવતાં નંદિનીને માથે હાથ ફેરવતા કહ્યું, બેટા! ફોન કર્યો હોત તો હું તને લઈ જાત. લાવ બધો સામાન થાકી ગઈ હશો ને બેટા....
બાપુ! તમને જોઈ મારો થાક ઊતરી ગયો. અને તમે લેવા આવ્યા હોત તો તમારા ચહેરા ઉપર જે ખુશી છે એ કેવી રીતે જોવા મળત. "બાપુ... હવે ખરેખર ઘરે આવી ગયાની લાગણી થાય છે," (નંદિની આનંદથી બોલી).
ઘર પહોંચતાં જ નંદિની ના માં બહાર આવ્યા. "આવી ગઈ મારી દીકરી"... કેટલાં વખત પછી જોઈ એમ લાગે છે!" માંએ તેને વ્હાલથી માથે હાથ ફેરવ્યો (આંખ મા આસુ આવી ગયા) સાવ દૂબળી થઈ ગઈ મારી દીકરી.
માં! હું બે દિવસમાં તો પાસી આવતી રહી છું. તોય તમને દૂબળી લાગી છું. પણ "મમ્મી, તમારા હાથે બનાવેલું જમવાનું બોવ યાદ આવતું. હવે તમારા હાથનો ચા-નાસ્તો ખાઈને જ મુંબઈની પીડા ઉતરશે ," નંદિની માંના ખભા પર માથું મુકી હસતી રહી.
સાંજ સુધી બારીની પાસે બેસીને નંદિનીએ માતા-પિતા સાથે વાતો કરી. પપ્પાએ પુછ્યું,
"કેમ ચાલી તમારું મસાલા બ્રાન્ડ નું કામ?"
નંદિની આનંદથી બધું વર્ણવે છે.....એના વ્યાપારની સફળતા, નવો કોન્ટ્રાક્ટ, અને સાંજની પાર્ટી ની વાત કરે છે. બાપુ હું ખુબ ખુશ છું. હજુ તો ખુબ મહેનત કરવાની બાકી છે ત્યારેજ સાચી સફળતા મળશે. "નંદિની પોતાના અંદર એક નવી ઊર્જા અનુભવે છે".
દીદી! હવે તો બતાવો તમે મારી માટે શું લાવ્યા?...
નંદિની આનંદપૂર્વક બેગ ખોલે છે, અને દરેક વસ્તુ ના જુદાં જુદાં પેકેટ કાઢે છે.
"માં, આ તમારું છે... ખાસ તમારા માટે વર્કવાળી સાડી લાવી છું. મને જોતાજ ખુબ પસંદ આવી હતી. માં તમે આ સાડીમા સુંદર લાગશો.
"એ કહે છે તો માંની આંખો ભીની થઈ જાય છે".
"બાપુ, તમારા માટે આ કુર્તા-પાયજામો છે.
બાપુ હળવા હાસ્ય સાથે કહે છે, સરસ છે બેટા!.
અને ભઈલુ... તારા માટે તો ખાસ. તારી પસંદ,ના પસંદ હું ખુબ સારી રીતે જાણું છું. એટલે બે-ત્રણ ડ્રેસ અને તારા ફેવરિટ ચોકલેટ પણ છે!"
ભાઈ ખુશીથી નાચી ઉઠે છે, "વાહ દીદી, થેંકયુ......
"આ જુઓ, આ ડ્રેસ મારા માટે છે..." નંદિની એક સ્કાય બ્લુ કલરનો સુંદર ડ્રેસ બતાવે છે. "અને... બધી સહેલીઓ માટે પણ ગિફ્ટ્ લીધા છે. અને આ નાના પેકિંગ વાળા ગિફ્ટ વર્કર માટે છે. "બાપુ! પહેલી સફળતા મળી તો વિચાર્યું કે બધાની સાથે થોડી ખુશી વહેંચી લઈએ".
માં હું ગોડાઉને જતી આવું.
બેટા થાકી ગઈ હશો. કાલે સવારે જજે, થોડો આરામ કરને.
માં! મને ઘરે પહોંચતા જ આરામ થઈ ગયો. હવે હું ગોડાઉને જઈશ ત્યારે જ મને શાંતિ થશે. તેની સહેલીઓની ગિફ્ટ લઈ નંદિની ગોડાઉન તરફ જતી રહી.
વસુંધરાજી હવે દીકરી મોટી થઈ ગઈ છે?.... (શ્યામળદાસ તેની પત્ની સાથે વાતો કરતા બોલો)
"હા! દીકરીને મોટી થતા શું વાર લાગે!". દીકરી તો એટલી મોટી થઈ ગઈ છે કે હવે એને સાસરે મોકલવાનો સમય થઈ ગયો. (વસુંધરા બોલે છે)
આપણી નંદિની કાલ સુધીમાં નાની એવી, ઘરને આંગણે રમતી અને આજે ભણતર પૂરું કરી પોતાના કામે પણ લાગી ગઈ. ખબર ના પડી કે દીકરી ક્યારે મોટી થઈ ગઈ. (ઉદાસ મને શ્યામળદાસ બોલે છે)
આપણે હવે નહીં વિચારવું પડે કે દીકરી સાસરે જવા લાયક થઈ છે. તેના સગપણ વિશે કંઈ વિચારવું તો પડશે ને. (વસુંધરા બોલે છે)
માતા પિતા માટે કેટલો અઘરું હોય છે કે, પોતાના આંગણે દીકરીને મોટી કરી અને સમય થતાં તેને સાસરે મોકલવાની વાતો. "કેટલુ વસમું લાગે છે". (શ્યામળદાસ બોલે છે)
વસમું તો ખૂબ લાગે છે નંદિની ના બાપુ! પણ આજ સમાજની રીત રિવાજ છે. દીકરી તો સાસરે જ શોભે. ભારે હૈયું રાખી વિચારવું તો પડશેજ. (વસુંધરા થોડા ગમગીન થતા બોલે છે)
તમારી વાત સાચી છે. હૈયુ ભારે રાખીને વિચારવુ તો પડશે જ ને. "બસ દીકરી સાસરે જઈને ખુશ રહે. એવો સારો મુરતિયો જે આપડી દીકરી ને સુખી રાખે એવો છોકરો કંઇ મળે તો જોઈએ છીએ, એનાથી વધારે મા-બાપને શું હોય". (શ્યામળદાસ બોલે છે)
આ વિશે નંદિની ને પણ વાત કરવી પડશે ને?. આપણે એટલી બધી પણ ઉતાવળ નથી, પરંતુ સારો છોકરો શોધતા શોધતા સમય વયો જાય. (વસુંધરા બોલે છે)
હા તમારી વાત સાચી છે. પરંતુ નંદિની ને હમણાં જણાવીશું તો તે ના પાડી દેશે. કંઈ સારો છોકરો ધ્યાનમાં હોય તો આપણે એને જણાવીશું. હું બરોબર કહું છું ને?
(શ્યામળદાસ બોલે છે)
હા! હા! તમે બરોબર કહો છો? કંઈ સારો છોકરો ધ્યાન માં હોય ત્યારે જ આપણે નંદિની ને વાત કરીશું. (વસુંધરા બોલે છે)
નંદિની સહેલીઓ પાસે ગોડાઉન પહોંચે છે. પહેલા તો ગોડાઉન ની ચારે તરફ નજર ફેરવે છે અને પછી સંતોષ અનુભવે છે. પૂજા, સુમન અને કિરણ નંદિનીને જોઈ ખુબ ખુશ થઈ જાય છે અને ચારેય સહેલીઓ ગળે મળે છે. નંદિની ત્રણેય સહેલીઓને ગિફ્ટ આપે છે. વર્કર માટે નાની-નાની ગિફ્ટ લાવી હતી એ પણ વર્કરોને આપે છે. ચારેય સહેલીઓ એક જગ્યાએ બેસી વાતો કરે છે. નંદિની બધું વિગતવાર રીતે સમજાવે છે. વ્યાપારની સફળતા, નવો કોન્ટ્રાક્ટ, અને સાંજની પાર્ટી ની પણ વાત કરે છે. (આ બધા મા શૌર્ય પણ ત્યાંજ હતો કે તેની ધમકીઓની વાત કોઈ ને નથી જણાવતી)
નંદિની અમે ખૂબ ખુશ છીએ કે આપણને આ ડીલ મળી ગઈ. કિરણ બોલે છે.
પણ આ એક ડીલ થી કંઈ નહીં થાય. હજી આપણે ઘણી જેમ કે,ઘરે ઘરે આપણા મસાલા હોવા જોઈએ. એટલી મહેનત કરશું કે "સુગંધ સાકાર" મસાલા ટોપ મસાલા ની બ્રાન્ડ બની જાય. સુમન બોલે છે.
નંદિની તે આજે આરામ કર્યો હોત તો કાલ સવારથી ફરી કામે લાગવાનુ જ છે. થાકી ગઈ હશે. પૂજા બોલે છે.
હું અહીં ના આવી હોત તો મને કઈ ચેન ના પડત. એટલે આવી છું. પણ સુમન શોભિત ક્યાં છે?. કંઈ જતો રહ્યો નથી ને?.. નંદિની બોલે છે.
ઓ..હો..શોભિત.....અમને નહીં લાગતું કે શોભિત હવે અહીંથી જાય. (પૂજા અને કિરણ સુમન સામે જોઈ મજાકમાં બોલે છે)
સુમન બંને સામો ગુસ્સે ભરેલી નજરે જોતા. શું તમે બંને પણ.
કેમ! એવું તો શું થયું કે શોભિત અહીંથી નહી જાય?
નંદિની બોલે છે.
કંઈ નહીં નંદિની જવા દેને, આ બંને ના મગજ ઠેકાણે નહીં....
વધુ આવતા અંકે...
જાણવા આગળ જોડાઈ રહો.
નંદિની...એક પ્રેમકથા