બધી સહેલીઓ ગામની સફર કરે છે, બપોરનું ટાણું થતાં નંદિની ઘરે પરત ફરતાંજ માં...માં... બાપુ ક્યાં છે, મારે બાપુ નું કામ છે.
તારા બાપુ કામથી બહાર ગયાં છે,મને તો કે ખરી! શું કામ પડ્યું બાપુનુ?
માં તમને પણ કહીશ, પણ પહેલાં બાપુને આવવા દો!
જો તારા બાપુ આવી ગયાં છે, બોલ હવે શું કામ હતું?
(બાપુ ઘરમાં પ્રવેશતા) બાપુ ! મારુ ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે તો...
તો...શું તારા માટે મુરતિયો શોધવો છે? (હસતાં-હસતાં)
ના બાપુ એવી વાત નથી. તમે મારી વાત તો સાંભળો,
હા બેટી શું થયું? બધું ઠીક તો છે ને?
હા...હા, બધું ઠીક છે. મારે નાનો એવો ઓર્ગેનિક ખાદ્ય પદાર્થનો બિઝનેસ શરૂ કરવો છે એવું વિચાર્યું છે.
ઓર્ગેનિક ખાદ્ય પદાર્થો? બહુ સારો વિચાર છે. મને જરા વિસ્તારથી વાત સમજાવીશ બેટા?
બાપુ આપણું ગામ ખેતીપ્રધાન છે, અને ખેતીના ઓર્ગેનિક ઉત્પાદનમાં વધુ માને છે. આપણી ખેતીના ઓર્ગેનિક ઉત્પાદનથી આજનાં ખાણીપીણીના શોખીન લોકોને ઓર્ગેનિક મસાલો મળી રહે ને દરેકનું સ્વાસ્થ્ય પણ સારું રહે એટલા માટે અમે સહેલીઓએ ઓર્ગેનિક ખાદ્યફૂડ પદાર્થનો નાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું છે.
હા બેટા વિચાર તો સારો છે, પણ ધંધો શરૂ કરવા કંઈ વિચાર્યું છે. એના માટે સારી એવી માહિતી, અનુભવી માણસો, સારી જગ્યા, યોગ્ય માર્કેટિંગ કરવું, બધું ખૂબ અનિવાર્ય છે બેટા.
હા બાપુ, એટલે જ મેં તમને કીધું છે તો તમે અમારી મદદ કરશો ને?
હા દીકરી ચોક્કસથી તારો બાપ તારી સાથે છે, કોઈ પણ કામ પુરી ઈમાનદારી અને નિષ્ઠા થી કરો તો સફળતાં અવશ્ય મળે. તમે સહેલીઓ ભેગી મળી નક્કી કરી લ્યો બાકી રોકાણ અને ઉત્પાદન ની જરાય ચિંતા ન કરતી.
બાપુ...! ( નંદિની ખુશ થતાં)
(માં ગુસ્સો બતાવતાં) તું કામ કરીશ તો સાસરે કોણ જાશે?
માં હું સાસરે નહીં જાવ હું તમારી સાથે જ રહીશ. માં બોલવા જાય છે પણ નંદિની ની માં ને બોલવા નથી દેતી, માં હું સાસરે જાય તો મારું ધ્યાન કોણ રાખશે.
માં હસતાં-હસતાં સાવ નટખટ છે, તે આગળ કંઈ બોલતા નથી,
બધાં હસી પડે છે.
ગામના લોકો જમીનદારો તેથી પૈસે ટકે ખૂબ સુખીસંપન્ન. ગામમાં જમીનનો ખૂબ મોટો વિસ્તાર હોવાથી સારી એવી ફળદ્રૂપ જમીન છોડી ગૌચરણ કે અન્ય પશુ પંખી માટે જમીનનો હિસ્સો કાઢી રાખવામાં આવ્યો હતો. જેનાથી પર્યાવરણ નું સંતુલન પણ જળવાઈ રહે.
અન્ય શહેર નાં વેપારીઓ આ જમીન ખરિદવા સતત પ્રયાસ કરતાં. પાણી ની સંપુર્ણ પણે સગવડ હોવાથી મોટી ફેક્ટરી ઓ કે મોટા એમ્પાયરો ઊભી કરી શકાય એવું શક્ય હતું.
ઘણી વાર વેપારીઓ જમીન નાં વહીવટ અંગે આવતાં, પરંતુ શ્યામળદાસ અને ગામના લોકો તેનો વિરોધ કરતા.
આજે ફરી એક મોટા વેપારી જમીન ખરીદવાં આવવાનાં હતાં જેની જાણ શ્યામળદાસ ને હતી.તેને ગામના વડીલ મુખિયા ઓને આ વાત ની જાણ કરી અને ગામનાં અગ્રણીની નું જૂથ ભેગુ થયું.બધાં મૂંઝવણ માં મુકાય છે.
એવામાં એક વડીલ બોલ્યાં "ભલે કરોડો રૂપિયાની આપે પણ આ જમીન નહીં વેચાય"તેના અવાજ માં જુસ્સો હતાં.
ગામનાં લોકોએ જીવનભર એ જમીનને માતા સમાની લાગણી આપી હતી. એમના માટે આ જમીન પ્રેમ હતી, લાલચ નહિ. ઉપરાંત ગામનાં પૂર્વજોએ આ જમીન પશુ-પંખી અને ગૌચરણ માટે ભાગ કાઢેલો છે.આખું ગામ આં વાત થી અજાણ ન હતું.
શ્યામળદાસ ઘરે પહોંચે છે.ખુરશી પર બેઠા ઊંડા વિચારો માં ખોવાઈ જાય છે.
બાપુ શું વિચારો છો? કંઈ ચિંતા મૂંઝવે છે?
હા બેટા! તને તો ખબર જ છે ને આપણા ગામનો જમીનનો થોડો હિસ્સો પશુ પંખી માટે કાઢેલો છે,તેને અવારનવાર ખરીદી કરવા માટે મોટાં મોટાં વેપારીઓ આવતાં હોય.
નંદિની થોડીવાર વિચારે છે.
"આપણે આ જમીનને આપણે માટે જ જીવંત બનાવી શકીએ છીએ. જો આપણે અહીં વૃક્ષો રોપી દઈએ – ફળના, ઔષધીય, અને છાંયાવાળા – તો આ જમીન વધારે સમૃદ્ધ થશે,અને જો થોડો ભાગ ગાયો માટે છોડી દઈએ, આમ જમીન બેકાર નહીં રહે અને કોઈ બાહ્ય માણસને એમ નહિ લાગે કે આ જમીન પડી છે.”
વાહ દીકરી તું તો મારી શાન છે. આ વિચાર સારો છે પણ ગામને સમજાવો પડશે.
તેમણે તરત જ એક ગ્રામસભા બોલાવી. આખું ગામ મંદિરે ભેગું થયું. મુખ્યાએ વાત શરૂ કરી,આજે આપણે ગામની જમીન અંગે વાત કરવા ભેગાં થયા છીએ.ગામના વડીલ અગ્રણીઓએ નક્કી કર્યું કે હવે તેમને માત્ર રક્ષણ નહીં, પણ નવી દિશા વિચારવી જોઈએ – એવી દિશા
જેનાથી ગામ અને તેની જમીન બંનેની ઉન્નતિ થાય. "આપણી ઝમીન ઉપર કોઈ બહારનો માણસ આંખ ઉઠાવે એ પહેલાં આપણે જ એ પર પોતાનો પ્રેમ દર્શાવવો પડશે.”જો કોઈપણ ને આ સમસ્યા અંગે કોઈ વિચાર રજૂ કરવો હોય તો તે કરી શકે છે.
નંદિની નો આ સમસ્યા અંગે એક વિચાર છે.નંદિની ઊભી રહી. પ્રેમથી અને આત્મવિશ્વાસથી તેણે ગ્રામજનો સામે પોતાની વાત રજૂ કરી. આપણે એ જમીનનો હિસ્સો ૭૦થી વધારે હેક્ટર જેટલો હશે. વીઘા માં જોવાં જાયે તો અઢીસો વીઘા જેટલી જમીન હશે. તો કેમ નહી આ જમીનના થોડા ભાગમાં વૃક્ષારોપણ કરીયે જેથી જમીનનો એટલો ભાગ ગાઢ બને અને પશુ પંખી તેનો આશ્રય બનાવી શકે.બાકી નો ભાગ ગૌચરણ માટે.
થોડી ચર્ચા વિચારણા પછી ગામના લોકો નંદિની ની વાત પર સહમત થયા. નંદિનીના આ વિચારથી તાળીયો પાડી તેનું સન્માન કરવામાં આવ્યું.
એક યુવાને તેનો પ્રસ્તાવ રાખતાં બોલે છે, આમાંથી થોડા એવાં ભાગનાં હિસ્સામાં યુવાનો પોતાનો ધંધો કરી શકે જેથી બહાર જવું ન પડે.
આ અંગે બધાં વિચારે છે. આ વાતનો નિર્ણય થોડાક દિવસ પછી જણાવવામાં આવશે. તેઓ ગ્રામ સભાના વડીલો નિર્ણય લે છે.
બીજા દિવસની સુંદર સવાર પડે છે. નંદિની પોતાના નિત્યક્રમ કરી સહેલીઓ સાથે સરોવર જાય છે. સહેલીઓ સાથે સમય પસાર કરી નંદિની ઘરે પહોંચે છે.
નંદિની બેટા! કાલના એ વિચાર માટે શું કરવું જોઈએ? મને કંઈ સમજાતું નથી.
આમ જોવા જઈએ તો એનો વિચાર ખોટો પણ નથી, એક જોતા સારું પણ રહેશે યુવાનો ગામ કે પરિવાર છોડી બીજે પણ નહીં જાય. એની વસ્તુનો આપણને ડાયરેક્ટ લાભ થઈ શકશું.
પણ બેટા એ જમીન તો સેવા માટે જ છે. ને એવી
ફેક્ટરીઓ થી પ્રદૂષણ થશે તો?
આપણા ગામનાં લોકો ખૂબ સમજદાર છે એવું કંઈ નહીં કરે જેથી નુકશાન થાય.
પણ બેટા?
પણ બણ છોડો ને જમવાં ચલો. બધું ઠીક થઈ જશે. વસુંધરા દેવી જમવાં બોલાવે છે અને સાંતવના આપે છે.
બે દિવસ પછી ફરી ગ્રામસભા બોલાવાય છે. ફરી બધા લોકો મંદિરે ભેગાં થાય છે. બધા એ નિર્ણયને જાણવા ઉત્સુક હોય છે. શ્યામળદાસ જણાવે છે... યુવાનના વિચારને ધ્યાનમાં રાખી ગામનાં વડીલો એ નિર્ણય લીધો છે કે આમાંથી બે થી ત્રણ જેટલો ભાગ ગામનાં યુવાનોને રોજગાર ધંધા માટે ફાળવવામાં આવશે. પણ એક શરત છે,"કોઈ એવી ફેક્ટરી કે વ્યવસાય નહીં થાય જેથી પશુ પંખી કે માણસને ખલેલ પહોંચે." પ્રદૂષણ પણ ન થવું જોઈએ તેને ખાસ નોંધ લેવી.જો મંજુર હોય તો યુવાનો પોતાનો કાર્ય શરૂ કરી શકે છે. બધાં ખૂબ ખુશ થાય છે અને આ શરતોનું પાલન કરશે એવા વચનો આપે છે.નંદિની પણ આ વાતથી ખૂબ ખુશ થાય છે.
અને એ ગ્રામસભામાં વૃક્ષારોપણ ચોમાસું બેસતાં શરૂ કરી દેવાનું નક્કી કરે છે.ગામનાં લોકો પણ તૈયાર છે. તેની તૈયારીઓ શરૂ કરી દેવાનું નક્કી કરવામાં આવે છે.બે માસના અંતે ચોમાસુ શરૂ થવાનું છે.
કોણ હશે એ મોટાં વેપારી જે ગામની જમીન ખરીદવાં આવવાનાં છે?.. જાણવાં જોડાય રહો આ સફર માં....