Nandini.... Ek Premkatha - 17 in Gujarati Love Stories by Asha Kavad books and stories PDF | નંદિની...એક પ્રેમકથા - ભાગ 17

Featured Books
Categories
Share

નંદિની...એક પ્રેમકથા - ભાગ 17








    (આગળના ભાગમાં આપણે જોયું કે, નંદિની અને શૌર્ય વચ્ચે ફરી એક વખત તકરાર થાય છે... ફરી બંનેની એક નાઈટ પાર્ટી માં મુલાકાત થશે હવે આગળ....)

નંદિની ડ્રેસ ખરીદી બીજા શોપ માં જવા નીકળી ગઈ. તેને મમ્મી,પપ્પા, ભાઈ અને સહેલીઓ માટે પણ શોપિંગ કરવાની બાકી હતી. શૌર્ય હજી એ શોપમાં જ ઉભો હતો. તે બહાર નીકળી ગુસ્સેથી શોભિત ને ફોન લગાવ્યો. શોભિત નો ફોન બંધ બતાવે છે. શૌર્ય ફરી બીજા નંબર પર ટ્રાય કરે છે એ પણ ફોન બંધ બતાવે છે. શૌર્ય વધારે ગુસ્સે ભરાય છે. તે ત્યાંથી જતો રહે છે. નંદિની આજની પાર્ટીમાં પહેરવા માટે વેસ્ટર્ન ડ્રેસ પસંદ કરે છે. તેના પરિવાર અને સહેલીઓની શોપિંગ કરી નંદીની પણ ત્યાંથી નીકળી જાય છે. નંદિની "હોટેલ ગ્રાન્ડ અરોરા" મા પહોંચી તેના માતા પિતા સાથે વિડિઓ કોલ દ્વારા વાત કરે છે. બાપુ! આ લોકો ને "સુગંધ સાકાર મસાલા" ખૂબ ગમ્યા અને તે ડીલ સાઈન પણ કરી લીધી છે. બાપુ!એ ખુશી મા મે બધા માટે શોપિંગ પણ કરી. અને બાપુ આજે આ હોટેલ મા પાર્ટી છે મોટા મોટા બીઝનેસ ધરાવતા લોકો આવવાના છે મને પણ આમંત્રણ મળ્યું છે.

શ્યામળદાસ : ખૂબ ખૂબ અભિનંદન દિકરા...તેની મા એ પણ અભિનંદન પાઠવ્યા. (બંને ની આંખો માં હરખ ના આંસુ આવી ગયા.) સારુ બેટા ધ્યાન રાખજે અને જલ્દી પાછી આવી જા તારા વગર ઘર સૂનું સૂનું લાગી રહ્યું છે.

હા બાપુ! કાલ સુધીમાં માં હું પરત આવતી રહી. હું ફોન મુકુ નંદન ને પણ મારી યાદ આપજો. કહી નંદિની ફોન મૂકે છે. પછી તે ફ્રેન્ડ ગ્રુપ માં કોલ લગાવે છે. સુમન, પૂજા,કિરણ તેમાં જોઇન્ટ થાય છે. નંદિની સાવ દુઃખી થઈ ગઈ: "સોરી આ ડીલ હું........"

પૂજા: "બોલ નંદિની શું થયું"?.. આપણું કામ ના થયું.
ત્રણેય ના ચહેરા પર માયૂસી સવાઈ ગઈ. નંદિની આમ ચૂપ નહીં રે જે છે એ બોલ ......

નંદિની જોર જોરથી હસવા લાગી.... સોરી સોરી......હું મજાક કરી રહી છું. "તમારા માટે ખુશ ખબર છે કે આ ડીલ આપણને મળી છે" અને એ લોકો થોડા સમય મા મોટો પ્રોજેક્ટ પણ આપી શકે છે. અને એ ખુશી મા મેં બધા માટે ખરીદી પણ કરી છે.  મને આજની સ્પેશિયલ પાર્ટી માં આમંત્રણ પણ આપ્યું છે.

આ સાંભળી પૂજા, કિરણ અને સુમન ખૂબ ખુશ થાય છે.
સારુ નંદિની એન્જોય પાર્ટી. "તું અહીં ની ચિંતા ના કરીશ અહીં બધું બરોબર છે અને પહેલો .... એ પણ અમારી પકડ માં છે." બાય, ટેક કેર કહી ફોન મૂકે છે.

(નંદિની મનોમન હાસ્ય સાથે બોલી રહી) અ... હ...મિસ્ટર શૌર્ય તારી ચાલાકી તનેજ ભારી પડશે. એ પણ તને એમજ ખબર નહીં પડે કેમ કે તારી સામે જે છે એ નંદિની છે...
નંદિની ઘડીયાર પર નજર ફેરવી સમય જોવે છે... 'ઓહહ વાતો મા ને વાતો મા જવાનો સમય થઈ ગયો'. હું જલ્દી તૈયાર થઈ જાઉં.(મનોમન બોલતા)..

__________________________________________

પાર્ટી કલર થીમમાં હતી. ડાન્સ ફ્લોર ના મધ્યમાં લોકો તાલમાં હલનચલન કરતા, ઉંચકાતા, ગુમ થતાં. પાછળ થી લાઈટ્સ જ્યારે સ્લો થીમમા ફરતી ત્યારે બધું એક ફિલ્મ જેવુ લાગતું.

એક કોર્નર પર કોકટેલ બાર હતું જ્યાં વિવિધ કોલ્ડ ડ્રિંક્સ પીરસાતી. રંગીન ડ્રિંક્સ લોકોના હાથે ઝીલાતી હતી. કોલ્ડ ડ્રિંક્સના ગ્લાસમાંથી બફારો ઊઠતો.

શૌર્ય પોતાના બિઝનેસ ક્લાયન્ટ સાથે પાર્ટી ખાતે હાજર છે, બ્લેક શર્ટ પર સિલ્વર બ્લેઝર – શાર્પ લુકમાં. એ હસતો, વાતો કરતો હતો.

એવામાં એક મ્યુઝિકલ બ્રેક આવે છે... લાઈટ ઝૂમી રહી છે... અને નંદિની પગલાં ભરે છે. સિલ્વર હિલ્સ, મેટલિક બ્લુ ડ્રેસ, અને ડાર્ક મેકઅપ સાથે નંદિની ની એન્ટ્રી થાય છે. એના આત્મવિશ્વાસ ભર્યા પગલાં ફ્લોર પર પડતાં નથી, તરબોળ છે. લોકો અવનવી નજરે જુએ છે.... "શૌર્ય નું ધ્યાન પણ નંદિની સામે જાય છે. બે ઘડી તે તેની સુંદરતા અને વેસ્ટર્ન લૂક મા ખોવાય જાય છે" "આશ્ચર્યથી, નંદિની અહીં!!!".... એ અહીં શું કરી રહી છે અહીં તો બિઝનેસ લોકો નેજ ઇન્વિટેશન મળે છે,તો????.. (શૌર્ય ના મનમાં ઘણાં સવાલો ઊભા થાય છે)

અનુરાધા: વેલકમ મિસ નંદિની... નંદિની તેનો આભાર વ્યક્ત કરે છે. "વેસ્ટર્ન ડ્રેસ માં ખૂબ સુંદર લાગી રહી છો".
"થેંક્યું મેમ "( નંદિની ફરી આભાર વ્યક્ત કરતા)
અનુરાધા બધા ની સાથે નંદિનીની મુલાકાત કરાવે છે. અનુરાધા: "મિસ નંદિની, આ છે મિસ્ટર મિત્તલ... ભારતના ટોચના બિલ્ડરોમાંના એક. "અને આ છે નંદિની જેના કારણે આજની પાર્ટીમાં ચાર ચાંદ લાગશે. જેના મસાલાથી આજે દરેક પ્રકારની અલગ અલગ વાનગી ની મજા માણવાની છે".

નંદિની (હળવી સ્મિત સાથે): "ખુશી થઈ મિસ્ટર મિત્તલ આપને મળી ને"

મિત્તલ: "આપને મળી મને પણ ખુબ આનંદ થયો".
અનુરાધા અને મિસ્ટર મિત્તલ એકબીજા ને ખૂબ સારી રીતે જાણતા હતા, બંને ના પરિવાર સાથે સારા સંબંધો હતા. બધાં ને મળી ત્યાં હાજીર શૌર્ય ની અવગણના કરતી નંદિની ત્યાંથી જતી રહી. 

"હવે મને સમજાયું કે નંદિની અહીં શું કરી રહી છે!!.." તે પણ તેના બ્રાન્ડની ડીલ કરવા આવી છે. "પણ શોભિત મને કેમ કહી જણાવતો નથી. ફોન પણ બંધ બતાવે છે"..."તેની ખબર તો હું પછી લઈશ". કંઈ નંદિની ને જાણ થઈ ગઈ હશે કે મે એની પાસલ માણસ લગાવ્યો છે?(શૌર્ય મનમા બોલતા) શૌર્ય ને કોઈ બ્યુટીફૂલ છોકરી ડાન્સ કરવા સ્ટેજ ઉપર લઈ જાય છે બંને ડાન્સ કરે છે.

નંદિની ડાન્સ પાર્ટી નું સુંદર દ્રશ્ય જોઈ રહી છે.
"એક્સક્યુઝ મી" ....નંદિની પાછું  ફરી જોવે છે.
એની સામે ઊભો હતો એક અજાણ્યો યુવાન — કદમાં ઊંચો, ટીશર્ટ અને બ્લેઝર સ્ટાઈલમાં, એની આંખોમાં સ્પષ્ટ આત્મવિશ્વાસ અને એક કુતૂહલભર્યુ મોહિત સ્મિત.
"શું હું તમારી સાથે એક ડાન્સ માટે પૂછી શકું?"

નંદિની એક ક્ષણ માટે ચકિત રહી ગઈ. એનો ચહેરો શાંત રહ્યો, પણ આંખોમાં મૂંઝવણ હતી — પછી નરમાઈથી હસીને એ યુવાનની તરફ હાથ લંબાવ્યો. શૌર્ય ની નજર પણ ત્યારે નંદિની સામે પડી. યંગ મેન અને નંદિની વચ્ચે હલકી વાતો થઈ રહી હતી: વાતાવરણ ને હળવું બનાવે એવું મ્યુઝિક વાગી રહ્યું હતુ.
યંગ મેન: "તમારું નામ પૂછી શકું?"

નંદિની (હળવાશથી): "મસાલા કરતાં પણ વધુ તીખું છે મારું નામ... સમજી લો, 'નંદિની'!"

શૌર્ય એ બધું જોઈ રહ્યો હતો. એની આંખોની અંદર અજાણી લાગણી ઉથલપાથલ થઈ રહી હતી – ઈર્ષ્યા? અફસોસ? 'કે કંઈક એવું જે નામ નથી આપી શકાતું..' એની આંખો બસ એને જ જોતી રહી છે — એને કોઈ યંગમેન સાથે હસતી જોઈને દિલમાં થોડી બેસ શૂન્ય થવા લાગે છે.


શું નંદિની અને યંગમેન વચ્ચે મિત્રતા થશે?
શું કામ શોભિત નો ફોન બંધ બતાવે છે?..

જાણવા આગળ જોડાય રહો.
નંદિની... એક પ્રેમકથા