Nandini.... Ek Premkatha - 13 in Gujarati Love Stories by Asha Kavad books and stories PDF | નંદિની...એક પ્રેમકથા - ભાગ 13

Featured Books
Categories
Share

નંદિની...એક પ્રેમકથા - ભાગ 13












શૌર્ય મને બતાવ! શૌર્ય ઋષીકા ને ફોટા બતાવે છે.

ઋષીકા બધા ફોટા વારાફરતી જુવે છે તેમાં નંદિનીનો ફોટો આવે છે. ઋષીકા નંદિની નો ફોટો ઝૂમ કરીને જોવે છે, 
શૌર્ય આ કોણ છે?

એ છે નંદિની ;.......

ઋષીકા આગળ કંઈ નથી બોલતી. પણ તે નંદીની ની સુંદરતા એકી નજરે જોઈ રહી છે. તેના મનમાં ઇર્ષ્યા નો ભાવ પ્રગટ થાય છે. તે ફોન શૌર્ય ને આપે છે.

તેવામાં શૌર્ય ના ફોનની રીંગ વાગે છે. શૌર્ય કોલ રીસીવ કરે છે. હેલો મિસ્ટર શૌર્ય. "હું મિત્તલ ગ્રુપ ઓફ કન્સ્ટ્રક્શન" માંથી મિસ્ટર મિત્તલ સિંઘાનિયા ના પર્સનલ આસિસ્ટન્ટ બોલું છું. મિસ્ટર મિત્તલ તમારી સાથે બિઝનેસ ડીલ કરવા માંગે છે...

હા! વિજય મહેતા અમને આ ડીલ કરવામાં અતિ આનંદ રહેશે. "મિસ્ટર મિત્તલ ને કહેજો કે શૌર્ય ડિલ કરવા તૈયાર છે"!..

ઓકે શૌર્યજી...કહી ફોન કટ થઈ જાય છે. 

શૌર્ય મિતલ ગ્રુપ સાથે ડીલ કરવા ખૂબ આતુર હોય છે.
મિત્તલ સિંઘાનિયા:
એ એક કુશળ ઉદ્યોગપતિ છે. જે શહેરોમાં રીયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે જાણીતા છે. મિત્તલ સિંઘાનિયા નો બિઝનેસ ડેવલપ વિદેશ સુધી વિખ્યાત છે. 

શૌર્ય ઋષીકા ને આ ડીલ વિશે જણાવે છે. ઋષીકા પણ ખુબ ખુશ થઈ જાય છે. તે જાણતી હતી કે "મિત્તલ ગ્રુપ ઓફ કન્સ્ટ્રક્શન" સાથે શૌર્યને બિઝનેસ કરવાનો ડ્રીમ હતું.
શૌર્ય અને ઋષીકા પોતાનું કાર્ય પૂરું કરી સાંજના સમયે ઘરે જવા નીકળી જાય છે. શૌર્ય ઘરે પહોંચે છે. તેના પિતા પણ ઘરે આવી ગયા હોય છે. શૌર્ય ફ્રેશ થઈ તેના પિતા પાસે જાય છે. તે મિસ્ટર મિત્તલના બિઝનેસ ડીલ વિશે વાત કરે છે.

ભાનુ પ્રતાપસિંહ: ખુબ સરસ! ડીલ ની મીટીંગ ક્યારે છે?

શૌર્ય: તેઓ નક્કી કરી ચોક્કસ સમય જણાવશે.

શોર્ય, ભાનુપ્રતાપ અને તેમના પત્ની નીલમ બધા ડાઇનિંગ ટેબલ પર જમવા બેસે છે, જમી શૌર્ય પોતાના રૂમમાં જતો રહે છે. તેના ફોનમાં મેસેજ આવે છે.  હેલો શૌર્ય,.. મિસ્ટર મિત્તલ તમારી સાથે પાંચ દિવસ પછી ડીલ ની મીટીંગ કરવા માંગે છે,  પાંચ દિવસ પછી તમારે મુંબઈ આવવાનું રહેશે. તમને ઇમેલ એડ્રેસ અને સરનામું મોકલી દેવામાં આવશે.
શૌર્ય: ઓકે હું પોહોંચી જઈશ.

અહીં... ઋષીકા આજે બેચેન લાગી રહી છે. તેની આંખો સામે નંદિની ની તસવીર વારંવાર આવી રહી છે. શૌર્ય અને નંદિની ના સંઘર્ષ માં શૌર્ય નંદિની ને પસંદ કરવા લાગશે તો???... નહીઁ, એ શક્ય નથી....હું શૌર્ય ને નંદિની થી દૂર રાખીશ. (ઋષીકા નું મન વિચારોના ચકડોળે ચડ્યું છે)..તેનું મન કંઈ નથી લાગી રહ્યું. તે જલ્દી સુય જવાનું વિચારે છે.


___________________________________________
   
નંદિની નાં કામ નો પહેલો દિવસ ખૂબ સારો પસાર થયો. તેનો નાનો ભાઈ નંદન પણ આજે ગોડાઉનમાં નંદિની સાથે કામોમાં મદદ કરાવી. નંદિની એ પરિવાર સાથે ભોજન કર્યુ.

આજે કામનો પહેલો દિવસ કેવો રહ્યો બેટા? તેના મા બાપુ પૂછે છે.

ખુબ સારો રહ્યો. એવો અનુભવ થઈ રહ્યો છે કે હું આ દિવસની જ રાહ જોઈ રહી હતી.

વસુંધરા જી: બેટા આજે વહેલી સુઈ જજે.. કામની સાથે તબિયતનું ધ્યાન રાખવું પણ એટલું જ મહત્વ છે. 

હા માં હમણાં સુઈ જાવ.
આજે કામના થાક થી જલ્દી સૂઈ જાય છે.

બીજા દિવસની ખુશનુમાં સવાર પડે છે. નંદિની તેના "સુંગધ સાકાર" બીઝનેસ માટે ગોડાઉન પહોંચી જાય છે.
પૂજા અને કિરણ પણ પહોંચે છે....સુમન નું ઘર થોડું દૂર હતું. તે સ્કૂટી લઈને આવી રહી હતી રસ્તામાં તેને શોભિત મળે છે. 
શોભિત સુમન ને જતી રોકે છે....શોભિત પોતાની ગાડી ખરાબ થઈ ગઈ છે તેવો દાવો કરે છે ને સુમન પાસે લિફ્ટ માંગે છે.

સુમન: "મિકેનીકલ ને કોલ કરી બોલાવી લે, હું લિફ્ટ નહીઁ આપું "

શોભિત:  ત્યાં સુધી માતો મારે મોડું થશે. થોડા સમય માટે તો બેસવું છે . પ્લીઝ બેસી જવું....?

સુમન: હા બેસી જા.
શોભિત સુમન પાસળ બેસી જાય છે . મનોમન ખુશ હતો. તે સુમન સાથે વાત કરવા માંગે છે. સ્વીટી જી તમે કંઈ કામે જઈ રહ્યાં છો?...

સ્વીટી..... કોણ સ્વીટી??? (સુમન ચિડાય ને બોલી.)

જી તમારું નામ!..

મારું નામ સ્વીટી નથી.
તો???..તમારું નામ શું છે?

હું શું કામ જણાવું?

તો હું તમને સ્વીટી જી કહી ને બોલાવીશ.

મારું નામ સુમન છે. (સુમન ને મોડું થઇ રહ્યું હતુ તે જલ્દી જવા માંગતી હતી)

ઓકે સુમન... થેંક્યું (થોડા ધીમા અવાજે શોભિત બોલે છે)

સુમન જી અહી ગાડી ઊભી રાખો.
સુમને ગાડી ઊભી રાખી.

થેંક્યું સુમન જી..મારું નામ શોભિત છે, હવે આપણે રોજે મળવાનું થશે;..

શું કામ? સુમન બોલે છે.

હવે હું અહીજ રહીશ એટલે મળવાનું તો થશેજ ને(શોભિત થોડા સ્મિત સાથે બોલે છે)

સુમન શોભિત સામું જોઈ ચાલતી રહી.
સુમન ગોડાઉને પહોંચે છે.તે અંદર પ્રવેશ કરે છે. ત્યાં પૂજા, કિરણ અને નંદિની સુમન સામું ગુસ્સે ભરેલી નજરે જોઈ રહ્યું છે.

શું થયું તમને ??..મને કેમ આવી રીતે જુવો છો?? મારે આજે આવતાં મોડું થઈ ગયું 'સોરી'..

તેવામાં ત્રણેય હસવા લાગે છે..સુમન આપડે મુંબઈ રેસ્ટોરન્ટ, હોટેલ માં મસાલા ના સેમ્પલ માટે વાત કરી હતી તો તેઓ આપડી સાથે મીટીંગ કરવા માંગે છે..સુમન ખુશ થાય જાય છે. ચારેય સહેલીઓ એકબીજા ને ગળે મળી, ગોળ રાઉન્ડમાં ચારેય બાજુ ઉત્સાહ થી ફરવા લાગે છે. ચારેય સહેલિયું ખૂબ ખુશ છે.
આ મીટીંગ અટેન્ડ કરશે મિસ નંદિની...(પૂજા, કિરણ અને સુમન એકી સાથે બોલે છે.)

ઓકે ગર્લ્સ આઈ એમ રેડી.... (નંદિની ઉત્સાહ ભેર બોલી) આ મિટિંગ ચાર દિવસ પછી છે. તો થોડા સેમ્પલ પણ જોઇશે. તો ચાલો જલ્દી કામ પર લાગી જઈએ.  
થોડીક મહિલા ઓ ને ત્યાં નોકરી આપી હતી. તેઓ પણ કામ કરવા પહોંચે છે.

શું શૌર્ય અને નંદિની મુલાકાત મુંબઈ માં થશે??..
શું કરશે શૌર્ય નંદિની સાથે ??

જાણવાં આગળ જોડાય રહો.
નંદિની... એક પ્રેમકથા