Nandini.... Ek Premkatha - 24 in Gujarati Love Stories by Asha Kavad books and stories PDF | નંદિની...એક પ્રેમકથા - ભાગ 24

Featured Books
Categories
Share

નંદિની...એક પ્રેમકથા - ભાગ 24

સુમન આજે ગોડાઉન મોડી પહોંચી. એની આંખો પણ લાલ હતી. પૂજા અને કિરણ બંને મજાક કરતા બોલે છે. "કેમ! સુમનજી, આજે કોઈની યાદો એ આખી રાત સુવા નથી દીધા એવું લાગે છે;".( પછી બંને હસવા લાગે છે) સુમન થોડો ગુસ્સો દર્શાવે છે પણ કઈ બોલતી નથી.
આ જોઈ નંદિની બોલે છે. "શું થયું સુમન બધું બરોબર છે ને"?.
સુમન: હા બધું બરોબર છે, પણ શોભિત ની વાતો મગજ માં ફર્યા જ કરે છે. મને કશું સમજાતું નથી. સતત એકજ વિચાર આવી રહ્યો છે કે શોભિતે જે કંઈ કહ્યું એ બધામાં સચ્ચાઈ હશે?. નંદિની પ્લીઝ કંઈ સમજાવને નહીં તો હું આમજ પરેશાન થતી રહીશ.

નંદિની: જો સુમન શોભિત જે કંઈ કહ્યું એમાં સચ્ચાઈ  હોય એતો ખબર નથી, પરંતુ એની આંખો માં સચ્ચાઈ સાફ બતાઈ રહી હતી. "તારું મન કહેતું હોય તો તારે એને મોકો આપવો જોઈએ. અને તું તને પણ સમય આપ એટલે જરૂર સમજાઈ જશે. તું બહુ વિચાર નહીં બધું સારુજ થશે."
(નંદિની હવે કામની વાત કરતા) "પૂજા, કાલે જે મોટો ઓર્ડર મળ્યો છે એની ડીટેલ સારી રીતે તપાસી લેજે. અને મીટિંગ શેડ્યુલ પણ નક્કી કરી લેજે."

પૂજા: (થોડી ચિંતાભરી નજરથી) "નંદિની, આ નવી કંપનીનું ઓર્ડર બહુ મોટું છે ને?... કોણ છે આ લોકા?" આ તદ્દન નવી કંપની છે... ઘણો મોટો ઓર્ડર પણ આપ્યો છે, એમની ઓફિશિયલ વેબસાઈટ જોઈ... બહુ ઓછી માહિતી છે. કોઈ જ સ્પષ્ટ ડીટેઈલ્સ નથી. થોડી શંકા થાય છે, કોણ છે આ લોકો?"

નંદિની થોડી વિચારમાં પડી જાય છે. "એવું પણ બની શકે કે એમણે પણ આપણી જેમ નવો સ્ટાર્ટઅપ શરૂ કર્યો હોય." તુ એમને ઇમેઇલ અને એડ્રેસ મોકલી દે. સામેથી જવાબ આવતાં જ વધુ સ્પષ્ટતા મળશે. આગળ મિટિંગ થાય પછી સમજાશે.

પૂજાએ એ નકલી વેબસાઈટ પરથી મળેલા કોન્ટેક્ટ ઇમેઇલ પર મીટિંગ માટે વિનંતી સાથે મેઈલ મોકલ્યો.
જવાબ આવતા લાંબો સમય નહોતો લાગ્યો. બે દિવસ પછી મીટિંગ ફાઈનલ કરાય છે. સ્થળ તરીકે નંદિનીના ગોડાઉન ઓફિસ નક્કી કરવામાં આવે છે.

પૂજા: (કોન્વર્સેશન ઈમેઇલ વાંચતી) "સર, મીટિંગ માટે કોણ આવશે? તમારા હેડ કે મેનેજર?"

જવાબ: "નહીં, અમારા સર ખૂબ વ્યસ્ત છે. તેમના ખાસ મેનેજર અહીં આવીને મીટિંગ લેશે અને ડીલ પણ સાઇન કરશે."

પૂજા: "ઓકે, થેંકયુ સર." પૂજા તાત્કાલિક ટીમના બધાને આ માહિતી આપી દે છે.

બપોરનો સમય થયો. કામનું ભારણ વધતું ગયું. બધી ટેબલની આસપાસ ભેગી થઈ. મોસમના નમ આભાસ વચ્ચે સહેલીઓ કામ ની વાતો કરી રહી હતી .

કિરણ: (ઊંડા વિચારો કરતાં) "મને લાગે છે કે હવે આપણે સ્ટોક મેનેજમેન્ટ માટે કોઈ યોગ્ય અથવા યોગ્ય સપ્લાય ચેઇન મેનેજર રાખવો જોઈએ. આ ઓર્ડર હવે સામાન્ય નથી રહ્યા."

સુમન: "હા સાચું છે, રોજની માંગ વધે છે એ મુજબ વ્યવસ્થિત વ્યવસ્થાની જરૂર પડશે."

નંદિની: (સહમતી દર્શાવે છે) "તમે બંને સાચું કહો છો. હવે જયારે મોટા ઓર્ડર આવતા જાય છે, ત્યારે કુશળ વ્યક્તિ પણ જરૂરી છે. કોઈ મળશે તો રાખી લેશું.

બધા ફરીથી પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. નંદિની અંદરના વિચારોમાં તણાઈ જાય છે. “આ જવાબદારી માટે યોગ્ય વ્યક્તિ કોણ હોઈ શકે?” થોડા ક્ષણોમાં તેને તરત જ શોભિત નો ખ્યાલ આવે છે.
તે પૂજા અને કિરણને બોલાવે છે અને નરમ રીતે કહે છે,
"મને લાગે છે આ નવી જવાબદારી માટે શોભિત યોગ્ય રહેશે. તે ડિટેક્ટિવ પણ છે, તો ઘણી મદદ પણ રહેશે.રહી મુખ્ય વાત તો સુમન અને શોભિત બંનેને એક બીજા ને સમજવાનો મોકો મળે, બંને આગળ વધે. જો બંનેનું રિલેશન સારું બનશે તો હું વિચારું છું કે આપણે શોભિત ને કેટલાક શેર હિસ્સેદારી રૂપે આપી શકીએ. હું બરોબર વિચારી રહી છું ને?"

પૂજા અને કિરણ એકબીજાને જોઈને સ્મિત કરે છે અને સંમતિમાં માથું હલાવે છે.
"હા નંદિની, તે જે કહ્યું છે એ સાચું છે. શોભિત ને આ કામ માટે સામેલ કરવો સાચો અને સારો નિર્ણય છે," પૂજા કહે છે.
કિરણ ઉમેરે છે, "સાચું છે, અને કદાચ એ બંનેનો સંબંધ પણ નવામોડ પર જઈ શકે."
નંદિની શોભિત ને મેસેજ કરી ગોડાઉને બોલાવે છે.
શોભિત: ઓકે, હું કાલે સવારે પહોંચી જાય.

કામ કરતા કરતા સાંજ પડી ગઈ. બધા ઘરે જાય છે. નંદિની ઘરે પહોંચી માં અને બાપુ ને શોભિત અને સુમન ની બધી વાત જણાવે. શ્યામળદાસ સાંભળી પોતાના વિચાર જણાવતા કહે છે: "શોભિત આ કામ માટે જોડાય અને બધું સારું થાય એવા આશ્વાસન પાઢવે છે".

સવારના સૂર્યનાં પ્રથમ કિરણો ધરતીને સ્પર્શી રહ્યાં હતાં. શીતળ હવા ચાલતી હતી અને બધું હળવું, શાંત લાગતું હતું. નંદિની, પૂજા અને કિરણને આજે ખાસ ઉત્સાહ હતો. તેઓ વહેલી સવારે જ ગોડાઉન પર પહોંચી ગયા હતા, બધું તૈયાર કરવાનો જુસ્સો ત્રણેના ચહેરા પર દેખાઈ રહ્યો હતો. થોડા સમય પછી સુમન પણ પહોંચી. આજે એના ચહેરા પર અલગ જ શાંતી હતી. જેમ કે કોઈ ચાલતી ઉથલપાથલ ને પાછળ મૂકી નવી શરૂઆત કરવા તૈયાર હોય તેવી લાગણી.

એજ સમયે મુખ્ય ગેટ પરથી શોભિત આવી રહ્યો હતો. સફેદ શર્ટ અને ડાર્ક બ્લૂ જીન્સમા, સાદા વેશમાં પણ એની હાજરી જુદી હતી. એજ સમયે સુમન પણ ત્યાં પહોંચી. એને અંદાજ નહોતો કે સામે શોભિત હશે. બંને ટકરાયા  એક હળવી, અનાયાસ ઘટના જેવી, પણ જાણે કે કાયનાત પ્લાન કરી રહી હોય. થોડી ક્ષણ માટે બન્ને જમીન પર પડ્યા. શોભિત નો હાથ સુમનના હાથ સાથે જોડાયો. આંખો મળી અને ત્યાં સમય રોકાઈ ગયો હોય એવું લાગ્યું. હવા પણ થમાઈ ગઈ હતી, પાંદડાં હળવેથી ઊડતા, જાણે કે વાતાવરણ પણ એ ઘડીઓને આવકાર આપી રહ્યો હોય!. શોભિત અને સુમન એકબીજાને જોઈ રહ્યા હતા. 

ત્યાંથી થોડી દૂર ઉભેલી કિરણ અને પૂજાએ હસીને નજરો અથડાવી.
કિરણ ધીમેથી કહે: "લાગે છે, સંબંધોની નવી શરૂઆત થઈ ગઈ છે..."
નંદિની શાંત હાસ્ય સાથે બોલી: "હા, આજે ફક્ત કામ નહીં, સંબંધોનો પણ નવો અધ્યાય શરૂ થયો છે."

પૂજા બાજુમાં જઈ ખોંખારો ખાઈ બંને નું ધ્યાન દોરે છે.
એ અવાજથી સુમનનું ધ્યાન ભંગ થયું. સુમન પોતાને સંભાળતી ઊભી થવાનો પ્રયત્ન કરે છે, ચહેરે થોડી લજ્જા, થોડી બેચેની. પરંતુ શોભિત... એ તો હજુ પણ સમયની એ પળમાં ફસાઈ ગયો હતો. એની નજર, એનો શ્વાસ... બધું સુમન પર જ અટકી ગયું.
સુમન જોરથી પોતાને પાછળ ખેંચી. એની હરકતથી શોભિત ને પણ ભાન થયું. જલ્દી ઊભા થઈ.....
"સોરી! સોરી!...મને ખબર ન હતી... હું જોઈ જ ન શક્યો... કે સામે કોઈ છે"

સુમન:( થોડીક નજીક જઈ કોઈને સંભળાય નહીં એવી રીતે બોલી).. તારું ધ્યાન ન હતું કે,ગમે ત્યાં અથડાવાની તારી આદત છે?...

શોભિત:( હળવા હાસ્ય સાથે મજાક કરતા બોલે છે) "હમ...જો, સામે સુમન હોય તો હું આદત બનાવવા માંગુ છું!...."
આ સાંભળી સુમન મોઢું ફુલાવી જતી રહે છે.


શું શોભિત અને સુમન વચ્ચે નજદીકી વધશે?
શું નંદિની શૌર્યના ષડયંત્રને સમજી શકશે?

જાણવા આગળ જોડાય રહો.
નંદિની...એક પ્રેમકથા 

(જો મારી વાર્તા તમારા દિલને સ્પર્શે છે, તો મને ફોલો કરવા નહિ ભૂલતા.
તમારી એક ક્લિક મને નવી ઊંચાઈ આપી શકે છે.)
(પ્લીઝ ફોલોવ મી)