અભિષેક

(181)
  • 12.5k
  • 1
  • 7.3k

અમદાવાદથી યોગનગરી એક્સપ્રેસ બરાબર એના સમય પ્રમાણે જ સવારે ૧૦:૪૫ વાગે ઉપડયો. અભિષેકે અમદાવાદથી ઋષિકેશ સુધીનું રિઝર્વેશન પણ મુંબઈથી જ કરાવેલું હતું એટલે બીજી કોઈ ચિંતા નહોતી અને વિન્ડો ટિકિટ પસંદ કરેલી જેથી મુસાફરીનો પૂરો આનંદ માણી શકાય. આ ટ્રેઈનમાં મોટાભાગે ગુજરાતીઓ જ વધારે પ્રવાસ કરતા. અભિષેક ગઈકાલે રાત્રે જ મુંબઈથી અમદાવાદ આવી ગયો હતો અને સ્ટેશનની સામેની એક હોટલમાં રાત રોકાયો હતો. આમ તો અમદાવાદમાં ખાડિયા ગોટીની શેરીમાં એનાં સગાં ફોઈ રહેતાં હતાં પરંતુ અત્યારે મમ્મીનાં અસ્થિ લઈને એ ઋષિકેશ જઈ રહ્યો હતો એટલે ફોઈના ઘરે જવાની એની ઈચ્છા ન હતી.

1

અભિષેક - ભાગ 1

*અભિષેક* પ્રકરણ 1અમદાવાદથી યોગનગરી એક્સપ્રેસ બરાબર એના સમય પ્રમાણે જ સવારે ૧૦:૪૫ વાગે ઉપડયો. અભિષેકે અમદાવાદથી ઋષિકેશ સુધીનું રિઝર્વેશન મુંબઈથી જ કરાવેલું હતું એટલે બીજી કોઈ ચિંતા નહોતી અને વિન્ડો ટિકિટ પસંદ કરેલી જેથી મુસાફરીનો પૂરો આનંદ માણી શકાય. આ ટ્રેઈનમાં મોટાભાગે ગુજરાતીઓ જ વધારે પ્રવાસ કરતા.અભિષેક ગઈકાલે રાત્રે જ મુંબઈથી અમદાવાદ આવી ગયો હતો અને સ્ટેશનની સામેની એક હોટલમાં રાત રોકાયો હતો. આમ તો અમદાવાદમાં ખાડિયા ગોટીની શેરીમાં એનાં સગાં ફોઈ રહેતાં હતાં પરંતુ અત્યારે મમ્મીનાં અસ્થિ લઈને એ ઋષિકેશ જઈ રહ્યો હતો એટલે ફોઈના ઘરે જવાની એની ઈચ્છા ન હતી.અભિષેકની વહાલસોઈ મમ્મી એક મહિના પહેલાં જ હાર્ટ ...Read More

2

અભિષેક - ભાગ 2

અભિષેક પ્રકરણ 2અભિષેક મુન્શી મુંબઈથી પોતાની મમ્મીનાં અસ્થિ પધરાવવા માટે ઋષિકેશ આવ્યો હતો. એની સાથે આ પ્રવાસમાં એક સંન્યાસી પણ એના જ કમ્પાર્ટમેન્ટમાં યાત્રા કરી રહ્યા હતા.ઋષિકેશ પહોંચ્યા પછી મહાત્માજીએ અભિષેકને કહ્યું કે અસ્થિની સાથે એની મમ્મી પણ ઋષિકેશ આવી છે અને તારી પાછળ જ ઊભી છે ત્યારે અભિષેક ચમકી ગયો. એણે ચમકીને પાછળ જોયું ત્યાં સુધીમાં તો સાધુ મહાત્મા અદ્રશ્ય થઈ ગયા હતા.પોતાની સાથે આવો ચમત્કાર પહેલી વાર થયો હતો એટલે અભિષેક હજુ પણ આ ઘટનાને સમજી શકતો ન હતો. સાધુ મહાત્માએ હવામાંથી એને પૂરી શાક અને દહીં આપ્યાં હતાં એ પણ એને યાદ આવી ગયું. આ સાધુ ...Read More

3

અભિષેક - ભાગ 3

*અભિષેક* પ્રકરણ 3અભિષેક સ્વામી નિર્મલાનંદનો આશ્રમ શોધતો શોધતો બદ્રીનાથ રોડ ઉપર ઘણે દૂર સુધી આવ્યો હતો અને છેવટે એને મળી ગયો હતો. એના આશ્ચર્ય વચ્ચે ટ્રેઈનમાં જે સાધુ મહાત્મા એને મળ્યા હતા એ પોતે જ નિર્મલાનંદ સ્વામી હતા !સ્વામીજીએ એને પાછલા જનમના કોઈ પાપકર્મનું પ્રાયશ્ચિત કરવાનું કહ્યું હતું પણ એ વિશે કોઈ ખુલાસો કર્યો ન હતો. સ્વામીજીએ એ જ વખતે એને ગાયત્રી મંત્રની દીક્ષા પણ આપી હતી.અભિષેક જાણવા માગતો હતો કે સ્વામીજી એની સાથે એના જ કમ્પાર્ટમેન્ટમાં છેક અમદાવાદથી કેમ બેઠા હતા પણ સ્વામીજીએ એનો જવાબ ટાળ્યો હતો અને અચાનક એના આશ્ચર્ય વચ્ચે એ અદ્રશ્ય થઈ ગયા હતા. એ ...Read More

4

અભિષેક - ભાગ 4

અભિષેક પ્રકરણ 4બે દિવસની ટ્રીટમેન્ટ પછી શિવાની એકદમ નોર્મલ થઈ ગઈ.નાનકડી પથરી બહાર નીકળી ગઈ. એને ત્રીજા દિવસે બપોરે ડિસ્ચાર્જ કરવામાં આવી." તમે પપ્પાને મળવા ચોક્કસ આવજો અને જ્યારે આવો ત્યારે મને ફોન કરીને આવજો. થેન્ક્સ ફોર ધ કેર." હોસ્પિટલમાંથી વિદાય લેતી વખતે શિવાની બોલી. એ વખતે અનેરી પણ સાથે જ હતી.એના ગયા પછી અભિષેક પોતાના રૂટિન કામે વળગી ગયો. સાંજે છ વાગે નાઈટ ડ્યુટીવાળો ડૉક્ટર આવ્યો એટલે અભિષેકે એને નવા પેશન્ટો વિશે માહિતી આપી અને ઘરે જવા માટે નીકળી ગયો.દિવસ તો હોસ્પિટલમાં ખૂબ સારી રીતે પસાર થઈ જતો હતો પરંતુ મમ્મીના ગયા પછી આવડા મોટા ફ્લેટમાં એકલા એકલા ...Read More

5

અભિષેક - ભાગ 5

અભિષેક પ્રકરણ 5અભિષેકને એનાં કાન્તાફોઈએ કન્યા જોવા માટે અમદાવાદ બોલાવ્યો હતો. ફોઈએ એમની કઝીન નણંદની દીકરી રેખા સાથે અભિષેકનું ગોઠવ્યું હતું.રેખા સાથે મીટીંગ વખતે રેખાએ અભિષેકને જણાવ્યું હતું કે ફોઈએ અભિષેકનો પચાસ હજારમાં સોદો કર્યો હતો. રેખા સાથે અગાઉ છ છોકરાઓ મીટીંગ કરી ચૂક્યા હતા પરંતુ કોઈ જગ્યાએથી હા આવતી નહોતી.રેખા પાસે આટલી રકમની વ્યવસ્થા ન હોવાથી એણે અભિષેકને વિનંતી કરી હતી કે એ રેખાને રીજેક્ટ કરી દે જેથી પૈસા આપવા ના પડે. પરંતુ રેખાની વાત સાંભળીને અભિષેકને એના ઉપર દયા આવી અને લાગણીથી એણે રેખાને હા પાડી."મારા તરફથી હા છે. હું લગ્ન કરવા તૈયાર છું. અને ફોઈને આપવાના ...Read More

6

અભિષેક - ભાગ 6

અભિષેક પ્રકરણ 6અંજલીનો મેસેજ આવ્યા પછી અભિષેક શરૂઆતમાં તો ખૂબ જ ખુશ થઈ ગયો હતો. આવી લાઈફ પાર્ટનર મળે જિંદગી રંગીન બની જાય ! પરંતુ અંજલીએ છેલ્લે બે વર્ષના લાંબા ગાળાની વાત કરી એનાથી અભિષેક અપસેટ થઈ ગયો.અંજલી છોકરી ઘણી સારી લાગે છે. એની વાતો પણ દિલના તાર ઝણઝણાવી દે છે. એણે તો મારો પતિ તરીકે સ્વીકાર પણ કરી લીધો. વર્ષોથી મારા પ્રેમમાં પડી હોય એવી રીતે એણે મેસેજ કર્યા ! પરંતુ રેખાના કહેવાથી આટલો જલ્દી લગ્નનો નિર્ણય અંજલી કેવી રીતે લઈ શકે ?અને માનો કે રેખાના કહેવાથી એણે મને જોયા વગર જ લગ્નનો નિર્ણય લઈ લીધો હોય તો ...Read More

7

અભિષેક - ભાગ 7

અભિષેક પ્રકરણ 7" મારે તમને એક દિવ્ય વ્યક્તિ પાસે લઈ જવા પડશે. તમે તૈયાર છો ? " થોડીવાર પછી બહાર આવીને ઋષિકેશ અંકલ બોલ્યા." જી બિલકુલ તૈયાર છું. મને તો હવે આવી બધી બાબતોમાં બહુ જ રસ પડવા લાગ્યો છે અંકલ. ઋષિકેશ ગયા પછી મને જે પણ અનુભવો થયા છે એ બધા કલ્પનાતિત છે." અભિષેક બોલ્યો." ઠીક છે તો પછી હું કાલે સવારે મારા એ ગુરુજી સાથે વાત કરી લઉં છું. મેં ગાયત્રી મંત્રની દીક્ષા તો શાંતિકુંજમાં લીધેલી છે પરંતુ યોગેશભાઈ વ્યાસને હું મારા ગુરુજી માનું છું. એ ગુરુતુલ્ય વ્યક્તિ જ છે ! એમને બધા યોગીજી તરીકે જ ઓળખે ...Read More

8

અભિષેક - ભાગ 8

અભિષેક પ્રકરણ 8" જો બેટા ગઈકાલે હું અભિષેકને લઈને સિક્કાનગર આપણા ગુરુજી પાસે ગયો હતો. મેં તારા અને અભિષેક યોગીજીને પૂછેલું પરંતુ એમણે સ્પષ્ટ કહ્યું કે અભિષેક માટે બીજું પાત્ર નક્કી થઈ ગયું છે. માટે હવે તું અભિષેક માટે બીજું કંઈ વિચારીશ નહીં. ઋણાનુબંધથી આખું જગત જોડાયેલું છે એટલે જેનું જે પાત્ર હોય એ જ એની સામે આવે છે." યોગીજીને મળીને આવ્યા પછીના બીજા દિવસે ઋષિકેશભાઈ એમની દીકરી શિવાનીને સમજાવી રહ્યા હતા. ઋષિકેશભાઈ પોતે જ પોતાની ગાયત્રી મંત્રની સાધનાથી આ બધું જાણી ગયા હતા પરંતુ એમણે યોગીજીનું નામ દઈને શિવાનીને વાત કરી કારણ કે શિવાની યોગીજીને બહુ જ માનતી ...Read More

9

અભિષેક - ભાગ 9

અભિષેક પ્રકરણ 9અભિષેક કારતક સુદ એકાદશીના દિવસે ઋષિકેશ અંકલ સાથે સિક્કા નગર યોગીજીના ઘરે ગયો હતો અને યોગીજીએ એને પૂર્વજન્મ વિશે વાત કહી હતી અને સાથે સાથે એ રહસ્ય પણ ખોલ્યું હતું કે એના પિતા એક અતિશ્રીમંત વિધવા સ્ત્રીના સંબંધમાં હતા અને એ સ્ત્રીએ અભિષેક માટે વીલ બનાવ્યું હતું !" તારા ઉપર થયેલી આ બધી જ કૃપા આપણા મહાયોગી નિર્મલાનંદજીની છે ! હું તો માત્ર નિમિત્ત બન્યો છું." યોગીજી બોલ્યા." જી ગુરુજી. " અભિષેક બોલ્યો. એ યોગીજીની વાતોથી સ્તબ્ધ થઈ ગયો હતો." હું તને અત્યારે જ વીલ સોંપી દઉં છું. વનિતાનો ૮૦૦ ચોરસ વારનો એક વિશાળ બંગલો ખાર લિંકિંગ ...Read More

10

અભિષેક - ભાગ 10

અભિષેક પ્રકરણ 10અભિષેક ખૂબ જ ખુશ હતો. એના એકાઉન્ટમાં સોળ કરોડ જેવી માતબર રકમ જમા થઈ હતી. એણે કદી પણ ન હતું કે એક દિવસ પોતે આટલો શ્રીમંત બની જશે !આટલી બધી રકમ ખાતામાં આવી હોય પછી એનું મેનેજમેન્ટ કરવું પણ જરૂરી હતું. ગમે ત્યારે ઇન્કમટેક્સની નોટિસ પણ આવી શકે છે. હવે વહેલી તકે એના માટે કંઈક વિચારવું પડશે. અભિષેકને અચાનક યાદ આવ્યું કે ઋષિકેશ અંકલ વેલ્થ મેનેજમેન્ટ માટે કોઈ વ્યક્તિની ઓળખાણ કરાવી આપવાના હતા. અભિષેકે ઋષિકેશ અંકલનો જ સંપર્ક કર્યો." અંકલ... અભિષેક બોલું. તમે મને વેલ્થ મેનેજમેન્ટ માટે કોઈની ઓળખાણ કરાવવાની વાત કરતા હતા તો મારે એમને મળવું ...Read More