મીન્ટુ એના મામા વિવેક સાથે અમદાવાદથી જૂનાગઢ આવેલી એસટી બસમાંથી ઉતરે છે .માત્ર છ વર્ષનો મીન્ટુ ઉદાસ ચહેરે આસપાસ ની નવી દુનિયા જોઈ થોડો ગભરાય છે અને મામા નો હાથ જોરથી પકડી રાખે છે . મામાના એક હાથમાં બેગ છે અને બીજો હાથ મીન્ટુના હાથમાં છે . " બોલો સાહેબ ક્યાં જવું છે ? " એક રિક્ષાવાળા વિવેક ને પૂછ્યું . " મારે જ્યોતિ અનાથ આશ્રમ જવું છે " વિવેકે જવાબ આપ્યો . " એ તો તળેટીમાં છે ચાલો બેસી જાવ 250 રૂપિયા થશે " " અરે ભાઈ અહીંથી સાત કિલોમીટર દૂર છે એના અઢીસો રૂપિયા ના થાય વ્યાજબી બોલો નહીં તો બીજાને પૂછુ . " વિવેકે રિક્ષાવાળા સાથે ભાવમાં રકજક કરી છેલ્લે સો રૂપિયા નક્કી કર્યા વિવેક અને મીન્ટુ રિક્ષામાં બેસી આશ્રમમાં પહોંચ્યા .

1

જાદુ - ભાગ 1

જાદુભાગ ૧મીન્ટુ એના મામા વિવેક સાથે અમદાવાદથી જૂનાગઢ આવેલી એસટી બસમાંથી ઉતરે છે .માત્ર છ વર્ષનો મીન્ટુ ઉદાસ ચહેરે ની નવી દુનિયા જોઈ થોડો ગભરાય છે અને મામા નો હાથ જોરથી પકડી રાખે છે . મામાના એક હાથમાં બેગ છે અને બીજો હાથ મીન્ટુના હાથમાં છે ."બોલો સાહેબ ક્યાં જવું છે ? " એક રિક્ષાવાળા વિવેક ને પૂછ્યું ." મારે જ્યોતિ અનાથ આશ્રમ જવું છે " વિવેકે જવાબ આપ્યો ." એ તો તળેટીમાં છે ચાલો બેસી જાવ 250 રૂપિયા થશે "" અરે ભાઈ અહીંથી સાત કિલોમીટર દૂર છે ...Read More

2

જાદુ - ભાગ 2

જાદુ ભાગ ૨વિનોદભાઈ અને વિવેક પહેલા ભોજન હોલમાં ગયા "સાહેબ આ છોકરો તો કંઈ ખાતો નથી ,પીતો નથી ,કંઈ પણ નથી " ચીમન કાકા જે આશ્રમની રસોઈ સંભાળતા હતા. એમણે વિનોદભાઈ ને જણાવ્યું ." કાંઈ વાંધો નહીં .બેટા તને ભૂખ નથી લાગી ? " વિનોદભાઈએ મિન્ટુ ના માથા પર હાથ ફેરવતા પૂછ્યું . મિન્ટુ એ ના મા માથું હલાવ્યું." ચીમન કાકા બે ચા આપો બેસો વિવેકભાઈ . તમે નાસ્તો કરીને આવ્યા છો ? " વિનોદભાઈ અને વિવેક મીન્ટુ પાસે ટેબલ પર બેઠા ." ના સાહેબ અમે કાલે મોડી રાત્રે અમદાવાદથી જમીને બસમાં બેઠા હતા ભુખ નથી " " મીન્ટુ ...Read More

3

જાદુ - ભાગ 3

જાદુ ભાગ ૩" મીન્ટુ મને માફ કરજે હું તારી કાળજી લેવા સક્ષમ નથી . તને અહીં મૂકી જવું મને નથી ગમતું પણ બીજો કોઈ રસ્તો નથી . હું તને મળવા આવતો રહીશ મારો મોબાઇલ નંબર મેં અહીં આપ્યો છે . તને કંઈ જરૂર પડે તો ફોન કરજે. મને નથી ખબર તું મારી વાત કેટલી સમજી શકે છે પણ બેટા હવે હિંમત રાખવી પડશે . પોતાનું ધ્યાન રાખજે ." વિવેક આશ્રમ ની ઓફિસ બહાર મીન્ટુને બાય કહી રહ્યો હતો ." મામા મમ્મી હવે ક્યારેય નહીં આવે ? " મિન્ટુના મોઢેથી ઘણા દિવસો પછી શબ્દ નીકળ્યા ." ના બેટા મમ્મી જ્યાં ...Read More

4

જાદુ - ભાગ 4

જાદુ ભાગ ૪નીલમ મીન્ટુને એની ઓફિસમાં લઈ ગઈ . થોડીવારમાં સ્કૂલનો બેલ વાગ્યો ને રિસેસ પૂરી થઈ . બધા પાછા પોતાના ક્લાસમાં ભણવા જતા રહ્યા .વિનોદભાઈ ની ઓફિસ ની બાજુમાં જ નીલમની ઓફિસ હતી .બધા જ બાળકો એમની ઓફિસમાં જવા તરસતા . ખૂબ સુંદર દરેક બાળકોને ગમી જાય એવી ઓફિસ . ચારે તરફ રમકડા ને દીવાલો પર મોટા મોટા કાર્ટૂન કેરેક્ટર ના પોસ્ટર . ઓફિસમાં જવા મળે એટલે ઘણા છોકરાઓ તો ખોટુ ખોટુ પણ રડતા .મીન્ટુ પણ ઓફિસ જોઈ ખુશ થયો . પણ એની ખુશી એના ચહેરા પર દેખાઈ નહીં . " બોલ કયા રમકડાથી રમીશ ? તારી ફેવરેટ ...Read More

5

જાદુ - ભાગ 5

જાદુ ભાગ પમલ્હાર નીલમ નો ખાસ મિત્ર . વિનોદભાઈ જ્યારે અમેરિકાથી ભારત પરત આવ્યા ત્યારે પહેલા એ રાજકોટમાં રહેતા . ત્યાં એમનો એક મોટો બંગલો છે . નીલમ અને એના નાના ભાઈ અરવિંદે બાકીનો અભ્યાસ રાજકોટમાં પૂરો કર્યો . અરવિંદ આગળ ભણવા માટે પાછો અમેરિકા ગયો અને નીલમ એના પપ્પાને આશ્રમના કામમાં મદદ કરવા લાગી . નીલમને પણ આ કામ ખૂબ ગમતું .નીલમ જ્યારે કોલેજમાં ભણતી ત્યારે એની મિત્રતા મલ્હાર સાથે થઈ . નીલમ દેખાવડી હતી એટલે બધા જ એને પસંદ કરતા . પણ નીલમને મલ્હાર ગમ્યો . મલ્હારની જીવન જીવવાની સ્ટાઇલ એને પ્રભાવિત કરતી . મલ્હાર ખુબ પૈસા ...Read More

6

જાદુ - ભાગ 6

જાદુ ભાગ ૬આજે કોઈને પણ જગાડવાની જરૂર ના પડી . બધા બાળકો જલ્દી જાગી ગયા . નાહી ધોઈ તૈયાર ગયા . મીન્ટુ નો પહેલો દિવસ હતો એટલે દિશા બેને એને તૈયાર કર્યો અને રોજનો ક્રમ સમજાવ્યો .બધા બાળકો તૈયાર થઈ નાસ્તો કરવા ગયા . ગરમાગરમ બટાટા પૌવા નાસ્તામાં હતા. ચીમનભાઈના હાથની રસોઈ નો સ્વાદ બધાને જ ગમતો . બધા બાળકોએ પેટ ભરી નાસ્તો કર્યો ને દૂધ પીધું . મીન્ટુ એ બે ચમચી પૌવા ખાધા અને દૂધ પીધું નહીં .પ્રાર્થના પૂરી કરી બધા પોતાના ક્લાસમાં ગયા . ભીખુ મિન્ટુ નો હાથ પકડી ક્લાસમાં લઈ ગયો. વિદ્યા બેને મિન્ટુને એની નવી ...Read More

7

જાદુ - ભાગ 7

જાદુ ભાગ ૭મલ્હાર મિન્ટુ ને લઇ હોલમાં ગયો .નીલમે જોયું મીન્ટુના ચહેરા પર ની ઉદાસી ઓછી થઈ હતી . ભીખુ ની પાસે જઈ બેસી ગયો અને એણે ભીખુ ને ચોકલેટ આપી . બંને એ એકબીજાને સ્માઈલ આપી. નીલમે આ દૂરથી જોયુ અને એના ચહેરા પર પણ સ્માઈલ આવી ગઈ એણે મલ્હાર તરફ જોયું " વાહ જાદુ કાકા એક મુલાકાતમાં હસતો કરી દીધો " નીલમ થી મળેલી સરાહના સાંભળી મલહારે કોલર ઊંચા કર્યા ." જુઓ છોકરાઓ હું તમારા માટે શું લઈ આવ્યો છું ! " મલ્હારે બેગ ખોલી કીટ બતાવી બે બેટ , બે પગના પેડ ની જોડી , બે ...Read More

8

જાદુ - ભાગ 8

જાદુ ભાગ ૮" જાદુ કાકા મને પણ કંઈ જોઈએ છે ! " મીન્ટુ એ મલ્હાર સાથે વાત કરી . મોઢાથી શબ્દો સાંભળી નીલમ પણ ખુશ થઈ ગઈ ." જો અત્યારે તું પેટ ભરીને જમી લે . આપણને જે પણ જોઈતું હોય મળે . પણ એના માટે આપણી પાસે તાકાત હોવી જોઈએ અને તાકાત તો જમીએ એટલે મળે . તું અત્યારે જમી લે પછી મને કહેજે તને શું જોઈએ છે ! " મલ્હારને ખ્યાલ હતો કે મિન્ટુ બરાબર ખાતો નથી .મીન્ટુ એ ખુશીથી માથું હલાવ્યું ને પછી જાતે પેટ ભરીને જમ્યો . નીલમ અને મલ્હારને રાહત થઈ કે હવે એ ...Read More

9

જાદુ - ભાગ 9

જાદુ ભાગ ૯નીલમ આંખોથી જ સમજી ગઈ . મલ્હારની કઈ ઈચ્છા છે જે અશક્ય છે . નીલમ એ વાત નાખી " એની ઉંમર કેટલી નાની છે એ આ બધી વાત સમજી નહીં શકે " " આમાં સમજવાનું કાંઈ છે જ નહીં . ફક્ત માનવાનું છે કે એને જે જોઈએ છે એ મળશે . સૌથી મોટો ફાયદો એ છે કે એને પૂરો વિશ્વાસ છે અને એની સમજ એટલી વિકસી નથી એટલે એને આના પર કોઈ શંકા નહીં થાય . આપણી ઈચ્છાઓ પૂરી નથી થતી કેમ કે આપણે શંકા કરીએ છીએ . આપણે લોજીકલી વિચાર કરીએ છીએ . ઇફ યુ વોન્ટ ...Read More