Jaadu - 5 in Gujarati Fiction Stories by PANKAJ BHATT books and stories PDF | જાદુ - ભાગ 5

Featured Books
Categories
Share

જાદુ - ભાગ 5

જાદુ ભાગ પ

મલ્હાર નીલમ નો ખાસ મિત્ર . વિનોદભાઈ જ્યારે અમેરિકાથી ભારત પરત આવ્યા ત્યારે પહેલા એ રાજકોટમાં રહેતા હતા . ત્યાં એમનો એક મોટો બંગલો છે . નીલમ અને એના નાના ભાઈ અરવિંદે બાકીનો અભ્યાસ રાજકોટમાં પૂરો કર્યો . અરવિંદ આગળ ભણવા માટે પાછો અમેરિકા ગયો અને નીલમ એના પપ્પાને આશ્રમના કામમાં મદદ કરવા લાગી . નીલમને પણ આ કામ ખૂબ ગમતું .

નીલમ જ્યારે કોલેજમાં ભણતી ત્યારે એની મિત્રતા મલ્હાર સાથે થઈ . નીલમ દેખાવડી હતી એટલે બધા જ એને પસંદ કરતા . પણ નીલમને મલ્હાર ગમ્યો . મલ્હારની જીવન જીવવાની સ્ટાઇલ એને પ્રભાવિત કરતી . મલ્હાર ખુબ પૈસા વાળો ન હતો પણ એકદમ હસમુખ સ્વભાવ વાળો . જ્યાં મલ્હાર હોય ત્યાંથી નિરાશા પોટલો વાળી ને ભાગી જતી . એની અંદર એટલી પોઝિટિવિટી હતી કે બધા જ એને પસંદ કરતા .

મલ્હાર નીલમ ને પ્રેમ કરતો હતો . નીલમ પણ એને પસંદ કરતી . નીલમને એક હાર્ટ પ્રોબ્લેમ હતો. આ હાર્ટની એક એવી બીમારી હતી જેનું ઓપરેશન શક્ય નહોતું . બહુ જલ્દી એનો શ્વાસ ફૂલી જતો . ડોક્ટરોનું કહેવું હતું કે નીલમના આ હાર્ટ પ્રોબ્લેમ નો કોઈ ઈલાજ નથી . નીલમ આ તકલીફ સાથે સો વર્ષ પણ જીવી શકે કે પછી 100 દિવસ પણ પુરા ના કરી શકે . એની જિંદગીનો કોઈ ભરોસો ન હતો .

નીલમે નક્કી કરી લીધું હતું કે એ ક્યારેય લગ્ન નહીં કરે . અને પોતાનું જીવન આ બાળકોની સેવામાં પૂરું કરશે .

કોલેજમાં મલ્હારે જ્યારે નીલમ ને પ્રપોઝ કર્યું ત્યારે નીલમે એને સચ્ચાઈ જણાવી અને કહ્યું કે એ ક્યારેય લગ્ન નહીં કરે . નીલમ મલ્હારને પ્રેમ કરતી હતી અને એનું જીવન ખરાબ કરવા નહોતી માંગતી .

મલ્હારને આ બીમારીથી કોઈ વાંધો ન હતો . પણ નીલમની ઈચ્છા ને માન આપી એ દિવસ પછી મલ્હારે એને આ વાત માટે ફોર્સ ના કર્યો . અને બંનેની મિત્રતા વધુ ગાઢ બની હતી .

મલ્હાર રાજકોટમાં એની મમ્મી સાથે રહેતો ને ત્યાં જ જોબ કરતો . દર વિકેન્ડ પર આશ્રમ આવતો મલ્હારને પણ આશ્રમના બાળકો સાથે ખૂબ ગમતું. બે દિવસ એ આશ્રમમાં રહેતો .

મલ્હાર આશ્રમ ના બાળકો માટે નવી નવી ગિફ્ટ અને ગેમ લઈ આવતો . બધા બાળકો દર શનિવારે એની આતુરતાથી રાહ જોતા . કોઈ કારણસર જો એ ના આવે તો બધા દુઃખી થઈ જતા . એ બાળકો સાથે રમતો , એમને પ્રેરણાત્મક વાર્તાઓ કહેતો , ને જીવનમાં ખુશ રહેવાના આઈડિયા આપતો અને ખુશ રહેવાથી શું ફાયદા થાય એ સમજાવતો . એ બાળકોને જાદુ કરીને બતાવતો અને જાદુમાં ચોકલેટ કાઢી એમને આપતો બધા બાળકો એને જાદુ કાકા કહી બોલાવતા .

આજે શુક્રવાર હતો અને આવતીકાલે શનિવારે સવારે મલ્હાર રાજકોટથી એની બુલેટ બાઈક પર આશ્રમ આવતો . વિનોદભાઈને પણ મલ્હાર ખૂબ પસંદ હતો . એ ઇચ્છતા હતા કે બંને લગ્ન કરી લે પણ એ સચ્ચાઈ જાણતા હતા એટલે એમણે પણ નીલમને ક્યારેય ફોર્સ ના કર્યો . મોકો મળે ત્યારે વિનોદભાઈ નીલમને યાદ અપાવી દેતા કે એમણે તો મલ્હારનો જમાઈ તરીકે સ્વીકાર કરી લીધો છે . અને એ વાત લઇ નીલમને ચીડવતા .

નીલમ ને પણ આ ગમતું . છેલ્લા ત્રણ વર્ષથી મલ્હાર આશ્રમ આવે છે . નીલમ ને ખબર છે કે એ એને મળવા માટે આવે છે . નીલમ ને એ પણ ખબર છે કે મલ્હાર એના સિવાય બીજી કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરે . બંને વચ્ચે લાગણી અને સમજ નો એક ગજબ પ્રેમ છે .

" તો ક્યારે આવે છે મલ્હાર કુમાર " વિનોદભાઈ નીલમ ની મસ્તી કરતા બોલ્યા .

"હા . .હા . .વેરી ફની ! તમને ખબર છે તમારી આ ઈચ્છા પૂરી થવાની નથી એટલે ખોટી મસ્તી ના કરતા . કાલે શનિવાર છે એટલે સવારે આવી જશે છોકરાઓને ક્રિકેટની કીટ પ્રોમિસ કરી છે એટલે આવવું જ પડશે . છોકરાઓ તો કાલની રાહમાં કૂદી રહ્યા છે . નીલમને પણ મલ્હારના આવવાની ખુશી હતી .

સાંજ થતાં બધા બાળકો આશ્રમના મેદાનમાં રમવા લાગ્યા . કોઈ રૂમાલદાવ રમતા , તો કોઈ લંગડી, ને કોઈ ક્રિકેટ .

મીન્ટુ મેદાનમાં એક પથ્થરની સીટ પર બેઠો બધું જોઈ રહ્યો હતો . ભીખુએ એને લંગડી રમવા બોલાવ્યો પણ મીન્ટુ ગયો નહીં . એના ગામના મિત્રોની યાદ આવી રહી હતી એ એમની સાથે સંતાકુકડી અને પકડ દાવ રમતો એ ત્યાં જ બેસી ઉદાસ મને બધાને રમતા જોઈ રહ્યો .

સાત વાગતા બધા જ હાથ પગ ધોઈ જમવા ગયા . દિશાબેન નાના બાળકોનું ધ્યાન રાખતા એમણે મિન્ટુને જમાડવાનો પ્રયત્ન કર્યો પણ મિન્ટુ એ કંઈ જ ખાધું નહીં .

વિનોદભાઈ એમની પત્ની જાનવી અને નીલમ સાથે નજીક જ એક બંગલામાં રહેતા સાંજ થતાં એ ઘરે જતા રહેતા .

જમ્યા પછી બધા પોતાની જગા પર જઈ સુવા લાગ્યા . બધા છોકરાઓ કાલે જાદુ કાકા આવવાના છે એની વાતો કરવા લાગ્યા . મીન્ટુ એ એની બેગ માંથી એની મમ્મી નો દુપટ્ટો કાઢ્યો અને દુપટ્ટો લઈ મમ્મીને યાદ કરતા રડતા રડતા સુઈ ગયો .

ક્રમશઃ