મીન્ટુ એના મામા વિવેક સાથે અમદાવાદથી જૂનાગઢ આવેલી એસટી બસમાંથી ઉતરે છે .માત્ર છ વર્ષનો મીન્ટુ ઉદાસ ચહેરે આસપાસ ની નવી દુનિયા જોઈ થોડો ગભરાય છે અને મામા નો હાથ જોરથી પકડી રાખે છે . મામાના એક હાથમાં બેગ છે અને બીજો હાથ મીન્ટુના હાથમાં છે . " બોલો સાહેબ ક્યાં જવું છે ? " એક રિક્ષાવાળા વિવેક ને પૂછ્યું . " મારે જ્યોતિ અનાથ આશ્રમ જવું છે " વિવેકે જવાબ આપ્યો . " એ તો તળેટીમાં છે ચાલો બેસી જાવ 250 રૂપિયા થશે " " અરે ભાઈ અહીંથી સાત કિલોમીટર દૂર છે એના અઢીસો રૂપિયા ના થાય વ્યાજબી બોલો નહીં તો બીજાને પૂછુ . " વિવેકે રિક્ષાવાળા સાથે ભાવમાં રકજક કરી છેલ્લે સો રૂપિયા નક્કી કર્યા વિવેક અને મીન્ટુ રિક્ષામાં બેસી આશ્રમમાં પહોંચ્યા .

1

જાદુ - ભાગ 1

જાદુભાગ ૧મીન્ટુ એના મામા વિવેક સાથે અમદાવાદથી જૂનાગઢ આવેલી એસટી બસમાંથી ઉતરે છે .માત્ર છ વર્ષનો મીન્ટુ ઉદાસ ચહેરે ની નવી દુનિયા જોઈ થોડો ગભરાય છે અને મામા નો હાથ જોરથી પકડી રાખે છે . મામાના એક હાથમાં બેગ છે અને બીજો હાથ મીન્ટુના હાથમાં છે ."બોલો સાહેબ ક્યાં જવું છે ? " એક રિક્ષાવાળા વિવેક ને પૂછ્યું ." મારે જ્યોતિ અનાથ આશ્રમ જવું છે " વિવેકે જવાબ આપ્યો ." એ તો તળેટીમાં છે ચાલો બેસી જાવ 250 રૂપિયા થશે "" અરે ભાઈ અહીંથી સાત કિલોમીટર દૂર છે ...Read More

2

જાદુ - ભાગ 2

જાદુ ભાગ ૨વિનોદભાઈ અને વિવેક પહેલા ભોજન હોલમાં ગયા "સાહેબ આ છોકરો તો કંઈ ખાતો નથી ,પીતો નથી ,કંઈ પણ નથી " ચીમન કાકા જે આશ્રમની રસોઈ સંભાળતા હતા. એમણે વિનોદભાઈ ને જણાવ્યું ." કાંઈ વાંધો નહીં .બેટા તને ભૂખ નથી લાગી ? " વિનોદભાઈએ મિન્ટુ ના માથા પર હાથ ફેરવતા પૂછ્યું . મિન્ટુ એ ના મા માથું હલાવ્યું." ચીમન કાકા બે ચા આપો બેસો વિવેકભાઈ . તમે નાસ્તો કરીને આવ્યા છો ? " વિનોદભાઈ અને વિવેક મીન્ટુ પાસે ટેબલ પર બેઠા ." ના સાહેબ અમે કાલે મોડી રાત્રે અમદાવાદથી જમીને બસમાં બેઠા હતા ભુખ નથી " " મીન્ટુ ...Read More

3

જાદુ - ભાગ 3

જાદુ ભાગ ૩" મીન્ટુ મને માફ કરજે હું તારી કાળજી લેવા સક્ષમ નથી . તને અહીં મૂકી જવું મને નથી ગમતું પણ બીજો કોઈ રસ્તો નથી . હું તને મળવા આવતો રહીશ મારો મોબાઇલ નંબર મેં અહીં આપ્યો છે . તને કંઈ જરૂર પડે તો ફોન કરજે. મને નથી ખબર તું મારી વાત કેટલી સમજી શકે છે પણ બેટા હવે હિંમત રાખવી પડશે . પોતાનું ધ્યાન રાખજે ." વિવેક આશ્રમ ની ઓફિસ બહાર મીન્ટુને બાય કહી રહ્યો હતો ." મામા મમ્મી હવે ક્યારેય નહીં આવે ? " મિન્ટુના મોઢેથી ઘણા દિવસો પછી શબ્દ નીકળ્યા ." ના બેટા મમ્મી જ્યાં ...Read More