અજય અને અમિત બગીચામા બેઠા હોય છે. અને સંવાદ કરે છે. અજય - અરે અમિત મારે ટેન્શનનો કોઈ પાર નથી. અમિત - શુ થયુ ભાઈ? અજય - તને તો ખબર જ છેને કે અમારી લાઈફ સાવ ફિલ્મી સ્ટોરી જેવી જ થઈ ગઈ છે. જેને જોઈએ તે બધા આપણને સલાહ આપ્યા કરે અને આપણી મજાક કર્યા કરે. કોણ જાણે લોકોને બીજાની મજાક કરવામાં શુ મજા આવે છે? અમિત - સાવ સાચી વાત છે ભાઈ તારી આજે તો જ્યાં જુઓ ત્યાં લોકો સુખી માણસની બળતરા કરે છે. અને દુઃખી માણસની ઠેકડી ઉડાડે છે. તેમની તકલીફમાં તેમને મદદ કરવી જોઈએ તેના બદલે ઉલટાની સલાહ આપ્યા કરે છે. અજય - લોકો આપણી તકલીફમાં મદદ કરવા ન માંગે તો કઈ નહિ પણ બીજાની તકલીફમાં મજાક કરીને તેમની તકલીફ શા માટે વધારે છે.? અમિત - સાચું.
સંઘર્ષ જિંદગીનો - 1
સંઘર્ષ જિંદગીનો પાત્ર અજય, અમિત, અર્ચના, સુરજિત, ક્રિના પ્રકરણ-1અજય અને અમિત મિત્ર છે. અર્ચના (અજયના મમ્મી ) સુરજિત પિતા ) ક્રિના (અજયની બહેન )(પ્રારંભ ) અજય અને અમિત બગીચામા બેઠા હોય છે. અને સંવાદ કરે છે. અજય - અરે અમિત મારે ટેન્શનનો કોઈ પાર નથી. અમિત - શુ થયુ ભાઈ? અજય - તને તો ખબર જ છેને કે અમારી લાઈફ સાવ ફિલ્મી સ્ટોરી જેવી જ થઈ ગઈ છે. જેને જોઈએ તે બધા આપણને સલાહ આપ્યા કરે અને આપણી મજાક કર્યા કરે. કોણ જાણે લોકોને બીજાની મજાક કરવામાં શુ મજા આવે છે?અમિત - ...Read More
સંઘર્ષ જિંદગીનો - 2
(ગયા અંકથી આગળ ) અજય સવારમાં ઉઠીને પણ પોતાની સ્થિતિનો વિચાર કર્યા કરે છે. અજયની આંખો એકદમ લાલ અને હારી ગયેલા ઉગ્ર અને વિવશ યોદ્ધા જેવી થઈ ગઈ હતી.અર્ચના - કેમ શુ થયુ બેટા તારી આંખ કેમ એટલી બધી લાલ થઈ ગઈ છે. કઈ ચિંતા છે? તું રાત્રે સૂતો નથી કે પછી રડતો હતો આશ્ચર્યથી પૂછે છે !અજય - કઈ નહિ મમ્મી બસ રાત્રે ઊંઘ પુરી નહોતી થઈ એટલે હમણાં થોડી વારમાં ફ્રેશ થઈ જઈશ એટલે બધું બરાબર થઈ જશે. તું ચિંતા કરીશ નહિ. અજય બાથરૂમ તરફ આગળ વધે છે. અને અર્ચના બધા માટે ચા નાસ્તો બનાવવા માટે રસોડામાં ...Read More
સંઘર્ષ જિંદગીનો - 3
( ગયા અંકથી આગળ )સવાર પડે છે. અને અજય પથારીમાંથી ઉઠે છે. આળસ ખખેરી ઉભો થાય છે. અને નાહીને થઈને નાસ્તો કરવા આવી જાય છે. અને આજે તે મનોમન થોડો ચિંતિત તો હતો પરંતુ તે પોતાની તકલીફ કોઈને દેખાડવા માંગતો ન હતો. એટલે તે ઉપરથી ખુશ થઈને પોતાની બધી તકલીફ અંદર દબાવી દે છે. અને નાસ્તો કરીને નીકળી જાય છે. ( સુરજિત બુટના મોટા અવાજ કરતો ઘરમાં આવે છે. )અર્ચના અંદર રસોડામાં રસોઈનું કામ કરતી હોય છે. અને સુરજિત દરવાજામાં આવીને મોટા અવાજે રાડ નાંખે છે. અર્ચના એમ મોટો અવાજ સાંભળતાની સાથે જ અર્ચનાના હાથમા રહેલા ચાકુ ...Read More
સંઘર્ષ જિંદગીનો - 4
(ગયા અંકથી આગળ ) અર્ચનાના સમજાવવા પર અજય સમજી જાય છે. અને વધારે દલીલ કરતો નથી. અને સ્કૂલે જવા નીકળી જાય છે. સ્કૂલમા પહોંચે છે. અને સ્કૂલમા અજય ક્લાસ મા આવે છે. તે ધોરણ 12મા ભણે છે. પોતે શરીરથી થોડો નબળો અને ભણવામાં મધ્યમ હતો. તેથી કલાસમાં સૌ તેની મજાક કરતા અને તે કોઈની પાસે કઈ પણ શીખવા માટે જાય તો સૌ તેની મશકરી કરે. અને કહેતા 'તને શીખડાવવું અમને ન ફાવે, તને શીખડાવસુ તો અમે ભૂલી જાશુ, ચાલ જવાદે તને કઈ આવડે છે ખરું? તેને કેટલાક છોકરા ચીંટિયા ભરતા, તેને ગાલ પર મારતા અને જડવેડા કરતા. તે કલાસમા ...Read More
સંઘર્ષ જિંદગીનો - 5
(ગયા અંકથી આગળ ) ત્યાર બાદ અજય અને અમિત પોતાના ઘરે જવા નીકળી જાય છે. અજય પોતાના ઘરે આવે તેની મમ્મી કામકાજ કરતી હોય છે. અને તેના પપ્પા કામ પર ગયા છે. ક્રિના પોતાનું હોમવર્ક કરતી હોય છે. અજય ઘરમાં આવીને બાથરૂમમા હાથ મોં ધોવા જાય છે. અને થોડીવાર પછી બહાર આવે છે. અને હાથ મોં લૂછીને પોતાની મમ્મી પાસે આવે છે. અને તેની મમ્મીની બાજુમાં આવીને ઉભો રહે છે. અને થોડીવાર તેની સામે જુએ છે. અર્ચના - બેટા કેવો દિવસ ગયો આજે સ્કૂલમા કઈ તકલીફ જેવું તો નથીને? અજય -ના મમ્મી બધી જ નિરાંત છે. અજય (મનમાં બોલે ...Read More
સંઘર્ષ જિંદગીનો - 6
(ગયા અંકથી આગળ ) બીજા દિવસે ફરીથી એક જ બાબત રિપીટ થાય છે. અજય તૈયાર થઈને સુરજિત પાસે છે. અને પૂછે છે પપ્પા હું એક્ઝામ આપું કે નહિ? સુરજિત કઈ જવાબ આપતો નથી. અને અજય તેની પાછળ પડી જાય છે. તે વારંવાર પૂછે છે પપ્પા એક્ઝામ આપું કે નહિ? અને અચાનક સુરજિતને ગુસ્સો આવે છે. તે કઈ જ બોલતો નથી. અને ઘરેથી નીકળી જાય છે. અને અજય પોતાની મમ્મી પાસે જાય છે. અને કહે છે. મમ્મી પપ્પાને એવુ શુ ટેન્શન આવી ગયું છે કે તે મને હા કે ના જવાબ આપતા નથી. તું જુએ છે ને હું કેટલા ...Read More
સંઘર્ષ જિંદગીનો - 7
(ગયા અંકથી આગળ ) અર્ચના - જો બેટા હું હોય, તું હોય કે પછી ગમે તે અન્ય વ્યક્તિ હોય મુશ્કેલીઓ જીવનમાં આવતી જ હોય છે. એ બાબત કોઈના માટે નવી નથી. પરંતુ આ પરિસ્થિતિમાં ઉશ્કેરાઈ જવાની કે ગભરાઈને ભાગી જવાને બદલે તેનો હિંમતથી પડકાર ઝીલવો જોઈએ. અને તે પડકારોનો પ્રહાર રૂપે વળતો જવાબ આપવો જોઈએ. જેથી આપણી મુશ્કેલી ભરેલો ઝાડના ખરેલા વૃક્ષના પાન સમાન જીવનમાંથી પાનખરનો અધ્યાય પૂરો થાય. અને નવા ખીલેલા તાજા ફૂલરુપી જીવનનો ઉદય થાય. જેથી આપણું જીવન પણ તેજમય બને. ઉજ્વળ બને. માટે જે કઈ તકલીફ આવે તેને જીલવાની અને તેનો મોઢા જવાબ આપવાનો એટલે તે ...Read More
સંઘર્ષ જિંદગીનો - 8
(ગયા અંકથી આગળ ) અજય અર્ચના પાસે પાછો ચાલ્યો જાય છે. અને તેને રસોડામાં જઈને મદદ કરે છે. અને જમવા બેસે છે. જમીને સૌ સુઈ જાય છે. અજય મનમાં થોડો ખુશ થાય છે કે હું પરીક્ષા પાસ કરી લઇશ તો તે બહાને મારા પરીક્ષા પાસ કરવાથી મને નોકરી મળી જશે અને પરિવારને આધાર થશે. પરિવારની પરિસ્થિતિ સુધરશે. અમે આગળ આવશુ. અને તે સવારે સ્કૂલે જઈને ફોર્મ ભરી દે છે. પરીક્ષા માટેની બુક લાવે છે. હરખાતો તે અર્ચના પાસે આવે છે. અને બુક બતાવે છે. અર્ચના ખુશ થાય છે. તે જમીને વાંચવા બેસી જાય છે. તે ખુશ થઈ પ્રાર્થના કરતો ...Read More
સંઘર્ષ જિંદગીનો - 9
(ગયા અંકથી આગળ ) અજય મનમાં વિચારે છે કે ભગવાન આપણી જિંદગી સાથે કેટલી અને કેવી રીતે ક્યારે અને રમત કરે છે. તેની ખબર પડતી નથી. સમય પાણીના રેળાની જેમ ક્યારે ફરી જાય અને કોની સાથે શુ બની જાય તેની કોઈને ખબર પડતી નથી. અને કોઈ કહી પણ શકતું નથી કે આજે શુ થવાનું છે? અને કોની માથે શુ આફત આવવાની છે. ભગવાન આપણી જિંદગી એટલી અઘરી શા માટે બનાવે છે? ખબર નથી પડતી.ભગવાન માણસને બનાવે છે. તો પછી માણસને દુઃખ, પીડા આ બધું સહન કરવું પડે તેમાં ભગવાનને શુ મજા આવતી હશે. જે ભગવાન સર્જન કરે છે. જીવન ...Read More
સંઘર્ષ જિંદગીનો - 10
(ગયા અંકથી આગળ ) અજય ઘરેથી તો એકદમ હસતા મોઢે નીકળી જાય છે. જાણે તેના મનમાં હવે કાંઈ તકલીફ ન હોય પરંતુ ઘરની બહાર આવી રસ્તા પર ચાલતા ચાલતા તે જૂની ઘટના યાદ કરે છે કે કઈ રીતે તેની મહેનત એળે જાય છે. તેનું સપનું તેને તૂટતું દેખાય છે. તે વારંવાર કહે છે. હવે બધું ખતમ થઈ ગયું, કઈ જ બચ્યું નથી, અમારા સપના, હું વિચારતો હતો કે આ પરીક્ષા આપીશ અને જો સારા માર્ક્સ આવશે. તો હું પપ્પા - મમ્મીને મદદ કરીશ. અમે ધીરે ધીરે કરતા પણ અમે કિનારે આવી જશુ. અને અમારી ગરીબાઈ દુર થશે. પણ ...Read More