પ્રકરણ -18
(ગયા અંકથી આગળ )
જાણે આજે ભગવાનની સંપૂર્ણ કૃપા અજયના પરિવાર પર વરસી હોય તેવું જણાય છે. સૌ ખુશીથી ગદ ગદ થઈ જાય છે. જાણે આજે તેમના આનંદનો કોઈ જ પાર રહેતો નથી. તેઓ હાથ જોડીને વારંવાર ભગવાનનો ઉપકાર માને છે. ' હે ભગવાન તમારી ખુબ ખુબ દયા, તમારી કૃપાનો કોઈ જ પાર નથી. ખરેખર ભગવાન આજે તમારા સાક્ષાતકાર રૂપના દર્શન થયાં. તમારી લીલા અપરંપાર છે. તમારી મહેરબાનીની કોઈ જ સીમા નથી. આજે તમે અમારી ઘણી મોટી તકલીફનું નિવારણ કાઢી આપ્યું છે. ખુબ ધન્યવાદ ઈશ્વર તમારો. પછી અજય ઘરમાં રહેલા ભગવાનના મંદિર પાસે જાય છે. અને તેમના દર્શન કરે છે. તથા કહે છે. હે ભગવાન જેવી રીતે આજે આપે મારી મદદ કરી અને મારી મૂંઝવણ દુર કરી અને મારાં જીવનમાં આવેલી આ સમસ્યા દુર કરી તેવી રીતે મારાં અને મારાં પરિવારના સભ્યો પર સદાય તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. અને અમને સદ બુદ્ધિ તથા સારી નીતિ રાખી અમે જીવી શકીએ અને તકલીફ તો દરેક વ્યક્તિના જીવનમાં આવે છે. અને સૌ કોઈએ સ્વીકારી જ પડે છે. અને તે નકારી ન શકાય તેવી બાબત છે. પરંતુ તેમાં પણ તમે જેમ આ વખતે સહાય કરી તેવી સદાય સહાય કરજો. અને મુશ્કેલી માંથી નીકળવા માટે સદાય સહાય કરતા રહેજો તેવી તમારા શુભ પવિત્ર ચરણકમળમાં વંદન સાથે પ્રાર્થના. તો આ પ્રાર્થના સ્વીકારી લઈને અમને કૃતાર્થ કરશો. અને પછી અજય મંદિર માંથી બહાર આવી પોતાના રૂમમાં ચાલ્યો જાય છે. અને થોડી વાર પછી તે કપડાં બદલીને પોતાના રૂમમાંથી પાછો બહાર આવે છે. બંને ભાઈ બહેન પોતાનું લેશન કરવા બેસી જાય છે. અને સાંજ થવા આવે છે. બરાબર સુરજિત આવે છે. અને દરવાજાની વચ્ચે આવીને ઉભો રહે છે. અને અજય સામે જોયા કરે છે. અચાનક ક્રિના સુરજિત જોઈ જાય છે. અને ક્રિના પણ થોડીવાર માટે એક નજરે સુરજિત સામે જોયા કરે છે. અજય પોતાના લેસન કરવામાં એકદમ કેન્દ્રિત છે. ત્યાં અજયની પેન નીચે પડી જાય છે. અને તે પેન લેવા માટે નીચે નમે છે પણ બોલપેન ટેબલની બીજી તરફ જ્યાં ક્રિના બેઠી હોય છે. ત્યાં તેના પગ પાસે સરી જાય છે. અને અજય કહે છે. ક્રિના તારા પગ પાસે મારી બોલપેન સરીને આવી ગઈ છે. જરા મને અંબાવી આપતો બેન એટલે હું મારું લેશન પૂરું કરી લઈશ એટલે પછી આપણે બંને કંઈક રમીશું. ત્યાં મારી સાથે તું પણ તારું લેશન પૂરું કરી લે અને પછી મમ્મીને પણ થોડી મદદ કરી શકીએ. અને પછી મારે મારી આવનારી પરીક્ષા જે માટે આજે મારાં સાહેબે મને બૂકો આપી છે. તે હું વાંચી શકીશ. પણ ક્રિના કઈ જ જવાબ આપતી નથી. અને અજય કહે છે. ક્રિના તારું ધ્યાન ક્યાં છે? હું તને કહું છું તે તને સંભળાય છે ખરું કે નહિ.
ક્રિના - ભાઈ
અજય - શુ ભાઈ ભાઈ કરે છે તારું ધ્યાન ક્યાં છે?
ક્રિના - ભાઈ પાછળ ફરતો એકવાર.
અજય - પાછળ ફરે અને અચાનક સુરજિતને પાછળ ઉભેલો જોઈને તે ગભરાય જાય છે. અને એક ગતાગમમાં પડી જાય છે. અને શૂન્ય મસ્તક બની અજય અને સુરજિત એકબીજાને સામ સામે જોઈ રહ્યા છે. બંનેના મનમાં અલગ જ વિચારો ચાલતા હોય છે. બંને કઈ જ બોલતા નથી. અને ક્રિના આ બંનેને જોઈ રહે છે. અને વિચારે છે કે હવે શુ થશે? અને જાણે બધું થંભી જાય છે.
( ક્રમશ )