( ગયા અંકથી આગળ )
અહીંથી હવે સ્ટોરી એક નવા વળાંક તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ( થોડા વર્ષો બાદ હવે )
ધીમે ધીમે સમય વીતવા લાગે છે ક્રિના અને અજય મોટા થવા લાગે છે. અજય ભણી ગણીને સારી જગ્યા પર પોતાનું કેરિયર બનાવે છે. તે એક મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર છે. અને તેના પરિવારની આર્થિક સ્થિતી હવે ધીમે ધીમે સધ્ધર બનવા લાગે છે. તેની પાસેથી કંપની માંથી મળેલી કાર, બંગલો અને અન્ય ફેસેલીટીસ હતી. તેની પર ભગવાનની જાણે કૃપા ધીમે ધીમે વરસતી હોય તેવું તેને જણાતું હતું. બહેન ક્રિના પણ પોતાના સાસરે સુખે રહેવા લાગે છે. અને ભગવાનના ચાર હાથ જાણે તેમના પર પથરાયેલા હોય તેવું લાગતું હતું. આજે તે દોડી પોતાની મમ્મીને રાડો પાડીને બોલાવે છે. મમ્મી મમ્મી જલ્દી બહાર આવ મારે તારું કામ છે. તને એક સરસ સમાચાર સંભળાવવા છે એટલે તું જે કઈ કામ કરે છે તે પછી કરજે. આજે મારે તને જે સમાચાર સંભળાવવા છે તેમાં જરાય મોડું કરાય એમ નથી જલ્દી આવને મમ્મી શુ કરે છે?
અર્ચના - હા બોલ બેટા તું શુ રાડો નાંખે છે ક્યારનો તે તો આખું ઘર ગજવીને માથે લીધું છે. બોલ શુ કહેવું છે તારે તું ક્યારનો શા માટે અધીરો બન્યો છે?
અજય - મમ્મી પણ વાત જ એવી છે કે કંટ્રોલ થઈ શકે નહિ હું શુ મારાં મોઢે સમાચાર સાંભળીશ તો તું પણ ઘર ગજવી મુકીશ તારી ખુશી તારા આંનદનો પણ પાર રહેશે નહિ.
અર્ચના - બેટા મારે બહુ જ કામ છે તારે જે કહેવું હોય તે જલ્દી બોલ અને તને ખબર છે ને કે તારા પપ્પાને શુગરની દવા આપવાની છે જો તેમાં જરાય મોડું થશે તો તેઓ કેટલા ગુસ્સે થઈ જશે. અને હવે મારે જીવનમાં શાંતિ જોઈએ છે. તારા અને ક્રિનાના જીવનની ચિંતા હવે મને જરા પણ નથી. બસ ખાલી તારા પપ્પાની ચિંતા છે.
અજય - મમ્મી મને પ્રમોશન મળ્યું છે. હવે મારી સેલેરી ડબલ થઈ ગઈ છે. અને મારે કાલે સવારે અમેરિકા જવાનુ છે એક એક ટેક્નિકલ પ્રોજેક્ટ માટે અને મેં આજે એક પ્રેઝન્ટેશન આપ્યું હતું જે ઓફિસે આવેલા ક્લાઈન્ટને ખુબ પસંદ આવ્યું અને બોસ એટલા બધા ઈમ્પ્રેસ થયાં કે તેમણે મને પ્રમોશન આપ્યું. અને હવે મારે કાલે અમેરિકા જે ટેક્નિકલ પ્રોજેક્ટ માટે જવાનુ છે. તેનું પેકેજ કંપની તરફથી મને મળ્યું છે.
અર્ચના - શુ વાત કરે છે બેટા એમ બોલી અર્ચના ખુબ ખુશ થાય છે. અને જાણે તે ફુલાયને સમાતી નથી. તે અજયને વળગી પડે છે. પછી બંને મંદિરમાં મીઠાઈ ધરે છે. અને ઈશ્વર સામે હાથ જોડી ધન્યવાદ કરે છે. પછી અજય મમ્મી પપ્પા બંનેને પગે લાગી આશીર્વાદ લે છે. અને ક્રિનાને પણ આ વાત વિશે જાણ કરે છે. અને તે પણ ખુબ ખુશ થાય છે. અને આ વાત પોતાના સાસરીયામા કરે છે. સૌ અજયના વખાણ કરે છે. તે બધું સાંભળી ક્રિના ખુશ થાય છે.
ધીમે ધીમે સમય વીતે છે. અને એક દિવસની વાત છે. અજય ઘરમાં બેઠો હોય છે. અને અચાનક અર્ચનાની રાડ સંભળાય છે. અજય અને અજય દોડીને ઉપર રૂમમાં જાય છે અર્ચના પાસે જઈ કહે છે બોલ મમ્મી શુ થયું?
અર્ચના - મને છાતીમાં દુખાવો થાય છે. હવે તે સહન થતો નથી.અને અજય તરત અર્ચનાને હોસ્પિટલમાં દાખલ કરાવે છે. અને જાજા સમયની સારવાર બાદ અર્ચના પોતાનો દમ તોડે છે. અજય ઊંડા શોકમાં ચાલ્યો જાય છે. અને ક્રિના તથા અન્ય કુટુંબીઓને બોલાવે છે. અને ક્રિના આવે છે. તે પોક મૂકીને રડે છે. અને સૌ ભીની આંખે અર્ચનાને સ્મશાન ઘાટમાં અગ્નિ સંસ્કાર કરે છે. અને સૌ ઘરે આવે છે. સુરજિત પોતાની તમામ ભૂલો પર પસ્તાવો કરે છે. અને ભગવાનની માફી માંગે છે. અને અહીં તેમની જિંદગીના સંઘર્ષનો અંત આવે છે. સમાપ્ત
અને અહીં આ દુઃખ ભરેલી વ્યથાનો કરુણ અંત આવે છે. અને આ વેદનાની કથા અહીં સદાય માટે વિરામ લે છે. આ રચનામાં મેં કુલ 21 પ્રકરણ લખ્યા છે. તેમાં મેં યથાતથ્ય વર્ણન કરેલ છે. અને આ રચના પાછળ મારા મનના ભાવ મેં મારી રીતે ખુબ સરળ ભાષા સાથે દર્શાવેલ છે. આપ સૌ વાચક મિત્રોનો મારી રચના 'સંઘર્ષ જિંદગીનો' વાંચવા બદલ હું હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર માનું છું.
હવે નવી રચના સાથે ફરી મળીશું
નમસ્કાર 🙏 લેખન - જય પંડ્યા