Sangharsh Jindagino - 12 in Gujarati Human Science by Jaypandya Pandyajay books and stories PDF | સંઘર્ષ જિંદગીનો - 12

Featured Books
  • ભાગવત રહસ્ય - 247

    ભાગવત રહસ્ય -૨૪૭   નંદ મહોત્સવ રોજ કરવો જોઈએ.મનથી ભાવના કરવા...

  • काली किताब - 7

    वरुण के हाथ काँप रहे थे, लेकिन उसने हिम्मत नहीं हारी। वह धीर...

  • શ્યામ રંગ...લગ્ન ભંગ....21

    ઢળતી સાંજમાં યાદોના ફૂલોથી એક સુંદર ગુલદસ્તાને બન્ને મિત્રો...

  • અભિષેક - ભાગ 9

    અભિષેક પ્રકરણ 9અભિષેક કારતક સુદ એકાદશીના દિવસે ઋષિકેશ અંકલ સ...

  • લવ યુ યાર - ભાગ 82

    લવ યુ યાર પ્રકરણ-82લવ પોતાની બેગ લઈને ઉપર પોતાના બેડરૂમમાં ગ...

Categories
Share

સંઘર્ષ જિંદગીનો - 12

(ગયા અંકથી આગળ )

             સાહેબ - શુ થયું છે અજય? કઈ ચિંતા જેવું છે, કઈ તકલીફ જેવું  છે બોલ હું તારી મદદ કરીશ. પરંતુ અજય કાંઈ જ બોલતો નથી અને સાવ શાંતિ જાળવીને ઉભો છે. જાણે તેણે કઈ સાંભળું ન હોય. સાહેબ બે ત્રણ વાર પૂછે છે પણ અજય જવાબ આપતો નથી.

  સાહેબ - અજય ચાલ નીકળી જા ક્લાસ માંથી બહાર આને આજે જે ભણાવ્યું તે અને તને જે નથી આવડતુ તે બધું કાલે દસ વખત લખીને આવજે. નહીંતર ક્લાસમાં બેસવા દઈશ નહિ. સમજી ગયો ને ચાલ હવે નીકળ બહાર. આને આખો દિવસ બહાર બેસવા દેજો. ખબરદાર જો કોઈએ આને ક્લાસ રૂમમાં બેસવા દીધો કે બેસાડવામાં મદદ કરી તો હું તેને પણ બહાર કાઢી મુકીશ અને અજયને જેટલું લેશન આપ્યું તેનાથી બમણું લેશન આપીશ. અજય

અજય ચૂપ ચાપ ક્લાસ રૂમ છોડીને નીકળી જાય છે. અને સામેના ખૂણે બેસીને લખવા માંડે છે. અને રીસેસ પડે છે. રીસેસના સમયે અજય પાસે અમિત આવે છે. અને તેને પોતાના ટીફીનમાંથી નાસ્તો કરવાનું કહે છે. પણ અજય ના પાડે છે.

અમિત - તું શુ કામ આવુ બધું સહન કરે છે. ભાઈ સાહેબ જયારે પૂછતાં હતા ત્યારે તે બધું કહી દીધું હોત તો શુ વાંધો હતો. તારે ક્યાં એમાં ખોટું બોલવું હતું?  કદાચ સાહેબ સાથે તે તારા જીવનમાં તું જે ઝીરવે છે તે તકલીફ કહી દીધી હોત તો કઈ સાહેબ તારી કે તારી નબળી પરિસ્થિતિની મજાક ઉડાડીને તને ક્લાસ વચ્ચે ભોંઠો નહતા પાડવાના. ઉલટાની તારી મદદ કરી દેશે. આને મારે શુ ગણવું કે તું આજે સવારથી મારી સાથે પણ સરખી રીતે વાત કરતો નથી કે કઈ પણ કહેતો ય નથી. આમ શુ કરે છે?  મારે તને ક્યારનું પૂછવું હતું કે તારે શુ તકલીફ છે અને  હંમેશા અડગ અને ગમે તેવી આકરી પરિસ્થિતિ સામે પડકાર ઝીલનાર માણસ આજે હારમાંથી તૂટેલા મોતીના પારાની જેમ વિખેરાઈ ગયો છે. અને આ સ્થિતિ કે તારા આવા આશ્ચર્ય કારક વર્તનને મારે શુ સમજવુ બોલને ચૂપ શુ કામ છે?  તું એટલું તો જાણે છેને કે હું  કઈ ગેર /બાહરી વ્યક્તિ નથી. આપણે બંને સાથે ભણ્યા છીએ અને ભણીયે છીએ. સાથે રમ્યા છીએ. એકબીજાના સુખ - દુઃખ બંને વચ્ચે વહેંચ્યા છે. તો પછી આજે એવુ શુ બની ગયું કે તને કહેવામાં ખચકાટ લાગે છે, શરમ આવે છે.

અજય - તે જે પણ કહ્યું તે બધું હું સમજુ છું. જાણુ છું. પણ જીવનમાં અમુક બાબત પોતાના પૂરતી સીમિત રાખવી જોઈએ. કારણ કે આપણા જીવનમાં તકલીફો હોય તો તે બધું બીજાને કહીને શા માટે દુઃખી કરવા જોઈએ?  અને મારાં દુઃખ મારી તકલીફો સાંભળીને તું પણ દુઃખી થવાનો છે. એટલે બીજાને બાળવા કરતા હૈયે બળી જવું વધારે સારું.

અમિત - અજયને ગળે વળગી જાય છે. અને પછી બંને અમિતના ટિફિન માંથી નાસ્તો કરે છે. અને બંને ભાવુક બની જાય છે. બંને મિત્રની અગાઢ મિત્રતા અને અગાઢ વિશ્વાસની પ્રેમાળ ઝલક જોવા મળે છે. એકદમ નિખાલસ દ્રશ્ય માણવા મળે છે.       

          અજય ઘરે આવે છે. અને નિયમિત રીતે જે પોતાનું કામ કરે છે. તેવી રીતે હાથ પગ ધોઈને  જમવા  માટે તેની મમ્મીને બધી વસ્તુની લેવા મુકવામાં મદદ કરતો હોય છે. આજે જાણે તેના ચહેરા પર ટેન્શન જેવું કઈ જ નામ  દેખાતું ન  હતું. જાણે આજે તે ખુબ ખુશ હતો.

અર્ચના - બેટા કેમ આજે એટલો ખુશ છે? 

અજય - કઈ નહિ આમ જ.

અર્ચના -  સાચું બોલને શુ થયું છે?  અજય - થાય તો શુ આમ જ અને જીવનમાં ખુશ રહેવા માટે કોઈ પણ કારણ જરૂરી થોડું છે. બરાબરને ક્રિના મેં સાચું કહ્યું ને.

ક્રિના - હા ભાઈ તારી વાત એકદમ સાચી છે.

અજય - જોયું મમ્મી આ એટલી નાની છે તો પણ કેટલું ઝડપથી સમજી જાય છે. પણ તું સમજતી  જ નથી. 

અર્ચના - હા ભઈ હું ક્યાં કઈ સમજુ છું. બધી સમજ તો ભગવાને તમને બંનેને જ આપી છે.

અજય અને  ક્રિના આ સાંભળી જોરથી હસવા લાગે છે. અને પછી સૌ જમવા બેસે છે. અને સૌ રાત્રે શાંતિથી  સુઈ જાય છે.

સવારે ઉઠી સૌ પોતાના રૂટિન પ્રમાણે પોતાના કામે નીકળી જાય છે. અજય અને અમિત સ્કૂલે આવે છે. અને આજે એ જ સવાલ જે કાલે અજયને પૂછવામાં આવ્યો હતો. તે ફરી પૂછાયો . અજય ડરતો ડરતો અને એક ધ્રુજકારી સાથે ઉભો થઈને જવાબ આપે છે.

સાહેબ અને ક્લાસના બીજા વિદ્યાર્થી તેની સામું જોઈ રહે છે. અને સાહેબ તેની પાસે જાય છે. સાહેબને નજીક આવતા જોઈને અજય ડરવા લાગે છે. સાહેબ હાથ ઊંચો કરે છે. અને અજય ગાભરાઈને નમી જાય છે કે તરત સાહેબ તેને ઉભો કરે છે. અને તેનો વાસો થપથપાવી કહે છે. સરસ, ખુબ સરસ અજય આજે તે સાચો જવાબ આપ્યો. કાલે શુ થયું હતું.

અજય - કઈ નહિ સાહેબ મારું ધ્યાન ન હતું. એટલે સોરી હવે તેવી ભૂલ નહિ થાય.

સાહેબ - સરસ તારી ભૂલ તે સ્વીકારી લીધી. અને સુધારી પણ લીધી. બધાને આ છોકરા પાસેથી કંઈક શીખવાની જરૂર છે. તમેં  બધા પણ યાદ રાખજો કે ભૂલ થઈ હોય તો તેને સ્વીકારીને સુધારવી જોઈએ. અને બીજી વખત તેવું ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. તેને છુપાવવી જોઈએ નહિ.

અજય - થૅન્ક યુ સાહેબ

સાહેબ - અજય તારું લેશન પૂરું થયાં પછી મારી પાસે આવજે મારે તારું કામ છે.

અજય - હા ભલે આવીશ સાહેબ

રજા પડ્યા પછી અજય અમિતને કહે છે કે હું સાહેબને મળતો આવુ તું જરાં મારી રાહ જોજે હું હમણાં  આવી જઈશ.

અમિત - ભલે તું નિરાંતે જા હું અહીં ઉભો છું.

અજય પછી સાહેબ પાસે જાય છે. સાહેબ ત્યાં ખુરશી પર બેઠા હોય છે. અજય બાજુમાં જઈને ધીરેથી કહે છે. હા સાહેબ કહો આપે મને બોલાવ્યો હતો.

સાહેબ - આવ અજય બેસીજા આ ખુરશી પર અજય સોરી બેટા મેં તારી તકલીફ જાણ્યા વગર તને પનિશમેન્ટ આપી.

અજય - તમે મારાં ગુરુ છો સાહેબ.  તમે સોરી કહો તે સારું ન લાગે એટલે મહેરબાની કરી આવુ ન બોલશો.

સાહેબ - ના અજય અમિતે મને બધું કહી દીધું છે કે તારી જિંદગી તું કેવી પરિસ્થિતિ માં જીવે છે. અને હમણાં તારા પપ્પાએ તારી સાથે જે વર્તન કર્યું તે પણ મેં જાણ્યું. ખુબ દુઃખ થયું. હવે સાંભળ હું તારી મદદ કરીશ. આજથી તારી ભણતરની જવાબદારી મારી. તને હું પુસ્તકો આપીશ. અને પૈસા આપીશ. તું કોઈથી ડરતો નહિ. અમિતે મને વાત કરી એટલે હું બધું સમજી ગયો. તું આ લે અત્યારે થોડા પુસ્તક અને બાકીના હું પછી લઈ આવીશ. જા તું હવે નિરાંતે ઘરે જઈને વાંચ. ભલે સાહેબ હું નીકળું છું. 

સાહેબ - હા

અજય દોડીને અમિત પાસે આવે છે. તેને ગળે ભેટી પડે  છે. અને કહે છે થૅન્ક્સ ભઈ તે મારી મદદ કરી મારી આટલી મોટી તકલીફ દુર કરી.

અમિત - એમાં શુ હું બીજું કઈ નહિ તો આટલી મદદ તો કરી જ શકું છું ને ભાઈ.

અજય - વારંવાર અમિતને થૅન્ક્સ કહે છે. અને બંને હસતા હસતા ઘરે જાય છે. બારીમાંથી ઊભીને જોઈ રહેલા સાહેબ પણ ખુશ થાય છે. અને મનમાં કહે છે મેં આ મહેનતુ છોકરાને ઓળખવામાં ઘણું મોડું કર્યું. હવે હું પણ તેની મદદ કરીશ. અને તેની તકલીફ દુર કરવામાં સહાય કરીશ.                                                                                                                                                         (ક્રમશ )